002 સૂરહ બકરહ

📍 આયત નેવિગેશન: આયત ૧/૨૮૬

البقرة - સૂરહ અલ્-બકરહ

સૂરહ ક્રમાંક: ૨ | આયતો: ૧ થી ૨૦ (કુલ ૨૮૬) | મદની

આયત ૧
પારો: ૧ રુકૂઅ: ૨
الٓمّٓۚ
الٓمّٓۚ
અલીફ લામ મીમ
અનુવાદ: ૧. અલિફ-લામ્-મીમ્
📖 તફસીર:
આ સૂરહ માં ગાય વિષે વર્ણન કરવામાં આવ્યું છે એટલે આને સૂરહ બકરહ કહેવાય છે બકરહ એટલે ગાય (ગાયની ઘટનાનું વર્ણન કરતી સૂરહ) હદીસમાં આ સૂરહની ખાસ ફઝીલત બયાન કરવામાં આવી છે કે જેના ઘરમાં આ સૂરહ પઢવામાં આવે તેના ઘરથી શૈતાન ભાગી જાય છે નબી(ﷺ) એ ફરમાવ્યું: પોતાના ઘરોને કબ્રસ્તાન ન બનાવો, જેના ઘરમાં સૂરહ બકરહ પઢવામાં આવે તે ઘરથી શૈતાન ભાગી જાય છે" (સહીહ મુસ્લિમ:- 212, 780) અલીફ લામ મીમ આને હુરુફે મુકત્તઆત કહેવાય છે એટલે કે અલગ અલગ પઢવામાં આવતાં હુરુફ(અક્ષર). આના અર્થ શું તે માટે કોઈ અસલ રિવાયત મોજૂદ નથી આનો અર્થ ફકત અલ્લાહ જ જાણે છે.
આયત ૨
પારો: ૧ રુકૂઅ: ૨
ذٰلِكَ الْكِتٰبُ لَا رَیْبَ ۖ فِیْهِ ۚ هُدًى لِّلْمُتَّقِیْنَۙ
ذَٰلِكَ
الْكِتَابُ
કિતાબ(કુરાન) છે
لَا
નથી
رَيْبَ
કોઈ શંકા
فِيهِ ۛ
તેમાં
هُدًى
માર્ગદર્શન છે
لِّلْمُتَّقِينَ
ડરવાવાળાઓ (મુત્તકીઓ) માટે
📌 વિષય: કુરઆન, તકવા 🔹 પેટા વિષય: કુરઆનની હિદાયત છે તકવાવાળા માટે
અનુવાદ: ૨. આ કિતાબ (કુરઆનને અલ્લાહની કિતાબ હોવા)માં કોઇ શંકા નથી. પરહેઝગારોને માર્ગદર્શન આપે છે.
📖 તફસીર:
આ કિતાબ(કુરઆન)ને અલ્લાહના તરફથી નાઝીલ થવામાં "લારઇબ' (કોઈ શંકા નથી): આ કિતાબ અલ્લાહ તરફથી હોવામાં કોઈ શંકા નથી. પરહેઝગારો માટે માર્ગદર્શન:- કુરઆન તમામ મનુષ્યો માટે હિદાયત તથા માર્ગદર્શન માટે અવતરિત થઈ છે પરંતુ આ હિદાયતના ફુવારાથી ફક્ત તે લોકો જ સંતુષ્ટ થશે જે લોકો સત્ય જીવનની શોધમાં તથા પોતાના પાલનહારથી ડરતાં હશે, પરંતુ જેઓના દિલોમાં મુત્યુ પછી અલ્લાહની સામે હાજર થઈને પોતાનો હિસાબ આપવાનો એહસાસ અને ફિક્ર જ નથી તથા તેમનામાં હિદાયત મેળવવાની તલબ તથા ગુમરાહીથી બચવાનો ઈરાદો જ ન હોય તો તેઓને હિદાયત કેમ કરીને મળે."
આયત ૩
પારો: ૧ રુકૂઅ: ૨
الَّذِیْنَ یُؤْمِنُوْنَ بِالْغَیْبِ وَ یُقِیْمُوْنَ الصَّلٰوةَ وَ مِمَّا رَزَقْنٰهُمْ یُنْفِقُوْنَۙ
الَّذِينَ
જે લોકો
يُؤْمِنُونَ
ઈમાન લાવે છે
بِالْغَيْبِ
પરોક્ષ પર
وَيُقِيمُونَ
અને કાયમ કરે છે
الصَّلَاةَ
નમાઝને
وَمِمَّا
અને તેમાંથી જે
رَزَقْنَاهُمْ
અમે રોજી આપી છે તેમને
يُنفِقُونَ
તેઓ ખર્ચ કરે છે
📌 વિષય: ઈમાન, નમાઝ 🔹 પેટા વિષય: નમાઝ ફરજ, ઝકાત
અનુવાદ: ૩. જે લોકો ગૈબ ઉપર ઇમાન રાખે છે અને નમાઝની પાબંદી કરે છે અને અમારા આપેલા (માલ) માંથી (અલ્લાહના માર્ગમાં) ખર્ચ કરે છે,
📖 તફસીર:
"ગૈબ પર ઈમાન" થી આશય એવી વસ્તુઓ જેને અકલ અને બુધ્ધિથી પારખવું અશક્ય છે જેમકે અલ્લાહની જાત, વહી, જન્નત અને જહન્નમ, ફરિશ્તાઓ, કબ્રનો અઝાબ, અને હશ્ર (એટલે કે હિસાબ કિતાબ માટે મુત્યુ પછી જીવિત થવું) વગેરે આનાથી માલૂમ થાય છે કે અલ્લાહ અને તેના રસૂલ દ્રારા બતાવવામાં આવેલી એ વાતો જેને અકલ અને બુધ્ધિ થી પરખાવી ન શકાય તેના પર યકીન રાખવું ઈમાનનો હિસ્સો છે અને તેનો ઈન્કાર કરવો કુફ્ર છે. "ઈકામતે સલાત" થી આશય નમાઝની પાબંદી નબી(ﷺ) ની સુન્નત પ્રમાણે અદા કરવી, નહીંતર નમાઝ તો મુનાફિક પણ પઢતા હતા. "ઈનફાક" શબ્દ સામાન્ય છે જેમાં ફરજિયાત અને બિન-ફરજિયાત સદકા(દાન)નો સમાવેશ થાય છે. ઈમાનવાળા લોકો આજ્ઞાપાલન અનુસાર બંનેની ઉપેક્ષા કરતા નથી, પરંતુ માતા-પિતા અને પરિવારના સભ્યો પર યોગ્ય રીતે ખર્ચ કરવુ એ પણ તેનો એક ભાગ છે અને સવાબ છે.
આયત ૪
પારો: ૧ રુકૂઅ: ૨
وَ الَّذِیْنَ یُؤْمِنُوْنَ بِمَاۤ اُنْزِلَ اِلَیْكَ وَ مَاۤ اُنْزِلَ مِنْ قَبْلِكَ ۚ وَ بِالْاٰخِرَةِ هُمْ یُوْقِنُوْنَؕ
وَالَّذِينَ
અને જે લોકો
يُؤْمِنُونَ
ઈમાન લાવે છે
بِمَا
તેના પર જે
أُنزِلَ
અવતરિત કરવામાં આવ્યું
إِلَيْكَ
તમારા તરફ
وَمَا
અને જે
أُنزِلَ
અવતરિત કરવામાં આવ્યું
مِن قَبْلِكَ
તમારા પહેલાં
وَبِالْآخِرَةِ
અને આખેરત (પરલોક) પર
هُمْ
તેઓ
يُوقِنُونَ
યકીન (દ્રઢ વિશ્વાસ) રાખે છે
📌 વિષય: ઈમાન 🔹 પેટા વિષય: ઈમાનના અરકાન
અનુવાદ: ૪. અને જે લોકો ઈમાન લાવે છે તેના પર જે તમારા (એટલે કે આપ ﷺ ની) તરફ અવતરિત કરવામાં આવ્યું છે, અને જે તમારા (આપ ﷺ) થી પહેલાના (પયગંબરો) પર અવતરિત કરવામાં આવ્યું અને તેના પર તેઓ આખિરત ઉપર પણ સંપૂર્ણ યકીન ધરાવે છે.
📖 તફસીર:
પાછલી કિતાબો પર ઈમાન લાવવાનો મતલબ એ છે કે પયગંબરો પર અવતરિત કરવામાં આવેલ તમામ કિતાબો સત્ય છે પરંતુ તે હવે પોતાની અસલ હાલતમાં દુનિયામાં નથી અને હવે તેમના પર અમલ પણ કરવામાં નહીં આવે, હવે અમલ ફક્ત કુરઆન અને તેની તશરીહ (એટલે કે નબી(ﷺ)ની હદીસો) પર જ કરવામાં આવે. આનાથી એ પણ માલૂમ થાય છે કે વહી અને રિસાલતનો સિલસિલો આપ(ﷺ) પર સમાપ્ત કરી દેવામાં આવ્યો છે.
આયત ૫
પારો: ૧ રુકૂઅ: ૨
اُولٰۤئِكَ عَلٰى هُدًى مِّنْ رَّبِّهِمْ ۫ وَ اُولٰۤئِكَ هُمُ الْمُفْلِحُوْنَ
أُولَٰئِكَ
આ જ લોકો
عَلَىٰ
પર છે
هُدًى
માર્ગદર્શન
مِّن
તરફથી
رَّبِّهِمْ
તેમના રબના
وَأُولَٰئِكَ
અને આ જ લોકો
هُمُ
તેઓ જ
الْمُفْلِحُونَ
સફળ થનારા છે
📌 વિષય: સફળતા
અનુવાદ: ૫. આ જ લોકો પોતાના પાલનહાર તરફથી (અવતરિત કરેલ) હિદાયત પર છે, અને આ જ લોકો સફળ થવાવાળા છે.
📖 તફસીર:
આ તે ઈમાનવાળાઓનો અંજામ બયાન કરવામાં આવ્યો છે જેઓ ઈમાન લાવ્યા પછી તકવા અને અમલ અને સહીહ અકીદા પર પાબંદ રહે છે ફક્ત જુબાન થી ઈકરાર કે દાવો કરવો કાફી નથી સમજતા. સફળતા થી આશય આખિરત માં અલ્લાહની રજા અને તેની રહેમત અને મગફિરત પ્રાપ્ત થવી અને તેની સાથે-સાથે દુનિયામાં પણ ખુશહાલી અને સફળતા મળી જાય તો (سبحان اللہ) નહીંતર અસલ સફળતા તો આખિરતની જ સફળતા છે અને તેના પછી અલ્લાહ તઆલાએ બીજા જૂથનું વર્ણન કરીને ફરમાવે છે જેઓ ફક્ત કાફિર જ નહીં પરંતુ તેમનું કુફ્ર અને દુશ્મની એ હદ સુધી પહોંચી ગઈ છે જેના પછી તેની સાથે ભલાઈ અને ઈસ્લામને કબૂલ કરવાની તેનાથી આશા રહેતી નથી.
આયત ૬
પારો: ૧ રુકૂઅ: ૨
إِنَّ الَّذِينَ كَفَرُوا سَوَاءٌ عَلَيْهِمْ أَأَنذَرْتَهُمْ أَمْ لَمْ تُنذِرْهُمْ لَا يُؤْمِنُونَ
إِنَّ
બેશક
الَّذِينَ
જે લોકોએ
كَفَرُوا
કુફ્ર કર્યું (ઇનકાર કર્યો)
سَوَاءٌ
સરખું છે
عَلَيْهِمْ
તેમના પર
أَأَنذَرْتَهُمْ
કે તમે તેમને ડરાવો
أَمْ
કે
لَمْ
تُنذِرْهُمْ
ડરાવો તેમને
لَا
તેઓ નહીં
يُؤْمِنُونَ
ઈમાન લાવે
📌 વિષય: કાફિર
અનુવાદ: ૬. કાફિરોને તમારું સચેત કરવું અથવા ન કરવું બન્ને સરખું છે, આ લોકો ઇમાન નહી લાવે.
📖 તફસીર:
તફસીરનબી(ﷺ) ની ખૂબ જ ઈચ્છા હતી કે બધા મુસલમાન થઈ જાય અને તે હિસાબથી આપ(ﷺ) ખૂબજ કોશિશ કરતાં હતાં, પરંતુ અલ્લાહ તઆલાએ ફરમાવ્યું કે ઈમાન તેઓના નસીબમાં જ નથી આ તેવા લોકો છે જેમના દિલો પર મહોર મારી દેવામાં આવી છે (જેમ કે અબુ જહલ અને અબુ લહબ વગેરે જેવા) નહીંતર આપ(ﷺ) ની દાવત અને તબલીગ થી બેશુમાર (ઘણાં લોકો) મુસલમાન થઈ ગયા ત્યાં સુધી કે પછી આખેઆખું અરબ જજીરા ઈસ્લામના દાયરામાં આવી ગયું. અહીં આ
આયત ૭
પારો: ૧ રુકૂઅ: ૨
خَتَمَ اللّٰهُ عَلٰى قُلُوْبِهِمْ وَ عَلٰى سَمْعِهِمْ ؕ وَ عَلٰۤى اَبْصَارِهِمْ غِشَاوَةٌ ۫ وَّ لَهُمْ عَذَابٌ عَظِیْمٌ٪
خَتَمَ
મહોર લગાવી દીધી છે
اللَّهُ
અલ્લાહ તઆલાએ
عَلَىٰ
પર
قُلُوبِهِمْ
તેમના દિલો
وَعَلَىٰ
અને પર
سَمْعِهِمْ ۖ
તેમના કાન
وَعَلَىٰ
અને પર
أَبْصَارِهِمْ
તેમની આંખો
غِشَاوَةٌ ۖ
પડદો છે
وَلَهُمْ
અને તેમના માટે
عَذَابٌ
અઝાબ છે
عَظِيمٌ
બહુ મોટો
📌 વિષય: કાફિર 🔹 પેટા વિષય: મહોર મારી દેવામાં આવી
અનુવાદ: ૭. અલ્લાહએ તેઓના દિલો પર અને તેઓના કાન પર મહોર લગાવી દીધી છે અને તેઓની આંખો પર પરદો પડી ગયો છે અને તેમના માટે મોટો અઝાબ છે.
તફસીર
'ખતમ' (મહોર): ગુનાહો અને હઠધર્મીને કારણે અલ્લાહ તરફથી આ સજા છે. આ કોઈ જબરદસ્તી નથી, પરંતુ તેમના પોતાના ઇનકારનું પરિણામ છે કે હવે તેમના પર સત્યની અસર થતી નથી.
આયત ૮
પારો: ૧ રુકૂઅ: ૩
وَ مِنَ النَّاسِ مَنْ یَّقُوْلُ اٰمَنَّا بِاللّٰهِ وَ بِالْیَوْمِ الْاٰخِرِ وَ مَا هُمْ بِمُؤْمِنِیْنَۘ
وَمِنَ
અને લોકોમાંથી
النَّاسِ
કેટલાક એવા છે
مَن
જે
يَقُولُ
કહે છે
آمَنَّا
અમે ઈમાન લાવ્યા
بِاللَّهِ
અલ્લાહ પર
وَبِالْيَوْمِ
અને દિવસ પર
الْآخِرِ
આખિરત (કયામત) ના
وَمَا
અને નથી
هُم
તેઓ
بِمُؤۡمِنِيۡنَ‌ۘ‏
ઈમાનવાળા (મોમિન)
📌 વિષય: મુનાફિકો
અનુવાદ: ૮. લોકો માંથી કેટલાક લોકો એવા પણ છે, જેઓ કહે છે કે અમે અલ્લાહ ઉપર અને કયામતના દિવસ ઉપર ઇમાન રાખીએ છીએ, પરંતુ હકીકતમાં તેઓ ઈમાનવાળા જ નથી.
📖 તફસીર:
અહીંથી ત્રીજું જૂથ એટલે મુનાફિકોનુ વર્ણન શરૂ થાય છે જેઓના દિલ ઈમાનથી તો વંચિત હતા પરંતુ તેઓ ઈમાનવાળાઓને ધોકો આપવા માટે જુબાનથી વ્યકત કરતા હતાં, અલ્લાહ તઆલાએ ફરમાવ્યું કે: તેઓ ન તો અલ્લાહને ધોકો આપવામાં સફળ થશે (કારણકે અલ્લાહ બધું જ જાણનાર છે) અને ન ઈમાનવાળાઓને ધોકો આપી શકે છે કારણકે અલ્લાહ વહી(પ્રકાશના) દ્રારા મુસલમાનોને તેઓના ફરેબથી સાવધાન કરી દે છે અને આવી રીતે તેમના ધોકાનું નુકસાન તેમને પોતાને જ પહોંચે છે કે તેઓએ પોતાની આખિરત બરબાદ કરી લીધી અને દુનિયામાં પણ બેઆબરૂ થઈ ગયા. (અહસનુલ બયાન)
આયત ૯
પારો: ૧ રુકૂઅ: ૩
یُخٰدِعُوْنَ اللّٰهَ وَ الَّذِیْنَ اٰمَنُوْا ۚ وَ مَا یَخْدَعُوْنَ اِلَّاۤ اَنْفُسَهُمْ وَ مَا یَشْعُرُوْنَؕ
يُخَادِعُونَ
તેઓ ધોકો આપે છે
اللَّهَ
અલ્લાહને
وَالَّذِينَ
અને તે લોકોને જેઓ
آمَنُوا
ઈમાન લાવ્યા છે
وَمَا
અને નથી
يَخْدَعُونَ
તેઓ ધોકો આપતા
إِلَّا
સિવાય કે
أَنفُسَهُمْ
પોતાના નફ્સ (જાત) ને
وَمَا
અને તેઓ નથી
يَشْعُرُونَ
સમજતા (જાણતા)
📌 વિષય: મુનાફિકો
અનુવાદ: ૯. તેઓ અલ્લાહ તઆલા અને ઇમાનવાળાઓને ધોખો આપે છે, પરંતુ ખરેખર તેઓ પોતાને જ ધોખો આપી રહ્યા છે અને સમજતા નથી.
📖 તફસીર:
તેઓ આ સમજતા નથી કે અલ્લાહ અને મુસલમાનો સાથે ધોકાબાજી કરવા ચાહે તો પણ કરી શકતા નથી કારણ કે અલ્લાહ તો દિલોના હાલ પણ જાણે છે અને તેમના ઈરાદાઓ મુસલમાનોને રસૂલ દ્રારા વહી મારફતે જાણ કરી દે છે આવી રીતે તેમની ધોકાબાજી નો વબાલ તેમના પર જ પડે છે અને તેઓ બેઆબરૂ અને ધૃણિત થાય છે. (તયસુરુલ કુરઆન)
આયત ૧૦
પારો: ૧ રુકૂઅ: ૩
فِیْ قُلُوْبِهِمْ مَّرَضٌ ۙ فَزَادَهُمُ اللّٰهُ مَرَضًا ۚ وَ لَهُمْ عَذَابٌ اَلِیْمٌ ۙ بِمَا كَانُوْا یَكْذِبُوْنَ
فِي
માં
قُلُوبِهِم
તેમના દિલો
مَّرَضٌ
બિમારી (કપટ) છે
فَزَادَهُمُ
તો વધારી દીધી તેમની
اللَّهُ
અલ્લાહએ
مَرَضًا
બિમારી
وَلَهُمْ
અને તેમના માટે
عَذَابٌ
અઝાબ (સજા) છે
أَلِيمٌ
દુઃખદાયક
بِمَا
તેના બદલામાં જે
كَانُوا
તેઓ હતા
يَكْذِبُونَ
જૂઠું બોલતા
📌 વિષય: મુનાફિકો
અનુવાદ: ૧૦. તેઓના દિલોમાં બીમારી હતી તો અલ્લાહ તઆલાએ તેઓની બીમારીમાં વધારો કરી દીધો અને તેમના જૂઠના બદલામાં તેમના માટે દર્દનાક અઝાબ છે.
📖 તફસીર:
શબ્દ "મરજ" એટલે કે રોગ જેનાથી આશય તે કુફ્ર અને નિફાકનો રોગ છે જેનો ઈલાજ ન કરવામાં આવે તો તે વધતો જાય છે તેમ જ જૂઠ બોલવું મુનાફિકોની નિશાનીઓ માંથી છે જેનાથી બચવું જરૂરી છે.
આયત ૧૧
પારો: ૧ રુકૂઅ: ૩
وَ اِذَا قِیْلَ لَهُمْ لَا تُفْسِدُوْا فِی الْاَرْضِ ۙ قَالُوْۤا اِنَّمَا نَحْنُ مُصْلِحُوْنَ
وَإِذَا
અને જ્યારે
قِيلَ
કહેવામાં આવે છે
لَهُمْ
તેમને
لَا
تُفْسِدُوا
ફસાદ (તોફાન) કરો
فِي
માં
الْأَرْضِ
ધરતી/જમીન
قَالُوا
તેઓ કહે છે
إِنَّمَا
નક્કી અમે તો
نَحْنُ
અમે પોતે
مُصْلِحُونَ
સુધારો કરવાવાળા (શાંતિ સ્થાપવાવાળા) છીએ
📌 વિષય: મુનાફિકો
અનુવાદ: ૧૧. અને જ્યારે તેઓને કહેવામાં આવે છે કે ધરતી પર ફસાદ(ભ્રષ્ટતા) ન ફેલાવો તો જવાબ આપે છે કે અમે તો ફકત સુધારો કરવાવાળા છે.
📖 તફસીર:
અહીં મુનાફિકોના બે અવગુણોનું વર્ણન કર્યું છે, એક તો ફસાદ એટલે જમીન પર બગાડ ફેલાવવો, આમાં અલ્લાહની દરેક પ્રકારની નાફરમાની શામેલ છે, કારણકે આનાથી જમીન પર બગાડ ઉત્પન્ન થાય છે. બીજું એ કે બગાડ ફેલાવીને સુધારણા કરીએ છીએ તેવું કહેવું અથવા પ્રચાર કરવો... આ લોકો દીલમાં કુફ્ર રાખવાને કારણે કાફિરોથી દોસ્તી રાખતાં હતાં, અને મુસલમાનોના‌ રાઝ તેમને બતાવતાં અને ઈસ્લામી અકીદા અને અહકામ પર એતરાજ કરતાં હતાં અને તેમને આવું કરવાની મનાઈ કરીએ તો પોતાના આ બુરા અમલને ઈસ્લાહ એટલે કે સુધારણાનું નામ આપતાં હતાં. (અધુરું આયત નંબર 12 માં)
આયત ૧૨
પારો: ૧ રુકૂઅ: ૩
اَلَاۤ اِنَّهُمْ هُمُ الْمُفْسِدُوْنَ وَ لٰكِنْ لَّا یَشْعُرُوْنَ
أَلَا
ખબરદાર/સાંભળો
إِنَّهُمْ
નક્કી તેઓ જ
هُمُ
તેઓ પોતે જ
الْمُفْسِدُونَ
ફસાદ કરવાવાળા છે
وَلَٰكِن
પરંતુ
لَّا
નથી
يَشْعُرُونَ
તેઓ સમજતા
📌 વિષય: મુનાફિકો
અનુવાદ: ૧૨. ખબરદાર! ખરેખર આ જ લોકો ફસાદ(ભ્રષ્ટતા) ફેલાવનારા છે, પરંતુ તેઓ સમજતા નથી.
📖 તફસીર:
અને હાલમાં પણ મુસલમાનોમાં ઘણા એવા લોકો છે જે અલ્લાહની સાથે શિર્કને ઔવલીયાનો અદબ, બિદઅતને કુર્બે ઈલાહી(અલ્લાહની નજીકતા) નો ઝરિયો, કાફિરોથી દોસ્તી અને તેમની તરક્કી માટેની કોશિશને સમયની માંગ કરાર કરે છે. શબ્દ "لَا يَشْعُرُوْن" દિલ બિમાર હોય તો સારા-ખરાબ ની સમજ પણ ખતમ થઈ જાય છે, પછી માણસ સારા ને ખરાબ અને ખરાબને સારું સમજવા લાગે છે.
આયત ૧૩
પારો: ૧ રુકૂઅ: ૩
وَ اِذَا قِیْلَ لَهُمْ اٰمِنُوْا كَمَاۤ اٰمَنَ النَّاسُ قَالُوْۤا اَنُؤْمِنُ كَمَاۤ اٰمَنَ السُّفَهَآءُ ؕ اَلَاۤ اِنَّهُمْ هُمُ السُّفَهَآءُ وَ لٰكِنْ لَّا یَعْلَمُوْنَ
وَإِذَا
અને જ્યારે
قِيلَ
કહેવામાં આવે છે
لَهُمْ
તેમને
آمِنُوا
ઈમાન લાવો
كَمَا
જેમ
آمَنَ
ઈમાન લાવ્યા
النَّاسُ
બીજા લોકો (સહાબા)
قَالُوا
તેઓ કહે છે
أَنُؤْمِنُ
શું અમે ઈમાન લાવીએ
كَمَا
જેમ
آمَنَ
ઈમાન લાવ્યા
السُّفَهَاءُ
મૂર્ખ લોકો
أَلَا
ખબરદાર
إِنَّهُمْ
નક્કી તેઓ જ
هُمُ
તેઓ પોતે જ
السُّفَهَاءُ
મૂર્ખ છે
وَلَٰكِن
પરંતુ
لَّا
નથી
يَعْلَمُونَ
તેઓ જાણતા
📌 વિષય: મુનાફિકો
અનુવાદ: ૧૩. અને જયારે તેમને કહેવામાં આવેછે કે બીજા લોકો (એટલે કે સહાબા)ની જેમ તમે પણ ઈમાન લાવો, તો જવાબ આપે છે કે શું અમે એવું ઈમાન લાવીએ જેવુ મૂર્ખ લાવ્યા છે ? સાવધાન ! હકીક્ત માં તેઓ જ મુર્ખ છે , પરંતુ તેઓ જાણતા નથી.
📖 તફસીર:
શબ્દ ”النَّاسُ“ થી આશય સહાબા રઝી. છે જે ખાલિસ દિલથી ઈમાન લાવ્યા અને પોતાના કંઈપણ પ્રકારના દુનિયાના નુકસાનની પરવા ન કરી. (તફસીર અલ કુરઆન) તે મુનાફિકોએ સહાબા રઝી. ને મૂર્ખ કહ્યાં જેમણે અલ્લાહની રાહમાં જાન અને માલની કોઈ પણ પ્રકારની કુરબાની આપવાથી પાછળ નથી રહ્યાં. (અહસનુલ બયાન) મુનાફિકો સહાબા રઝી. ને મૂર્ખ કહેતાં રહ્યા અને પોતાને અકલમંદ, કારણકે તેઓનો ખયાલ હતો કે અમે બન્ને બાજુ ફાયદો ઉઠાવ્યે છે અને પોતાની દુનિયાનું નુકસાન નથી થવા દેતા. અલ્લાહ મુનાફિકોને મૂર્ખ કહે છે કે કારણકે તેઓ મુસલમાનો સમક્ષ પણ ભરોસાને લાયક ન રહ્યા અને ન કાફિરો સમક્ષ, અને થોડાક દિવસની દુનિયાના ફાયદા માટે કાયમી જીવનવાળી દુનિયાનું નુકસાન કરી‌ બેઠા અને ફરમાવ્યું કે આ એવા મૂર્ખાઓ છે કે તેમને પોતાની મૂર્ખામી નું જ્ઞાન પણ નથી. આ આયતમા સહાબાઓની ફઝીલત બયાન કરીને કહેવામાં આવે છે કે તેમના જેવું ઈમાન હોવું જોઈએ. (તફસીર અલ કુરઆન)
આયત ૧૪
પારો: ૧ રુકૂઅ: ૩
وَ اِذَا لَقُوا الَّذِیْنَ اٰمَنُوْا قَالُوْۤا اٰمَنَّا ۚ وَ اِذَا خَلَوْا اِلٰى شَیٰطِیْنِهِمْ ۙ قَالُوْۤا اِنَّا مَعَكُمْ ۙ اِنَّمَا نَحْنُ مُسْتَهْزِءُوْنَ
وَإِذَا
અને જ્યારે
لَقُوا
તેઓ મળે છે
الَّذِينَ
તે લોકોને જેઓ
آمَنُوا
ઈમાન લાવ્યા છે
قَالُوا
તેઓ કહે છે
آمَنَّا
અમે ઈમાન લાવ્યા
وَإِذَا
અને જ્યારે
خَلَوْا
તેઓ એકાંતમાં થાય છે
إِلَىٰ
તરફ/પાસે
شَيَاطِينِهِمْ
પોતાના શૈતાનો (સરદારો)
قَالُوا
તેઓ કહે છે
إِنَّا
નક્કી અમે
مَعَكُمْ
તમારી સાથે છીએ
إِنَّمَا
નક્કી અમે તો
نَحْنُ
અમે પોતે
مُسْتَهْزِئُونَ
મજાક કરવાવાળા છીએ
📌 વિષય: મુનાફિકો
અનુવાદ: ૧૪. અને જ્યારે (આવા લોકો) ઇમાનવાળાઓ સાથે મુલાકાત કરે છે તો કહે છે કે અમે પણ ઇમાનવાળા છે, અને જ્યારે પોતાના શૈતાન (કાફિર દોસ્તો) સાથે એકાંતમાં મુલાકાત કરે છે, તો કહે છે કે અમે તો તમારી સાથે છે, અમે તો (ઇમાનવાળાઓ સાથે) ફકત મશ્કરી કરી રહ્યા છે.
📖 તફસીર:
وَ اِذَا لَقُوا الَّذِيْنَ اٰمَنُوْا: "અને જયારે ઈમાનવાળાઓને મળે છે" આનાથી જાણવા મળે છે કે ઈમાનવાળાઓની સાથે મુનાફિકોની મુલાકાતો જાહેરમાં તો ક્યારેક કોઈ મજલિસમાં થાય છે. (અલ કુરઆન અલ કરીમ) قَالُوۡاۤ اٰمَنَّا "કહે છે ઈમાન લાવ્યા" ઈમાનવાળાઓને માત્ર દેખાવા પૂરતુ ”اٰمَنَّا“ કહે છે. (અલ કુરઆન અલ કરીમ) وَاِذَا خَلَوۡا اِلٰى شَيٰطِيۡنِهِمۡۙ "અને જ્યારે એકાંત માં પોતાના શૈતાનોને મળે છે" પોતાના શયતાનોની સાથે મુલાકાત અદબ અને એકાંતમાં કરે છે, (અલ કુરઆન અલ કરીમ) શયતાન‌ થી આશય કુરૈશના‌ સરદારો અને યહૂદી છે જેમની આગેવાનીમાં તેઓ ઈસ્લામ અને મુસલમાનો વિરુદ્ધ કાવતરાં કરતાં હતાં, અથવા મુનાફિકોના પોતાના જ‌ સરદારો. (અહસનુલ બયાન) اِنَّا مَعَكُمۡۙ: "બેશક અમે તમારી સાથે જ છીએ" પોતાના શયતાન સરદારોને ”اِنَّا“ કહીને ખૂબજ ભારપૂર્વક પોતાના કુફ્રનું યકીન કરાવતાં હતાં કે અમે અકીદામાં નિ:શક તમારા સાથી છે અને રહી ઈમાનની વાત તો તે માત્ર મજાક જ છે. (અલ કુરઆન અલ કરીમ)
આયત ૧૫
પારો: ૧ રુકૂઅ: ૩
اَللّٰهُ یَسْتَهْزِئُ بِهِمْ وَ یَمُدُّهُمْ فِیْ طُغْیَانِهِمْ یَعْمَهُوْنَ
اللَّهُ
અલ્લાહ
يَسْتَهْزِئُ
મજાક (બદલો) કરે છે
بِهِمْ
તેમની સાથે
وَيَمُدُّهُمْ
અને તેમને ઢીલ આપે છે
فِي
માં
طُغْيَانِهِمْ
તેમની સરકશી (અવજ્ઞા)
يَعْمَهُونَ
તેઓ ભટકતા રહે
📌 વિષય: મુનાફિકો
અનુવાદ: ૧૫. અલ્લાહ તઆલા પણ તેઓની સાથે મશ્કરી કરે છે અને તેમને સરકશી તથા બહેકવામાં વધારે ઢીલ આપે છે.
📖 તફસીર:
اَللّٰهُ يَسۡتَهۡزِئُ بِهِمۡ "અલ્લાહ તઆલા પણ તેઓની સાથે મજાક કરે છે" અલ્લાહ તઆલા પણ તેઓની સાથે મજાક કરે છે એનો એક તો મતલબ એ છે કે જેવી રીતે મુસલમાનોની સાથે મજાકનો મામલો કરે છે તો અલ્લાહ તઆલા પણ તેઓની સાથે આવો જ મામલો કરે છે તેમને અપમાનિત કરે છે અને આ મજાક કહેવા પૂરતી‌ છે નહીંતર હકીકતમાં આ મજાક નહીં પરંતુ સજા છે. અને બીજો મતલબ કયામતના દિવસે અલ્લાહ તેમને કહેશે જેમકે સૂરહ હદીદ આયત નં 13 (يَوْمَ يَقُوْلُ الْمُنٰفِقُوْنَ) સ્પષ્ટતા કરવામાં આવી છે. (અહસનુલ બયાન)
આયત ૧૬
પારો: ૧ રુકૂઅ: ૩
اُولٰۤئِكَ الَّذِیْنَ اشْتَرَوُا الضَّلٰلَةَ بِالْهُدٰى ۪ فَمَا رَبِحَتْ تِّجَارَتُهُمْ وَ مَا كَانُوْا مُهْتَدِیْنَ
أُولَٰئِكَ
આ તે લોકો છે
الَّذِينَ
જેમણે
اشْتَرَوُا
ખરીદી લીધી છે
الضَّلَالَةَ
ગુમરાહી (ભટકવું)
بِالْهُدَىٰ
હિદાયત (માર્ગદર્શન) ના બદલામાં
فَمَا
તો ન
رَبِحَت
નફો કર્યો
تِّجَارَتُهُمْ
તેમના વેપારે
وَتَرَكَهُمْ
અને છોડી દીધા તેમને
وَمَا
અને ન
كَانُوا
તેઓ હતા
مُهْتَدِينَ
હિદાયત પામેલા
📌 વિષય: મુનાફિકો
અનુવાદ: ૧૬. આ તે લોકો છે, જેમણે ગુમરાહીને હિદાયતના બદલામાં ખરીદી લીધી છે, પરંતુ તેમનો વેપાર ન લાભકારક થયો , ન તેઓ હિદાયત પ્રાપ્ત કરી શક્યા.
📖 તફસીર:
આયત માં શબ્દ (તિજારત) વેપાર(સોદો)થી આશય હિદાયત(માર્ગદર્શન) ના બદલામાં ગુમરાહી(પથભ્રષ્ટતા)ને ખરીદી લીધી જે બિલકુલ ખોટનો સોદો છે... મુનાફિકોએ જે નિફાકનો લિબાસ પહેરીને ખોટ વાળો સોદો કર્યો જે આખિરતના નુકસાનનો સોદો છે જરૂરી નથી કે દુનિયામાં જ તેઓને તે નુકસાનની માહિતી મળી જાય, પરંતુ દુનિયામાં તો તે નિફાકના કારણે તેમને તુરંત જે ફાયદો પ્રાપ્ત થયો હતો તેના પર તેઓ ખુશ છે અને તે કારણે જ તેઓ પોતાને અકલમંદ અને મુસલમાનોને મૂર્ખ સમજતા હતાં. (અહસનુલ બયાન)
આયત ૧૭
પારો: ૧ રુકૂઅ: ૩
مَثَلُهُمْ كَمَثَلِ الَّذِی اسْتَوْقَدَ نَارًا ۚ فَلَمَّاۤ اَضَآءَتْ مَا حَوْلَهٗ ذَهَبَ اللّٰهُ بِنُوْرِهِمْ وَ تَرَكَهُمْ فِیْ ظُلُمٰتٍ لَّا یُبْصِرُوْنَ
مَثَلُهُمْ
તેમનું ઉદાહરણ
كَمَثَلِ
તે વ્યક્તિના ઉદાહરણ જેવું છે
الَّذِي
જેણે
اسْتَوْقَدَ
સળગાવી
نَارًا
આગ
فَلَمَّا
પછી જ્યારે
أَضَاءَتْ
પ્રકાશિત કરી દીધું તેણે
مَا
જે કંઈ
حَوْلَهُ
તેની આસપાસ હતું
ذَهَبَ
લઈ લીધો
اللَّهُ
અલ્લાહે
بِنُورِهِمْ
તેમનો પ્રકાશ
وَتَرَكَهُمْ
અને છોડી દીધા તેમને
فِي
માં
ظُلُمَاتٍ
અંધકારમાં
لَّا
નથી
يُبْصِرُونَ
તેઓ જોઈ શકતા
📌 વિષય: મુનાફિકો
અનુવાદ: ૧૭. આ લોકોનું ઉદાહરણ તે વ્યક્તિ જેવું છે જેણે અગ્નિ સળગાવી પરંતુ જ્યારે અગ્નિએ તેની આસપાસને પ્રકાશિત કરી દીધું , તો અલ્લાહે તેમનું તેજ છીનવી લીધું અને તેમને અંધારામાં છોડી દીધા , જેઓ જોઈ શકતા નથી.
📖 તફસીર:
અબ્દુલ્લાહ બિન મસ્ઉદ(રઝી.) અને અન્ય સહાબા (રઝી.) એ આનો અર્થ એ બયાન કર્યો છે કે નબી(ﷺ) મદીના તશરીફ લાવ્યા તો કેટલાક લોકો મુસલમાન થઈ ગયા પછી જલ્દીથી તેઓ મુનાફિક બની ગયા... આવા લોકોનું ઉદાહરણ તે વ્યક્તિ જેવું છે જે અંધકારમાં હતો અને તેણે આગ સળગાવી જેનાથી આજુબાજુની વસ્તુઓ પ્રકાશિત થઈ ગઈ જેથી તે નફા-નુકસાન વાળી વસ્તુઓને ઓળખી શકે અને પછી તરતજ તે આગ ઓલવાઈ ગઈ અને ખૂબજ અંધકારમય થઈ ગયો આવો જ હાલ મુનાફિકોનો છે તેઓ શિર્કના અંધકારમાં હતાં અને મુસલમાન થઈ ગયા તો તેમનો માહોલ (આગના પ્રકાશથી) રોશન થઈ ગયો અને તે રોશનીમાં તેઓ હલાલ એટલે કે (નફાકારક વસ્તુ) અને હરામ (નુકસાન કારક વસ્તુ) ઓળખી શકે. પછી પાછા તેઓ કુફ્ર માં પ્રવેશી ગયા જેનાથી તે રોશની જતી રહી અને તેઓ ખૂબજ અંધકારમાં જતાં રહ્યાં એટલે તેઓ સત્યને જોવાં સક્ષમ રહ્યા નહીં
આયત ૧૮
પારો: ૧ રુકૂઅ: ૩
صُمٌّ بُكْمٌ عُمْیٌ فَهُمْ لَا یَرْجِعُوْنَۙ
صُمٌّ
બહેરા છે
بُكْمٌ
મૂંગા છે
عُمْيٌ
આંધળા છે
فَهُمْ
તો તેઓ
لَا
નહીં
يَرْجِعُونَ
પાછા ફરે
📌 વિષય: મુનાફિકો
અનુવાદ: ૧૮. (આ લોકો) બેહરા, મૂંગા અને આંધળા છે, હવે તેઓ પાછા ફરવાના નથી.
📖 તફસીર:
તેઓના‌ બહેરા, મૂંગા, અને આંધળા હોવાનો મતલબ એ નથી કે તેઓની પાસે કાન, જુબાન, અને આંખો નથી પરંતુ આનો અર્થ એ છે કે આ બધું હોવા છતાંય તેનાથી ફાયદો ન ઉઠાવ્યો... જેમકે અલ્લાહ તઆલા ફરમાવે છે કે: "અને અમે તેમના માટે કાન અને આંખો અને દિલ બનાવ્યાં તો ના તેમના કાન‌ તેમને કોઈ કામમાં આવ્યાં અને ના આંખો અને ના દિલ, કારણકે તેઓ અલ્લાહની આયતોનો ઈનકાર કરતાં હતાં." (સૂરહ અહકાફ, આયત નં:- 26) فَهُمْ لَا يَرْجِعُوْنَ: તેઓ પાછા ફરવાના નથી: એટલે કે તેઓએ એવી ગુમરાહીને ખરીદી બેઠા છે હિદાયતના બદલામાં... જ્યાંથી પાછા ફરી શકતાં નથી. (તફસીર અલ કુરઆન)
આયત ૧૯
પારો: ૧ રુકૂઅ: ૩
اَوْ كَصَیِّبٍ مِّنَ السَّمَآءِ فِیْهِ ظُلُمٰتٌ وَّ رَعْدٌ وَّ بَرْقٌ ۚ یَجْعَلُوْنَ اَصَابِعَهُمْ فِیْۤ اٰذَانِهِمْ مِّنَ الصَّوَاعِقِ حَذَرَ الْمَوْتِ ؕ وَ اللّٰهُ مُحِیْطٌۢ بِالْكٰفِرِیْنَ
أَوْ
અથવા
كَصَيِّبٍ
વરસાદ વાળા વાદળ જેવું
مِّنَ
માંથી
السَّمَاءِ
આકાશ
فِيهِ
તેમાં
ظُلُمَاتٌ
અંધકાર છે
وَرَعْدٌ
અને ગર્જના
وَبَرْقٌ
અને વીજળી છે
يَجْعَلُونَ
તેઓ નાખે છે
أَصَابِعَهُمْ
પોતાની આંગળીઓ
فِي
માં
آذَانِهِم
પોતાના કાન
مِّنَ
થી/લીધે
الصَّوَاعِقِ
કડકા (વીજળીના તડાકા)
حَذَرَ
ડરથી
الْمَوْتِ
મોતના
وَاللَّهُ
અને અલ્લાહ
مُحِيطٌ
ઘેરી રાખનાર છે
بِالْكَافِرِينَ
કાફિરો (ઇન્કાર કરનારાઓ) ને
📌 વિષય: મુનાફિકો
અનુવાદ: ૧૯. અથવા આકાશની વર્ષાની જેમ, જેમાં અંધકાર, ગર્જના અને વીજળી હોય. વીજળીની ગર્જનાને લીધે મોતના ડરથી તેઓ પોતાના કાનોમાં આંગળીઓ નાખી લે છે, અને અલ્લાહ તઆલા કાફિરો (સત્યનો ઇન્કાર કરનારાઓ ) ને ઘેરી લેનાર છે.
📖 તફસીર:
આ તેવા મુનાફિકોનુ ઉદાહરણ છે જે લોકો મુસલમાન તો થયાં પરંતુ કાચા ઈમાનના કારણે હંમેશા શંકામાં અને ખચકાટમાં રહ્યા, રાહત અને આસાનીના સમયે સંતુષ્ટ રહેતાં અને તકલીફ કે આજમાઈસનો સામનો થાય તો શંકામાં પડી જતાં. જેમકે અલ્લાહ ફરમાવે છે કે: અને કેટલાક એવા છે જેઓ એક કિનારા પર રહીને અલ્લાહની બંદગી કરે છે પછી તેમને ભલાઈ મળે તો સંતુષ્ટ થઈ જાય છે અને જો કોઈ આફત(આજમાઈસ) આવી જાય તો મોઢું ફેરવીને પાછા ફરી જાય છે તેઓએ જ દુનિયા અને આખિરતનુ નુકસાન ઉઠાવ્યું છે." (સૂરહ હજ, આયત નં:- 11) આના પછીનું આયતમા તેઓની શંકા અને ખચકાટનું બયાન છે કે રોશની થાય છે તો ચાલી નીકળે છે અને અંધારું થાય છે ઉભા રહે છે. (ઈબ્ને કષીર) વરસાદથી આશય ઈસ્લામ અને અંધકાર અને ગર્જનાથી આશય તકલીફો અને મુસીબતો છે જે ઈસ્લામના માર્ગ પર‌ ચાલવાથી આવે છે, ચમકથી આશય મુસલમાનોની મળતી સફળતા અને વિજળીના કડાકાથી આશય જિહાદના અહકામ છે, જેમાં મુનાફિકોને મૌત નજર આવે છે. (તફસીર અલ કુરઆન)
આયત ૨૦
પારો: ૧ રુકૂઅ: ૩
یَكَادُ الْبَرْقُ یَخْطَفُ اَبْصَارَهُمْ ؕ كُلَّمَاۤ اَضَآءَ لَهُمْ مَّشَوْا فِیْهِ ۙ وَ اِذَاۤ اَظْلَمَ عَلَیْهِمْ قَامُوْا ؕ وَ لَوْ شَآءَ اللّٰهُ لَذَهَبَ بِسَمْعِهِمْ وَ اَبْصَارِهِمْ ؕ اِنَّ اللّٰهَ عَلٰى كُلِّ شَیْءٍ قَدِیْرٌ٪
يَكَادُ
નજીક છે કે
الْبَرْقُ
વીજળી
يَخْطَفُ
ઉઠાવી લે
أَبْصَارَهُمْ
તેમની આંખોની રોશની
كُلَّمَا
જ્યારે પણ
أَضَاءَ
પ્રકાશ આપે છે
لَهُم
તેમને
مَّشَوْا
તેઓ ચાલે છે
فِيهِ
તેમાં
وَإِذَا
અને જ્યારે
أَظْلَمَ
અંધારું થાય છે
عَلَيْهِمْ
તેમના પર
قَامُوا
તેઓ ઉભા રહી જાય છે
وَلَوْ
અને જો
شَاءَ
ચાહત
اللَّهُ
અલ્લાહ
لَذَهَبَ
તો ચોક્કસ લઈ લેત
بِسَمْعِهِمْ
તેમના કાનની શક્તિ
وَأَبْصَارِهِمْ
અને તેમની આંખોની શક્તિ
إِنَّ
નક્કી
اللَّهَ
અલ્લાહ
عَلَىٰ
પર
كُلِّ
દરેક
شَيْءٍ
વસ્તુ
قَدِيرٌ
કુદરત રાખનાર (શક્તિમાન) છે
📌 વિષય: અલ્લાહ 🔹 પેટા વિષય: અલ્લાહની સર્વશક્તિ
અનુવાદ: ૨૦. (એવુ લાગે છે કે) તરત જ વિજળી તેમની આંખોની દ્રષ્ટિને ઝુંટવી લેંશે, જ્યારે વીજળીથી કંઈક પ્રકાશ થાય છે તો તેમાં ચાલવા લાગે છે અને જ્યારે અંધારુ થાય છે, તો ઉભા રહી જાય છે. અને જો અલ્લાહ તઆલા ઇચ્છતો, તો તેમની સાંભળવાની શક્તિ અને જોવાની દ્રષ્ટિ છીંનવી લે, બેશક અલ્લાહ તઆલા દરેક વસ્તુ પર કુદરત ધરાવે છે.
📖 તફસીર:
આ કેટલાક મુનાફિકોના જૂથનો ઉલ્લેખ છે. જેમના પર ક્યારેક હક(સત્ય) સ્પષ્ટ હોય છે તો ક્યારેક તેઓ શંકાના દાયરામાં હોય છે. જેથી તેમના હૃદયમાં રહેલી શંકા કુફ્ર અને દંભ તે વરસતા વરસાદની જેમ છે જે અંધકારમાં શંકા, કુફ્ર અને દંભ રૂપે ઉતરે છે. થોડીક ગર્જના થાય તો તેમના‌ દિલ કાંપી ઊઠે છે ડરના માર્યા તેઓ પોતાની આંગળીઓ પોતાના કાનમાં નાંખી દે છે. પરંતુ તેમની આ કોશિશ તેમને અલ્લાહની ગિરફ્તારીથી‌ નહીં બચાવી શકે કારણ કે તેઓને અલ્લાહે ચારેબાજુથી ઘેરી લીધા છે. ક્યારેક તેઓ હક(સત્ય) તરફ ઝુકી જાય છે પરંતુ જ્યારે ઈસ્લામ અથવા મુસલમાનો પર મુશ્કેલીઓ આવે છે તો હેરાન પરેશાન થઈને ઈસ્લામથી મોઢું ફેરવી લે છે (ઈબ્ને કષીર) મુનાફિકોનુ આ જૂથ અંતિમ સમય સુધી શંકા માં અને ખચકાટમાં રહે છે અને હક કબૂલવાથી (એટલે કે ઈસ્લામથી) વંચિત રહે છે. اِنَّ اللّٰهَ عَلٰى كُلِّ شَىۡءٍ قَدِيۡرٌ: "નિઃશંક અલ્લાહ દરેક વસ્તુ પર કુદરત ઘરાવે છે:" આ શબ્દોમાં એક ચેતવણી છે કે જો અલ્લાહ તઆલા ઈચ્છે તો તે પોતાની આપેલી ક્ષમતાઓને છીનવી લે. એટલા માટે જ મનુષ્યોએ અલ્લાહ તઆલાના આદેશોની અવગણના અને તેના અઝાબથી બેખૌફ રહેવું નહીં. (અહસનુલ બયાન)
આયત ૨૧
પારો: ૧ રુકૂઅ: ૪
يٰۤاَيُّهَا النَّاسُ اعْبُدُوْا رَبَّكُمُ الَّذِيْ خَلَقَكُمْ وَالَّذِيْنَ مِنْ قَبْلِكُمْ لَعَلَّكُمْ تَتَّقُوْنَ
يَا أَيُّهَا
હે
النَّاسُ
લોકો
اعْبُدُوا
ઇબાદત (બંદગી) કરો
رَبَّكُمُ
પોતાના રબ (પાલનહાર) ની
الَّذِي
જેણે
خَلَقَكُمْ
તમને પેદા કર્યા
وَالَّذِينَ
અને તે લોકોને પણ જે
مِنْ
થી
قَبْلِكُمْ
તમારા પહેલા હતા
لَعَلَّكُمْ
જેથી તમે
تَتَّقُونَ
ડરવાવાળા (પરહેઝગાર) બની જાઓ
📌 વિષય: તૌહીદ, તકવા 🔹 પેટા વિષય: ફક્ત અલ્લાહની જ ઈબાદત
અનુવાદ: (૨૧). હે લોકો પોતાના એ રબની ઈબાદત કરો જેણે તમને અને તમારાથી પહેલાંના લોકોને પૈદા કર્યા કે જેથી તમે પરહેઝગાર બની જાઓ.
📖 તફસીર:
હિદાયત(એટલે માર્ગદર્શન) ઝલાલત (એટલે પદભ્રષ્ટતા)ના અનુસાર મનુષ્યોના ત્રણ જૂથોના વર્ણન પછી અલ્લાહ તઆલાની વહદાનિયત(એક હોવું) અને ફક્ત તેની જ ઈબાદતનું ‌આમંત્રણ (દાવત) તમામ મનુષ્યોને આપવામાં આવે છે...(અહસનુલ બયાન)

હવે, તમામ લોકોને સંબોધન સાથે, મુખ્ય વાત રજૂ કરવામાં આવી રહી છે, જે આ કિતાબની દાવતનો ખાસ હેતુ છે, જેના માટે કિતાબો પ્રગટ થઈ હતી અને પયગંબરોને મોકલવામાં આવ્યા હતા, અને તે છે તૌહીદની દાવત... એટલે કે અલ્લાહને એક માનવું અને તેની ઈબાદત અને દુઆમાં કોઈને શામેલ કરવું નહીં...
તૌહીદ માટેની પ્રથમ દલીલમાં જણાવ્યું છે કે હું તમારો રબ છું અને તમારું પાલનપોષણ કરું છું અને તમારી દરેક જરૂરિયાત પૂરી કરું છું.
બીજી દલીલ તેની એ નેમત ની છે જે રબ હોવા પહેલાની છે અને તે છે તેણે તમારું સર્જન કર્યું તેના પછી બીજી બધી નેમત છે,
કુરઆન આ દલીલ પર ખૂબજ જોર આપે છે અને તેને અનેકવાર બયાન‌ કરે છે એટલા માટે કે કાફિરો પણ માનતાં હતાં કે અલ્લાહ તઆલા જ ખાલિક (એટલે કે સર્જનહાર) છે
સૂરહ ઝુખરુફ આયત નં 87 માં છે કે "અને ખરેખર જો તમે એમને પૂછો કે તમને કોણે પેદા કર્યા છે તો તેઓ પોતે કહેશે કે અલ્લાહે"

تَتَّقُوْنَ: "તમારો બચાવ છે"...એટલે કે અલ્લાહની પકડથી અને જહન્નમથી બચી જાવ (તફસીર અલ કુરઆન)
આયત ૨૨
પારો: ૧ રુકૂઅ: ૪
الَّذِيْ جَعَلَ لَكُمُ الْاَرْضَ فِرَاشًا وَّالسَّمَآءَ بِنَآءً وَّاَنْزَلَ مِنَ السَّمَآءِ مَآءً فَاَخْرَجَ بِهٖ مِنَ الثَّمَرٰتِ رِزْقًا لَّكُمْ ۚ فَلَا تَجْعَلُوْا لِلّٰهِ اَنْدَادًا وَّاَنْتُمْ تَعْلَمُوْنَ
الَّذِي
જેણે
جَعَلَ
બનાવી
لَكُمُ
તમારા માટે
الْأَرْضَ
ધરતીને
فِرَاشًا
બિછાણું
وَالسَّمَاءَ
અને આકાશને
بِنَاءً
છત
وَأَنزَلَ
અને ઉતાર્યું
مِنَ
માંથી
السَّمَاءِ
આકાશ
مَاءً
પાણી (વરસાદ)
فَأَخْرَجَ
પછી તેના દ્વારા નીકાળ્યા
بِهِ
તેનાથી
مِنَ
માંથી
الثَّمَرَاتِ
ફળો
رِزْقًا
રોજી તરીકે
لَّكُمْ
તમારા માટે
فَلَا
તો ન
تَجْعَلُوا
બનાવો
لِلَّهِ
અલ્લાહ માટે
أَندَادًا
કોઈ ભાગીદાર/સમકક્ષ
وَأَنتُمْ
જ્યારે કે તમે
تَعْلَمُونَ
જાણો છો
📌 વિષય: અલ્લાહ 🔹 પેટા વિષય: અલ્લાહની કૃપા
અનુવાદ: (૨૨). જેણે તમારા માટે ઘરતીને પાથરણું અને આકાશને છત બનાવી અને આકાશથી પાણી વરસાવીને તેનાથી ફળો પૈદા કરીને તમને રોજી આપી, ખબરદાર તો પછી આ જાણીને અલ્લાહના‌ ભાગીદાર ન ઠેરવો.
📖 તફસીર:
એટલે કે તમને અને તમારા બાપ-દાદાઓને પૈદા કર્યા પછી તમારા લોકોની જરૂરિયાત પૂરી કરવા માટે તમને કોઈ બીજી હસ્તીના હવાલે નથી કર્યા પરંતુ તમારા માટે દરેક વસ્તુનો બંદોબસ્ત પણ કરી આપ્યો જેમકે જમીનને તમારા માટે પાથરણાં સમાન બનાવી જેથી જમીન સમતલ રહે અને તમે હરીફરી શકો, આકાશને છત રૂપે બનાવીને પછી આકાશથી પાણી વરસાવ્યું અને તે પાણીથી જમીનમાંથી અલગ અલગ પૈદાવાર અને ફળો ઉત્ત્પન્ન કરીને તમને જીવિકા પ્રદાન કરી જ્યારે તમે આ બધું જ જાણો છો તો તમારા માટે જરૂરી છે કે અલ્લાહના માટે કોઈને પણ ભાગીદાર ન બનાવો અને જો એવું જ હોય તો અલ્લાહની‌ જમીનથી નીકળીને પોતાના ઘડેલ દાતાઓની‌ જમીન પર જતાં રહો તે દાતાઓના આકાશ નીચે રહો અને તે દાતાઓએ બનાવેલ જીવિકા ખાઓ... (તફસીર અલ કુરઆન)
આયત ૨૩
પારો: ૧ રુકૂઅ: ૪
وَاِنْ كُنْتُمْ فِيْ رَيْبٍ مِّمَّا نَزَّلْنَا عَلٰى عَبْدِنَا فَاْتُوْا بِسُوْرَةٍ مِّنْ مِّثْلِهٖ ۖ وَادْعُوْا شُهَدَآءَكُمْ مِّنْ دُوْنِ اللّٰهِ اِنْ كُنْتُمْ صٰدِقِيْنَ
وَإِن
અને જો
كُنتُمْ
તમે હોવ
فِي
માં
رَيْبٍ
શંકા
مِّمَّا
તેના વિશે જે
نَزَّلْنَا
અમે ઉતાર્યું છે
عَلَىٰ
પર
عَبْدِنَا
અમારા બંદા (મુહમ્મદ સ.અ.વ.)
فَأْتُوا
તો લઈ આવો
بِسُورَةٍ
એક સૂરહ
مِّن
માંથી
مِّثْلِهِ
આના જેવી
وَادْعُوا
અને બોલાવી લો
شُهَدَاءَكُم
તમારા મદદગારો (સાક્ષીઓ) ને
مِّن
થી
دُونِ
સિવાય
اللَّهِ
અલ્લાહ
إِن
જો
كُنتُمْ
તમે હોવ
صَادِقِينَ
સાચા
📌 વિષય: કુરઆન 🔹 પેટા વિષય: અલ્લાહની ચેલેન્જ
અનુવાદ: (૨૩). અને અમે પોતાના બંદા પર જે (કુરઆન) ઉતાર્યું (અર્થાત્ અવતરિત કર્યું) છે તેમાં જો તમને શંકા હોય અને તમે સાચા હોય તો આના જેવી એક સૂરહ બનાવી લાવો, તમને છૂટ છે કે અલ્લાહ સિવાય પોતાના તમામ મદદગારોને પણ બોલાવી લો.
📖 તફસીર:
સૂરહની‌ શરૂઆતમાં અલ્લાહ તઆલાએ આ કિતાબને ”لَا رَيْبَ فِيْهِ“ કહીને ફરમાવ્યું કે (આમાં કોઈ શંકા નથી) છતાંય જો તમે શંકાના‌ શિકાર થયાં છો તો આના જેવી એક સૂરહ બનાવી લાવો...
પાછલી આયતોમાં શિર્કને હરામ અને તૌહીદની દાવત(આમંત્રણ) છે અને આ આયતમા પયગંબર મુહમ્મદ(ﷺ) ની રિસાલત(પ્રબોધક) પર ઈમાન લાવવાની દાવત(આમંત્રણ છે)

عَبْدِنَا: અમારા બંદાથી આશય ખાસ બંદા એટલે કે પયગંબર મુહમ્મદ(ﷺ) (તફસીર અલ કુરઆન)
આયત ૨૪
પારો: ૧ રુકૂઅ: ૪
فَاِنْ لَّمْ تَفْعَلُوْا وَلَنْ تَفْعَلُوْا فَاتَّقُوا النَّارَ الَّتِيْ وَقُوْدُهَا النَّاسُ وَالْحِجَارَةُ ۖ اُعِدَّتْ لِلْكٰفِرِيْنَ
فَإِن
પછી જો
لَّمْ
تَفْعَلُوا
તમે કરી શકો
وَلَن
અને કદાપિ નહી
تَفْعَلُوا
તમે કરી શકશો
فَاتَّقُوا
તો ડરો
النَّارَ
તે આગથી
الَّتِي
જેનું
وَقُودُهَا
બળતણ
النَّاسُ
માણસો
وَالْحِجَارَةُ
અને પથ્થરો છે
أُعِدَّتْ
તૈયાર કરવામાં આવી છે
لِلْكَافِرِينَ
કાફિરો માટે
📌 વિષય: જહન્નમ, કાફિર
અનુવાદ: (૨૪). પછી જો તમે નથી કરી શકતા અને કદાપિ તમે નહીં જ કરી શકો તો (આ અલ્લાહના કલામને સત્ય માનીને) એ આગથી ડરો જેનું ઈંધણ મનુષ્ય અને પથ્થર છે જે કાફિરો માટે જ તૈયાર કરવામાં આવી છે.
📖 તફસીર:
આ કુરઆનની સત્યતાની‌ વધુ‌ એક સ્પષ્ટ દલીલ છે કે અરબ અને અઝમ(ગૈર અરબી) તમામ કાફિરોને ચેલેન્જ આપી દેવામાં આવી પરંતુ આજ સુધી તેનો જવાબ આપી શક્યા નથી અને બેશક કયામત સુધી જવાબ નહીં આપી શકે...
પથ્થરથી આશય ઈબ્ને અબ્બાસના કથન મુજબ ગંદા પથ્થર તથા અન્ય કેટલાકના મતે તે પથ્થરની મૂર્તિઓ પણ જહન્નમનું ઈંધણ હશે જેની લોકો દુનિયામાં પુજા કરતાં રહ્યાં જેમકે કુરઆનમાં અન્ય જગ્યાએ બયાન છે...
اِنَّكُمْ وَمَا تَعْبُدُوْنَ مِنْ دُوْنِ اللّٰهِ حَصَبُ جَهَنَّمَ ۭ اَنْتُمْ لَهَا وٰرِدُوْنَ
"તમે અને જેમની તમે પુજા કરો છો (તે ઉપાસ્યો) જહન્નમનું ઈંધણ હશે." (સૂરહ અંબિયા:- 98) (અહસનુલ બયાન)

اُعِدَّتْ لِلْكٰفِرِيْنَ: આનાથી જાણવા મળે છે કે જહન્નમની આગ કાફિરો માટે જ બનાવવામાં આવી છે. (તફસીર અલ કુર‌‌આન)
આયત ૨૫
પારો: ૧ રુકૂઅ: ૪
وَبَشِّرِ الَّذِيْنَ اٰمَنُوْا وَعَمِلُوا الصّٰلِحٰتِ اَنَّ لَهُمْ جَنّٰتٍ تَجْرِيْ مِنْ تَحْتِهَا الْاَنْهٰرُ ؕ كُلَّمَا رُزِقُوْا مِنْهَا مِنْ ثَمَرَةٍ رِّزْقًا ۙ قَالُوْا هٰذَا الَّذِيْ رُزِقْنَا مِنْ قَبْلُ ۙ وَاُتُوْا بِهٖ مُتَشَابِهًا ؕ وَلَهُمْ فِيْهَاۤ اَزْوَاجٌ مُّطَهَّرَةٌ ۙ وَّهُمْ فِيْهَا خٰلِدُوْنَ
وَبَشِّرِ
અને ખુશખબરી આપી દો
الَّذِينَ
તે લોકોને જેઓ
آمَنُوا
ઈમાન લાવ્યા
وَعَمِلُوا
અને જેમણે કર્યા
الصَّالِحَاتِ
નેક (સારા) કામો
أَنَّ
કે નક્કી
لَهُمْ
તેમના માટે
جَنَّاتٍ
બાગો (જન્નતો) છે
تَجْرِي
વહે છે
مِن
થી
تَحْتِهَا
તેની નીચે
الْأَنْهَارُ
નહેરો
كُلَّمَا
જ્યારે પણ
رُزِقُوا
તેમને રોજી આપવામાં આવશે
مِنْهَا
તેમાંથી
مِن
કોઈ
ثَمَرَةٍ
ફળની
رِّزْقًا
ખોરાક તરીકે
قَالُوا
તેઓ કહેશે
هَٰذَا
આ તો એ જ છે
الَّذِي
જે
رُزِقْنَا
આપણને આપવામાં આવ્યું હતું
مِن
થી
قَبْلُ
પહેલાં
وَأُتُوا
અને તેમને આપવામાં આવશે
بِهِ
તે
مُتَشَابِهًا
મળતું-આવતું (એક સરખું)
وَلَهُمْ
અને તેમના માટે
فِيهَا
તેમાં
أَزْوَاجٌ
પત્નીઓ હશે
مُّطَهَّرَةٌ
પાક-સાફ
وَهُمْ
અને તેઓ
فِيهَا
તેમાં
خَالِدُونَ
હંમેશા રહેશે
📌 વિષય: ઈમાન 🔹 પેટા વિષય: ઈમાનવાળાઓને બદલો
અનુવાદ: (૨૫). અને ઈમાનવાળાઓ તથા નેક કામ કરનારાઓને તે જન્નતની ખુશખબરી આપો જેની નીચે નહેરો વહે છે. જ્યારે પણ તેમને તે ફળો ખાવા માટે આપવામાં આવશે જે (દુનિયાના ફળોથી) મલતા-જૂલતા હશે તો કહેશે આ તે જ (વસ્તુ) છે જે અમને આના પહેલાં(દુનિયામાં) આપ્યાં હતાં, અને તેમના માટે પવિત્ર પત્નીઓ હશે અને તેઓ તેમાં હંમેશા રહેશે.
📖 તફસીર:
وَبَشِّرِ الَّذِيۡنَ اٰمَنُوۡا وَ عَمِلُوا الصّٰلِحٰتِ
ખુશખબરી આપો... પણ કોને...? જેઓ ઈમાન લાવ્યા તથા નેક અમલ કર્યા તેમને...
કુરઆન કરીમ માં દરેક જગ્યાએ ઈમાનની સાથે નેક અમલ (એટલે કે સારા કાર્ય) નું વર્ણન કરીને એ વાતને સ્પષ્ટ કરી દેવામાં આવી છે કે ઈમાન અને નેક અમલ એકબીજાના પર્યાય છે...
નેક અમલ(સારા કાર્યો) વિના ઈમાનનું ફળ મળી શકતું નથી અને ઈમાન વિના સારા કાર્યોની અલ્લાહની નજરમાં કોઈ કિંમત નથી...
અને તેવા નેક અમલ(સદાચારી કાર્યો) કરો, જે સુન્નત મુજબ હોય અને ફક્ત અલ્લાહની ખુશી અને શુદ્ધ ઈરાદાથી કરવામાં આવે...
અને સુન્નત વિરુદ્ધ કરવામાં આવેલા નેક અમલ પણ અસ્વીકાર્ય છે અને રિયાકારી(એટલે કે દેખાડો કરવા માટે) અને દંભ માટે કરવામાં આવેલા કાર્યો પણ મરદૂદ(મુર્દા) અને નકારવામાં આવે છે...

શબ્દ "مُتَشَابِهًا" નો મતલબ કાં તો જન્નતના‌ તમામ ફળોનું એકબીજાને મલતા-જુલતા હોવું અથવા દુનિયાના ફળો જેવો દેખાવ હોવો...
પરંતુ આ મલતા જુલતા ફક્ત દેખાવા‌ પુરતા કે નામ પ્રમાણેની હદ સુધી જ છે નહીંતર જન્નતના ફળોનો સ્વાદ અને મજા તો દુનિયાના ફળોની સામે કોઈ સરખામણી જ નથી. જન્નતની નેઅમતોની બાબતમાં હદીસમાં આવે છે કે ન કોઈ આંખે જોઈ કે ન કોઈ કાને સાંભળી પરંતુ કોઈ મનુષ્યએ તો દિલમાં પણ ખયાલ નહીં કર્યો હોય.

اَزۡوَاجٌ مُّطَهَّرَةٌ: એટલે કે માસિક સ્રાવ અને અન્ય પેશાબ-પાખના‌ જેવી હાજતથી મુક્ત હશે.

શબ્દ "خٰلِدُوۡنَ" નો અર્થ હંમેશા માટે છે...
જન્નતવાળાઓ હંમેશા જન્નતમાં રહેશે અને ખુશ રહેશે, અને જહન્નમવાળાઓ હંમેશા જહન્નમમાં રહેશે અને પીડા જ ભોગવશે. હદીસમાં છે કે લોકો સ્વર્ગ અને નરકમાં ગયા પછી એક ફરિશ્તો એલાન કરશે કે હે નરકવાળાઓ! હવે કોઈ મૃત્યુ નથી, હે જન્નતવાળાઓ, જે લોકો જેવી હાલતમાં છે હવે તેવી જ હાલતમાં હંમેશા રહેશે. (સહીહ મુસ્લિમ)
આયત ૨૬
પારો: ૧ રુકૂઅ: ૪
إِنَّ اللَّهَ لَا يَسْتَحْيِي أَن يَضْرِبَ مَثَلًا مَّا بَعُوضَةً فَمَا فَوْقَهَا ۚ فَأَمَّا الَّذِينَ آمَنُوا فَيَعْلَمُونَ أَنَّهُ الْحَقُّ مِن رَّبِّهِمْ ۖ وَأَمَّا الَّذِينَ كَفَرُوا فَيَقُولُونَ مَاذَا أَرَادَ اللَّهُ بِهَٰذَا مَثَلًا ۘ يُضِلُّ بِهِ كَثِيرًا وَيَهْدِي بِهِ كَثِيرًا ۚ وَمَا يُضِلُّ بِهِ إِلَّا الْفَاسِقِينَ
إِنَّ
નક્કી
اللَّهَ
અલ્લાહ
لَا
નથી
يَسْتَحْيِي
શરમાતો
أَن
કે
يَضْرِبَ
તે બયાન કરે
مَثَلًا
કોઈ ઉદાહરણ
مَّا
ગમે તે હોય
بَعُوضَةً
એક મચ્છરનું
فَمَا
અથવા તેનાથી પણ
فَوْقَهَا
વધારે
فَأَمَّا
તો પછી
الَّذِينَ
જેઓ
آمَنُوا
ઈમાન લાવ્યા છે
فَيَعْلَمُونَ
તો તેઓ જાણે છે
أَنَّهُ
કે નક્કી તે
الْحَقُّ
સત્ય છે
مِن
તરફથી
رَّبِّهِمْ
તેમના રબની
وَأَمَّا
અને પરંતુ જે લોકો
الَّذِينَ
જેમણે
كَفَرُوا
ઇન્કાર કર્યો
فَيَقُولُونَ
તો તેઓ કહે છે
مَاذَا
શું?
أَرَادَ
ઈચ્છ્યું
اللَّهُ
અલ્લાહએ
بِهَٰذَا
આના દ્વારા
مَثَلًا
ઉદાહરણ તરીકે
يُضِلُّ
તે ગુમરાહ કરે છે
بِهِ
તેના દ્વારા
كَثِيرًا
ઘણા લોકોને
وَيَهْدِي
અને હિદાયત આપે છે
بِهِ
તેના દ્વારા
كَثِيرًا
ઘણા લોકોને
وَمَا
અને નથી
يُضِلُّ
તે ગુમરાહ કરતો
بِهِ
તેના દ્વારા
إِلَّا
સિવાય કે
الْفَاسِقِينَ
નાફરમાનો (ફાસિકો) ને
📌 વિષય: ઉદાહરણ 🔹 પેટા વિષય: મચ્છરનું ઉદાહરણ
અનુવાદ: (૨૬). ખરેખર અલ્લાહ તઆલા કોઈ ઉદાહરણ બયાન કરવાથી શરમાતો નથી ભલે પછી તે મચ્છરનું હોય અથવા તેનાથી પર‌ હલકી વસ્તુ, ઈમાનવાળાઓ તેને પોતાના રબ તરફથી સત્ય સમજે છે અને કાફિરો કહે છે કે આવું ઉદાહરણ આપવાથી અલ્લાહનો મતલબ શું છે? આના દ્રારા ઘણા લોકોને ગુમરાહ કરે છે અને ઘણા લોકોને સત્ય માર્ગ પર લાવે છે. અને ગુમરાહ તો ફક્ત ફાસિકો(અનાદાર કરનારાઓ)ને જ કરે છે.
📖 તફસીર:
આના પહેલાં મુનાફિકો વિષે બે ઉદાહરણો રજૂ થયા, તેમજ કુરઆનમાં માખી(સૂરહ હજ્જ:- 73) તથા કરોળિયા (સૂરહ અન્કબૂત:- 41) તથા કૂતરું (સૂરહ આરાફ:- 176) અને ગધેડા (સૂરહ જુમ્આ:- 5) વગેરે જેવા ઉદાહરણો આપવામાં આવે છે....
તો કાફિરો અને મુનાફિકોએ જ્યારે કુરઆનના ચેલેન્જનો જવાબ આપી ન શક્યા તો વાંધો ઉઠાવીને કહેવા લાગ્યા કે અલ્લાહ તઆલાને આવા ઉદાહરણોની શું જરૂર હતી... (તફસીર અલ કુરઆન)

જ્યારે અલ્લાહ તઆલાએ સ્પષ્ટ દલીલથી કુરઆન ચમત્કાર છે તે સાબિત કરી દીધું તો કાફિરોએ એક બીજા તરીકાથી વાંધો ઉઠાવ્યો અને કહેવા લાગ્યા કે જો આ અલ્લાહનું કલામ હોય તો આટલી મોટી જાતના અવતરણ કરેલા કલામમાં નાની-નાની‌ વસ્તુઓનું ઉદાહરણ ન હોય...
અલ્લાહ તઆલાએ આના જવાબમાં ફરમાવ્યું કે કોઈ વાતને સ્પષ્ટ કરવા અથવા કોઈ હિકમતના કારણે (આ પ્રકારના) ઉદાહરણો બયાન કરવામાં કોઈ હરજ નથી એટલા માટે આમાં શરમ કે હયા પણ નથી...‌.

શબ્દ "فَوْقَھَا" નો અર્થ આનાથી વધારે (એટલે કે મચ્છરથી ઉપર હોય) કે પછી મચ્છરની પાંખો હોય, શબ્દ "فَوْقَھَا" માં બન્ને ભાવાર્થ હોય શકે છે...
અલ્લાહના બયાનકર્તા ઉદાહરણોથી ઈમાનવાળાઓના ઈમાનમાં વધારો અને કાફિરોના કુફ્રમાં વધારો થાય છે અને આ બધું અલ્લાહની કુદરત, તથા કાનૂન અને મરજી પ્રમાણે હોય છે....
જેમકે કુરઆનમાં છે કે "જે તરફ કોઈ ફરે છે અમે તેને તે તરફ જ ફેરવી દઈએ છીએ" (સૂરહ નિસા, આયત નં:-115)

શબ્દ الۡفٰسِقِيۡنَۙ થી આશય‌ આજ્ઞાપાલન થી પૂરેપૂરું નીકળી જવું એટલે કે કુફ્ર છે જેમકે આના પછીની આયતથી સ્પષ્ટ થાય છે...
આયત ૨૭
પારો: ૧ રુકૂઅ: ૪
الَّذِينَ يَنقُضُونَ عَهْدَ اللَّهِ مِن بَعْدِ مِيثَاقِهِ وَيَقْطَعُونَ مَا أَمَرَ اللَّهُ بِهِ أَن يُوصَلَ وَيُفْسِدُونَ فِي الْأَرْضِ ۚ أُولَٰئِكَ هُمُ الْخَاسِرُونَ
الَّذِينَ
તે લોકો જેઓ
يَنقُضُونَ
તોડે છે
عَهْدَ
વચન (કરાર)
اللَّهِ
અલ્લાહનું
مِن
થી
بَعْدِ
પછી (બાદ)
مِيثَاقِهِ
તેને પાકું કર્યા
وَيَقْطَعُونَ
અને કાપે છે
مَا
તેને જેને
أَمَرَ
હુકમ આપ્યો છે
اللَّهُ
અલ્લાહે
بِهِ
તેનો
أَن
કે
يُوصَلَ
તેને જોડવામાં આવે
وَيُفْسِدُونَ
અને ફસાદ કરે છે
فِي
માં
الْأَرْضِ
ધરતી પર
أُولَٰئِكَ
આ જ લોકો
هُمُ
તેઓ પોતે જ
الْخَاسِرُونَ
નુકસાન ઉઠાવનારા છે
📌 વિષય: આદેશ 🔹 પેટા વિષય: વચન ન તોડવું
અનુવાદ: (૨૭). જે લોકો અલ્લાહ તઆલા સાથે કરેલ મજબૂત વચન તોડે છે અને અલ્લાહ તઆલાએ જેને જોડાવાનો હુકમ આપ્યો છે, તેને તોડે છે અને ધરતી પર ફસાદ(બગાડ) ફેલાવે છે, આ જ લોકો નુકસાન ઉઠાવનારા છે.
📖 તફસીર:
મુફસ્સિરીને "વચન" થી અલગ અલગ ભાવાર્થ બયાન કર્યા છે...
(૧). જેમકે અલ્લાહની તે વસીયત જે તેણે નેક કાર્ય કરવા અને બુરા કામોથી દૂર રહેવા માટે અંબિયા(સંદેષ્ટાઓ) દ્રારા કરી...
(૨). તે "વચન" જે એહલે કિતાબ (એટલે કે યહૂદી અને ઈસાઈઓ)થી તૌરાત માં લીધું કે આખરી નબી(ﷺ)ના આવ્યા પછી તમારા માટે એ જરૂરી છે કે તેમને સત્ય માનવું તથા તેમની‌ નબૂવ્વત પર ઈમાન લાવવું...
(૩). તે "વચન" જે આદમની પીઠમાંથી તમામ આદમની ઔલાદ એટલે કે તમામ મનુષ્યો પાસે લેવામાં આવ્યું હતું જેનું વર્ણન કુરઆન માં પણ છે કે:
(وَاِذْ اَخَذَ رَبُّكَ مِنْۢ بَنِيْٓ اٰدَمَ مِنْ ظُهُوْرِهِمْ) (સૂરહ અઆરાફ, આયત નં 172)

يَنۡقُضُوۡنَ: એટલે વચનની કોઈ પરવાહ ન કરવી (ઈબ્ને કષીર)

"આ જ લોકો નુકસાન ઉઠાવનારા છે.."
સ્વાભાવિક વાત છે કે નુકસાન તો અલ્લાહની નાફરમાની કરવાવાળાઓને જ થશે. અલ્લાહ કે તેના પયગંબરો અને સત્ય માર્ગ તરફ બોલાવનારાઓનુ કંઈ પણ બગડવાનું નથી...
આયત ૨૮
પારો: ૧ રુકૂઅ: ૪
كَيْفَ تَكْفُرُونَ بِاللَّهِ وَكُنتُمْ أَمْوَاتًا فَأَحْيَاكُمْ ۖ ثُمَّ يُمِيتُكُمْ ثُمَّ يُحْيِيكُمْ ثُمَّ إِلَيْهِ تُرْجَعُونَ
كَيْفَ
તમે કેવી રીતે
تَكْفُرُونَ
ઇન્કાર કરો છો
بِاللَّهِ
અલ્લાહનો
وَكُنتُمْ
જ્યારે કે તમે હતા
أَمْوَاتًا
નિર્જીવ (મૃત)
فَأَحْيَاكُمْ
તો તેણે તમને જીવતા કર્યા
ثُمَّ
પછી
يُمِيتُكُمْ
તે તમને મોત આપશે
ثُمَّ
પછી
يُحْيِيكُمْ
તે તમને ફરી જીવતા કરશે
ثُمَّ
પછી
إِلَيْهِ
તેની જ તરફ
تُرْجَعُونَ
તમે પાછા ફેરવવામાં આવશો
📌 વિષય: અલ્લાહ 🔹 પેટા વિષય: અલ્લાહ જ મુત્યુ અને જીવન આપનાર છે
અનુવાદ: (૨૮). તમે અલ્લાહ સાથે કઈ રીતે કુફ્ર કરો છો? જ્યારે કે તમે નિર્જીવ હતાં, તો તેણે તમને જીવન આપ્યું, પછી તમને મુત્યુ આપશે પછી ‌જીવિત કરશે, પછી તેની‌ તરફ જ‌ (તમારે) પાછા ફરીને જવાનું છે.
📖 તફસીર:
સૂરહ બકરહની‌ આયત નંબર‌ એકવીસમાં يٰۤاَيُّهَا النَّاسُ اعْبُدُوْا ની સાથે તૌહીદની જે વાત શરૂ થઈ હતી તે જ વાતને આગળ વધારવામાં આવી રહી છે કે અલ્લાહ સાથે તમારા કુફ્ર પર આશ્ચર્ય થાય છે, જેણે તમને જીવન આપ્યું જ્યારે તમે નિર્જીવ હતા, એટલે કે તમારું અસ્તિત્વ જ‌ ન હતું, પછી તે તમને મૃત્યુ આપશે...
જીવન અને મૃત્યુની આ શ્રેણી જે તમારી સામે છે તે અલ્લાહના અસ્તિત્વ અને તૌહીદની પણ દલીલ છે અને તમને ફરીથી જીવિત કરીને અને તેની સમક્ષ રજૂ કરવા માટેની પણ... (તફસીર અલ કુરઆન)

આયતમાં બે મૃત્યુ અને બે જીવનનો ઉલ્લેખ છે. પ્રથમ મૃત્યુ અસ્તીત્વનો(એટલે કે જ્યારે મનુષ્યનુ અસ્તીત્વ ન હતું)તેનો ઉલ્લેખ કરે છે અને પ્રથમ જીવન માતાના ગર્ભથી મૃત્યુ સુધી છે. પછી મૃત્યુ આવશે, અને પછી આખેરતનું જીવન બીજું જીવન હશે, જેનો ઈનકાર કાફિરો અને કયામતનો ઈનકાર કરનારાઓ કરે છે... (અહસનુલ બયાન)
આયત ૨૯
પારો: ૧ રુકૂઅ: ૪
هُوَ الَّذِي خَلَقَ لَكُم مَّا فِي الْأَرْضِ جَمِيعًا ثُمَّ اسْتَوَىٰ إِلَى السَّمَاءِ فَسَوَّاهُنَّ سَبْعَ سَمَاوَاتٍ ۚ وَهُوَ بِكُلِّ شَيْءٍ عَلِيمٌ
هُوَ
તે જ છે
الَّذِي
જેણે
خَلَقَ
પેદા કર્યું
لَكُم
તમારા માટે
مَّا
જે કંઈ પણ
فِي
માં છે
الْأَرْضِ
ધરતી
جَمِيعًا
બધું જ
ثُمَّ
પછી
اسْتَوَىٰ
તેણે ધ્યાન આપ્યું
إِلَى
તરફ
السَّمَاءِ
આકાશ
فَسَوَّاهُنَّ
તો તેને બરાબર ગોઠવી દીધા
سَبْعَ
સાત
سَمَاوَاتٍ
આકાશોમાં
وَهُوَ
અને તે
بِكُلِّ
દરેક
شَيْءٍ
વસ્તુને
عَلِيمٌ
જાણનાર છે
📌 વિષય: અલ્લાહ 🔹 પેટા વિષય: સર્જનહાર
અનુવાદ: (૨૯). તે અલ્લાહ જેણે તમારા માટે જમીનની દરેક વસ્તુઓને પૈદા કરી, પછી આકાશ તરફ ઈરાદો કર્યો, અને તેને બરાબર સાત આકાશો બનાવ્યા અને તે દરેક વસ્તુઓને જાણે છે.
📖 તફસીર:
"જમીનની દરેક વસ્તુઓને પૈદા કરી..."
આનાથી એ દલીલ પકડી શકાય છે કે અલ્લાહે બનાવેલ જમીનની દરેક વસ્તુઓ ફાયદાકારક છે સિવાય તેના જેને કુરઆન અને હદીસમાં હરામ કહેવામાં આવી હોય...

"ઠીકઠાક સાત આકાશો બનાવ્યા..."
આનાથી માલૂમ થાય છે કે સાત આકાશો છે...
આયત ૩૦
પારો: ૧ રુકૂઅ: ૫
وَإِذْ قَالَ رَبُّكَ لِلْمَلَائِكَةِ إِنِّي جَاعِلٌ فِي الْأَرْضِ خَلِيفَةً ۖ قَالُوا أَتَجْعَلُ فِيهَا مَن يُفْسِدُ فِيهَا وَيَسْفِكُ الدِّمَاءَ وَنَحْنُ نُسَبِّحُ بِحَمْدِكَ وَنُقَدِّسُ لَكَ ۖ قَالَ إِنِّي أَعْلَمُ مَا لَا تَعْلَمُونَ
وَإِذْ
અને જ્યારે
قَالَ
કહ્યું
رَبُّكَ
તમારા રબે
لِلْمَلَائِكَةِ
ફરિશ્તાઓને
إِنِّي
નક્કી હું
جَاعِلٌ
બનાવવાનો છું
فِي
માં
الْأَرْضِ
ધરતી
خَلِيفَةً
એક નાયબ (ખલીફા)
قَالُوا
તેમણે કહ્યું
أَتَجْعَلُ
શું તું બનાવીશ
فِيهَا
તેમાં
مَن
તેને જે
يُفْسِدُ
ફસાદ કરશે
فِيهَا
તેમાં
وَيَسْفِكُ
અને વહાવશે
الدِّمَاءَ
લોહી
وَنَحْنُ
જ્યારે કે અમે
نُسَبِّحُ
તસ્બીહ કરીએ છીએ
بِحَمْدِكَ
તારી પ્રશંસા સાથે
وَنُقَدِّسُ
અને પાકીઝગી બયાન કરીએ છીએ
لَكَ
તારા માટે
قَالَ
તેણે કહ્યું
إِنِّي
નક્કી હું
أَعْلَمُ
જાણું છું
مَا
તે જે
لَا
નથી
تَعْلَمُونَ
તમે જાણતા
📌 વિષય: અલ્લાહ, આદમ 🔹 પેટા વિષય: અલ્લાહ અને ફરિશ્તાઓ વચ્ચે વાતચીત
અનુવાદ: (૩૦). અને જ્યારે તમારા રબે ફરિશ્તાઓને કહ્યું કે, હું જમીનમાં ખલીફા બનાવવાનો છું તો તેમણે(એટલે કે ફરિશ્તાઓએ) કહ્યું કે એવા લોકો ને બનાવીશ જે જમીનમાં ફસાદ‌ અને રક્તપાત કરશે, અને અમે તારી તસ્બીહ અને પાકીઝગી બયાન કરીએ છીએ, અલ્લાહે ફરમાવ્યું: જે હું જાણું છું તે તમે નથી જાણતા.
📖 તફસીર:
وَاِذۡ قَالَ رَبُّكَ لِلۡمَلٰٓئِكَةِ ("તમારા રબે ફરિશ્તાઓને ક્હ્યું...")
આ આયતથી એ માલૂમ થાય છે કે ફરિશ્તાઓ એક અલગ અલ્લાહની મખલૂક છે જે મનુષ્યથી પહેલાં જ મૌજુદ છે જેઓ આકાશમાં હોય છે અને અલ્લાહના દરેક આદેશનુ સંપૂર્ણ પાલન કરે છે અને તેની‌ હમ્દ અને ઈબાદતમાં જ વ્યસ્ત રહે છે. ઈમાનના હિસ્સાઓ માંથી એક હિસ્સો એ પણ છે કે ફરિશ્તાઓ પર ઈમાન રાખવું...

اِنِّىۡ جَاعِلٌ فِى الۡاَرۡضِ خَلِيۡفَةً ("હું જમીનમાં ખલીફા બનાવવાનો છું")
ખલીફા એટલે કે વ્યક્તિના મૃત્યુ પછી અથવા તેના ગુમ થવાના કિસ્સામાં કોઈ અન્ય વ્યક્તિ અનુગામી બને છે(એટલે કે તેની જગ્યાએ આવે), અથવા જો તે તમામ બાબતોને જાતે ચલાવવામાં અસમર્થ હોય તો અમુક કિસ્સાઓમાં તેનો નાયબ હોય છે...
અહીં, ખલીફાનો અર્થ અલ્લાહનો ખલીફા લેવો યોગ્ય નથી, કારણ કે અલ્લાહ પર ન તો મૃત્યુ આવશે, ન તો તે ગેરહાજર છે અને ન તો તે તેના કાર્યોમાં કોઈનો મોહતાજ છે...
પરંતુ ઈબ્ને કષીરના કથન મુજબ: ’’قَوْمًا يَخْلُفُ بَعْضُهُمْ بَعْضًا قَرْنًا بَعْدَ قَرْنٍ جِيْلاً بَعْدَ جِيْلٍ‘‘
આમ બીજા શબ્દોમાં ખલીફાનો અર્થ એ છે કે જેઓ પેઢી દર પેઢી એકબીજાના વારસદાર બને. તેવી જ રીતે, ખલીફાથી આશય માત્ર આદમ નથી, પરંતુ સમગ્ર માનવજાતિ છે. તેની દલીલ એ છે કે પૃથ્વી પર ફસાદ અને રક્તપાત આદમનું કામ ન હતું, પરંતુ આદમના બાળકોનુ છે. (ઈબ્ને કષીર)

مَنۡ يُّفۡسِدُ فِيۡهَا وَيَسۡفِكُ الدِّمَآءَۚ ("જે જમીનમાં ફસાદ‌ અને રક્તપાત કરશે")
ફરિશ્તાઓને કેવી રીતે ખબર પડી કે મનુષ્યો પૃથ્વી પર તબાહી મચાવશે..? જવાબ એ છે કે અલ્લાહે તેમને કહ્યું હોય...
તેની દલીલ એ છે કે ફરિશ્તાઓ કહે છે, "તે અમને જે શીખવ્યું છે તે સિવાય અમારી પાસે કોઈ જ્ઞાન નથી." ફરિશ્તાઓનો પ્રશ્ન વાંધો ઉઠાવવાનો ન હતો, પરંતુ માનવ જન્મની હિકમત(શાણપણ) શોધવાનો હતો... (તફસીર અલ કુરઆન)

મનુષ્યના જન્મ પહેલા આ ધરતી પર જિન્નો રહેતા હતા જેઓ ફસાદ, દુષ્કર્મ અને હત્યાઓ કરતા હતા, પછી અલ્લાહે ફરિશ્તાઓની ફોજ મોકલીને આ જીન્નોને સમુદ્ર તરફ ધકેલી દીધા અને આદમ (અ.સ.) તેમના ખલીફા બન્યા. ફરિશ્તાઓની ધારણા હતી કે આદમના પુત્રો પણ ધરતીમાં ફસાદ અને વિનાશનું કારણ બનશે. આ એટલા માટે કે જેમણે(એટલે કે જીન્નોએ) પૃથ્વી પર પહેલા આ જ કાર્ય કર્યું હતું અથવા તે અર્થમાં કે જે વ્યક્તિને પોતાની મન-મરજીની સત્તા સોંપવામાં આવી રહી છે તે ગુનાહિત કૃત્ય અને અતિરેકથી બચી શકશે નહીં. અને આવી રીતે ધરતી પર ફિત્ના અને ફસાદ ફેલાવશે.

اِنِّىۡٓ اَعۡلَمُ مَا لَا تَعۡلَمُوۡنَ ("જે હું જાણું છું તે તમે નથી જાણતા...")
આ ફરિશ્તાઓને અલ્લાહનો ટૂંકમાં જવાબ છે. વિગતવાર જવાબ આગળ આવશે... જો કે, આ આયત પરથી, એ જાણી શકાય છે કે ગૈબ(અદ્રશ્ય કે પરોક્ષ)નુ જ્ઞાન ફરિશ્તાઓને પણ ન હતું. (તયસુરુલ કુરઆન)
આયત ૩૧
પારો: ૧ રુકૂઅ: ૫
وَعَلَّمَ آدَمَ الْأَسْمَاءَ كُلَّهَا ثُمَّ عَرَضَهُمْ عَلَى الْمَلَائِكَةِ فَقَالَ أَنبِئُونِي بِأَسْمَاءِ هَٰؤُلَاءِ إِن كُنتُمْ صَادِقِينَ
وَعَلَّمَ
અને શીખવ્યા તેણે
آدَمَ
આદમ (અ.સ.) ને
الْأَسْمَاءَ
નામો
كُلَّهَا
બધા જ
ثُمَّ
પછી
عَرَضَهُمْ
તેમને રજૂ કર્યા
عَلَى
પર/સામે
الْمَلَائِكَةِ
ફરિશ્તાઓ
فَقَالَ
તો તેણે કહ્યું
أَنبِئُونِي
તમે મને નામ આપો (જણાવો)
بِأَسْمَاءِ
નામો
هَٰؤُلَاءِ
આના/આ વસ્તુઓના
إِن
જો
كُنتُمْ
તમે હોવ
صَادِقِينَ
સાચા
📌 વિષય: અલ્લાહ, આદમ 🔹 પેટા વિષય: અલ્લાહ અને ફરિશ્તાઓ વચ્ચે વાતચીત
અનુવાદ: (૩૧). અને તેણે (અલ્લાહ તઆલાએ) આદમને બધી વસ્તુઓના નામ શીખવ્યા પછી તે વસ્તુઓને ફરિશ્તાઓ સમક્ષ રજૂ કરી દીધી અને ફરમાવ્યું કે જો તમે સાચા હોવ તો આ વસ્તુઓના નામ બતાવો.
📖 તફસીર:
આયત નં 31 માં શબ્દ بِاَسۡمَآئِهِمۡۙ
અલ્લાહે આદમને દરેકના નામ શીખવાડીને...
"અસ્મા" (એટલે કે નામ)થી આશય (વ્યક્તિઓ અને વસ્તુઓ) ના નામો અને તેની વિશેષતાઓ અને ફાયદાઓનુ જ્ઞાન છે, જે અલ્લાહે હઝરત આદમના દિલમાં ઉતાર્યુ અથવા‌ વહી દ્વારા શીખવ્યું હતું. પછી જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે આદમ (અ.સ.) તેમના નામ જણાવો, તો તેમણે તરત જ તેના‌‌ નામ જણાવી‌ દીધા જે ફરિશ્તાઓ ન બતાવી‌ શક્યા હતા. આ રીતે, અલ્લાહે ફરિશ્તાઓને આદમને બનાવવાની હિકમત સમજાવી. (અહસનુલ બયાન)
આયત ૩૨
પારો: ૧ રુકૂઅ: ૫
قَالُوا سُبْحَانَكَ لَا عِلْمَ لَنَا إِلَّا مَا عَلَّمْتَنَا ۖ إِنَّكَ أَنتَ الْعَلِيمُ الْحَكِيمُ
قَالُوا
તેમણે (ફરિશ્તાઓએ) કહ્યું
سُبْحَانَكَ
તું પાક છે
لَا
નથી
عِلْمَ
કોઈ જ્ઞાન
لَنَا
અમારા માટે
إِلَّا
સિવાય કે
مَا
તે જે
عَلَّمْتَنَا
તેં અમને શીખવ્યું છે
إِنَّكَ
નક્કી તું જ
أَنتَ
તું પોતે
الْعَلِيمُ
બધું જાણનાર
الْحَكِيمُ
હિકમતવાળો (યુક્તિવાળો) છે
📌 વિષય: અલ્લાહ, આદમ 🔹 પેટા વિષય: અલ્લાહ અને ફરિશ્તાઓ વચ્ચે વાતચીત
અનુવાદ: (૩૨). એ તમામે કહ્યું, હે અલ્લાહ! તુ પવિત્ર હસ્તી છે, અમને તો બસ એટલું જ જ્ઞાન છે જેટલું તેં અમને શીખવ્યું છે, સંપૂર્ણ જ્ઞાન અને હિકમતવાળો તું જ છે.
📖 તફસીર:
મનુષ્યોને ફરિશ્તાઓ કરતાં જે વધારાનુ વસ્તુ(વિષેશ જ્ઞાન)તથા અકલ આપી હતી તે જમીનની‌ દરેક વસ્તુઓના‌ નામ તથા તેના‌ ગુણધર્મ અને તેનું મહત્વ અને ઉપયોગનું જ્ઞાન, જેના હોવાના કારણે અજાણતી વાતો કે વસ્તુઓ સુધી પહોંચવા (સંશોધન અથવા અનુમાન) કરવાની શક્તિ કે ક્ષમતા, જમીન પર ખિલાફતની વ્યવસ્થાને કાયમ કરવા માટે આ ક્ષમતા ખૂબ જરૂરી હતી જે ફરિશ્તાઓમાં ન હતી.(તયસુરુલ કુરઆન)

બીજું કે દુનિયાની સીસ્ટમ (વ્યવસ્થા)ને ચલાવવા માટે જ્ઞાનનું મહત્વ અને વિશેષતા સમજાવી. જ્યારે આ હિકમત(શાણપણ) અને મહત્વ ફરિશ્તાઓને સ્પષ્ટ થયું ત્યારે તેઓએ પોતાની અજ્ઞાનતાની ભૂલ સ્વીકારી લીધી. ફરિશ્તાઓની આ કબૂલાતથી એ પણ સ્પષ્ટ થઈ ગયું કે ઈલ્મે-ગૈબ(પરોક્ષ જ્ઞાન) માત્ર અલ્લાહને જ‌ ખબર છે અને અલ્લાહના નેક બદાઓને પણ એટલું જ‌ જ્ઞાન હોય છે જેટલું અલ્લાહે તેમને આપ્યું હોય.
(નોંધ:- અલ્લાહના નેક બદાઓથી આશય રસૂલો અને પયગંબરો) (અહસનુલ બયાન)
આયત ૩૩
પારો: ૧ રુકૂઅ: ૫
قَالَ يَا آدَمُ أَنبِئْهُم بِأَسْمَائِهِمْ ۖ فَلَمَّا أَنبَأَهُم بِأَسْمَائِهِمْ قَالَ أَلَمْ أَقُل لَّكُمْ إِنِّي أَعْلَمُ غَيْبَ السَّمَاوَاتِ وَالْأَرْضِ وَأَعْلَمُ مَا تُبْدُونَ وَمَا كُنتُمْ تَكْتُمُونَ
قَالَ
તેણે (અલ્લાહએ) કહ્યું
يَا آدَمُ
હે આદમ
أَنبِئْهُم
તું તેમને બતાવી દે (જણાવી દે)
بِأَسْمَائِهِمْ
તેમના નામો
فَلَمَّا
પછી જ્યારે
أَنبَأَهُم
તેણે તેમને બતાવી દીધા
بِأَسْمَائِهِمْ
તેમના નામો
قَالَ
તેણે કહ્યું
أَلَمْ
શું નથી
أَقُل
મેં કહ્યું
لَّكُمْ
તમને
إِنِّي
કે નક્કી હું
أَعْلَمُ
જાણું છું
غَيْبَ
છૂપી (ગાયબ) વાતો
السَّمَاوَاتِ
આકાશોની
وَالْأَرْضِ
અને ધરતીની
وَأَعْلَمُ
અને હું જાણું છું
مَا
તે જે
تُبْدُونَ
તમે જાહેર કરો છો
وَمَا
અને તે જે
كُنتُمْ
તમે હતા
تَكْتُمُونَ
છુપાવતા
📌 વિષય: અલ્લાહ, આદમ 🔹 પેટા વિષય: અલ્લાહ અને ફરિશ્તાઓ વચ્ચે વાતચીત
અનુવાદ: (૩૩). અલ્લાહ તઆલાએ આદમ(અ.સ.)ને ફરમાવ્યું કે તમે આના નામ બતાવો, જ્યારે તેમણે (એટલે કે આદમ અ.સ. એ) બતાવી દીધા તો (અલ્લાહે) ફરમાવ્યું શું મેં તમને (પહેલાં જ) ન‌ કહ્યું હતું કે જમીન અને આકાશનું ગૈબ(પરોક્ષ નું જ્ઞાન) હું જ જાણું છું અને જે તમે કરો છો અને જે છુપાવો છો તેને પણ હું જાણું છું.
📖 તફસીર:
જ્યારે ફરિશ્તાઓને આદમના જ્ઞાન વિશે ખબર પડી અને તેઓએ પોતાની અજ્ઞાનતાનો સ્વીકાર કર્યો, ત્યારે અલ્લાહે ફરિશ્તાઓને તે કહ્યું જે તેઓ જાણતા ન હતા, અને તે એ હતું કે જો મનુષ્યમાં લાલચ અને દુષ્ટતાનું પાસું હોય, તો ભલાઈ પણ છે અને ભલાઈ પ્રભાવશાળી છે. એટલા માટે જ તેને ખલીફા બનાવવામાં આવી રહ્યો છે અને તે પોતાની બૌદ્ધિક શ્રેષ્ઠતાને કારણે તેને લાયક છે.

આ વાત પરથી એ સ્પષ્ટ થાય છે કે ઈબાદત કરતાં જ્ઞાન શ્રેષ્ઠ છે. ઈબાદતનો સંબંધ માત્ર મખલૂકથી જ છે. જ્યારે કે જ્ઞાનનો સંબંધ સર્જનહાર અને મખલૂક બંને સાથે છે અને સૌથી મોટો આલીમ(વિદ્વાન) અને જાણનાર માત્ર અલ્લાહ જ છે. બેશક મનુષ્ય ફરિશ્તાઓ જેટલી ઈબાદત કરી શકતો નથી. જો કે, જ્ઞાનના આધારે, તેને ફરિશ્તાઓથી શ્રેષ્ઠ જાહેર કરવામાં આવ્યો અને તેને ખિલાફતનો હકદાર બનાવ્યો. (તયસુરુલ કુરઆન)...

...રહી એ વાત કે ફરિશ્તાઓને શા માટે આ જ્ઞાન આપવામાં આવ્યું ન હતું અને શા માટે તેમને જમીનની ખિલાફત સોંપવામાં આવી ન હતી, તો આની હિકમત માત્ર અલ્લાહ સર્વશક્તિમાન સારી રીતે જાણે છે. ફરમાવ્યું:
اِنِّىْۤ اَعْلَمُ مَا لَا تَعْلَمُوْنَ ("બેશક જે હું જાણું છું તે તમે નથી જાણતા")

આના પરથી જાણવા મળે છે કે ફરિશ્તાઓને પણ ઈલ્મે-ગૈબ(પરોક્ષજ્ઞાન) ન હતું...
આયશા રઝી. એ કહ્યું: "જે કોઈ તમને કહે કે નબી ﷺ ઈલ્મે-ગૈબ જાણતા હતા, તો તેણે નિઃશંકપણે જૂઠું કહ્યું છે. અલ્લાહ, સર્વોચ્ચ, કહે છે કે તેના સિવાય કોઈ ઈલ્મે-ગૈબ જાણતું નથી." [સહીહ બુખારી, અત્-તૌહીદ, હદીસ નંબર: 7380]
આયત ૩૪
પારો: ૧ રુકૂઅ: ૫
وَإِذْ قُلْنَا لِلْمَلَائِكَةِ اسْجُدُوا لِآدَمَ فَسَجَدُوا إِلَّا إِبْلِيسَ أَبَىٰ وَاسْتَكْبَرَ وَكَانَ مِنَ الْكَافِرِينَ
وَإِذْ
અને જ્યારે
قُلْنَا
અમે કહ્યું
لِلْمَلَائِكَةِ
ફરિશ્તાઓને
اسْجُدُوا
તમે સજદો કરો
لِآدَمَ
આદમ માટે
فَسَجَدُوا
તો તે બધાએ સજદો કર્યો
إِلَّا
સિવાય
إِبْلِيسَ
ઇબ્લીસના
أَبَىٰ
તેણે ઇન્કાર કર્યો
وَاسْتَكْبَرَ
અને ઘમંડ કર્યો
وَكَانَ
અને તે થઈ ગયો
مِنَ
માંથી
الْكَافِرِينَ
કાફિરો (ઇન્કાર કરનારાઓ)
📌 વિષય: અલ્લાહ, આદમ, ઈબલીસ 🔹 પેટા વિષય: અલ્લાહ અને ફરિશ્તાઓ વચ્ચે વાતચીત, ઈબલીસનો અહંકાર
અનુવાદ: (૩૪). અને જ્યારે અમે ફરિશ્તાઓને કહ્યું કે આદમને સિજદો કરો, તો ઈબલીસના‌ સિવાય બધાએ સિજદો કર્યો. તેણે ઈન્કાર કર્યો, અને ઘમંડ કર્યું અને તે કાફિરોમાંથી જ હતો‌.
📖 તફસીર:
"આદમને સિજદો કરો..."
ઈલ્મ(જ્ઞાન) ફઝીલત આપ્યાં પછી હઝરત આદમ અ.સ. નું આ બીજું સન્માન હતું. સિજદો એટલે જમીન પર‌ પેશાની ટેકવી... આ આદરનો સિજદો હતો. આ પ્રકારનો સિજદો ઈસ્લામિક શરિયત(કાનૂન)માં અલ્લાહ તઆલા સિવાય કોઈના માટે માન્ય નથી...
ફરિશ્તાઓએ અલ્લાહના હુકમથી‌ આદમને સિજદો કર્યો જેથી તેમનુ સન્માન અને ફઝીલત સ્પષ્ટ થઈ જાય, કારણકે આ સિજદો સન્માન અને આદરના સ્વરૂપે હતો ન કે ઈબાદત માટે... હવે તો સન્માન માટે પણ કોઈને સિજદો કરવો માન્ય નથી...(અહસનુલ બયાન)

અબ્દુલ્લાહ બિન અબી ઉફી રઝી. વર્ણન કરે છે કે જ્યારે મુઆઝ રઝી. સીરિયાથી પાછા ફર્યા, ત્યારે તેમણે નબી(ﷺ)ને સિજદો કર્યો, નબી ﷺ એ ફરમાવ્યું: "મુઆઝ આ શું છે?" તેમણે કહ્યું હું શામ(સિરયા) ગયો તો મેં જોયું કે (ત્યાંના લોકો) પોતાના પાદરીઓને અને મોટા આગેવાનોને સિજદો કરે છે, તો મેં દિલમાં ચાહ્યું કે અમે પણ આપની સાથે આવી રીતે કરીએ, તો નબી ﷺ એ ફરમાવ્યું: "તમે આવું કામ ન કરો કારણ કે જો હું કોઈને સિજદો કરવાનો હુકમ આપતો તો ઔરતને હુકમ આપતો કે તે પોતાના પતિને સિજદો કરે" (ઈબ્ને માજા, 1853)

પરંતુ અફસોસ કે જાહીલ મુસલમાનો પોતાના પીરો, બાબાઓ અને મજારો પર હાજરી આપે છે તો તેમને સિજદો કરે છે અને તેઓ પણ ખામોશ રહીને લોકોને આવા કરતૂતો કરવામાં પ્રેરિત કરે છે.

"ઈબલીસના‌ સિવાય બધાએ સિજદો કર્યો"
ઈબલીસે સિજદો કરવાથી ઈન્કાર કર્યો, ઈબલીસ જીન્નોમાંથી હતો પરંતુ અલ્લાહે તેને ફરિશ્તાઓ સાથે સામેલ કરી રાખ્યો હતો એટલા માટે અલ્લાહનો હુકમ તેના‌ માટે પણ જરૂરી હતો કે તે સિજદો કરે અને તેણે હસદ અને ઘમંડના કારણે ઈન્કાર કર્યો, હસદ‌ અને ઘમંડ જેવા ગુનાહની શરૂઆત સૌથી પહેલાં ઈબલીસે કરી...
અબ્દુલ્લાહ બિન મસઉદ રઝી. બયાન કરે છે કે રસૂલુલ્લાહ ﷺ એ ફરમાવ્યું: "તે વ્યક્તિ જન્નતમાં નહીં જાય જેના દિલમાં ઝર્રા બરાબર પણ તકબ્બૂર(ઘમંડ) હશે." (સહીહ મુસ્લિમ, ૨૬૬)
આયત ૩૫
પારો: ૧ રુકૂઅ: ૫
وَقُلْنَا يَا آدَمُ اسْكُنْ أَنتَ وَزَوْجُكَ الْجَنَّةَ وَكُلَا مِنْهَا رَغَدًا حَيْثُ شِئْتُمَا وَلَا تَقْرَبَا هَٰذِهِ الشَّجَرَةَ فَتَكُونَا مِنَ الظَّالِمِينَ
وَقُلْنَا
અને અમે કહ્યું
يَا آدَمُ
હે આદમ
اسْكُنْ
તું રહે
أَنتَ
તું પોતે
وَزَوْجُكَ
અને તારી પત્ની
الْجَنَّةَ
જન્નતમાં
وَكُلَا
અને તમે બંને ખાઓ
مِنْهَا
તેમાંથી
رَغَدًا
ખુલ્લેથી/મન ભરીને
حَيْثُ
જ્યાંથી પણ
شِئْتُمَا
તમે બંને ચાહો
وَلَا
અને ન
تَقْرَبَا
તમે બંને નજીક જશો
هَٰذِهِ
الشَّجَرَةَ
ઝાડની
فَتَكُونَا
નહીંતર તમે બંને થઈ જશો
مِنَ
માંથી
الظَّالِمِينَ
ઝાલિમો (ગુનેગારો)
📌 વિષય: આદમ
અનુવાદ: (૩૫). અને અમે કહી દીધું, હે આદમ! તમે અને તમારી પત્ની જન્નતમાં રહો અને જ્યાંથી ઈચ્છો પેટ ભરીને ખાઓ- પીઓ, પરંતુ આ ઝાડ નજીક પણ ન જશો, નહિંતર જાલિમ થઈ જશો.
📖 તફસીર:
"તમે અને તમારી પત્ની જન્નતમાં રહો"
આ હઝરત‌ આદમ અ.સ. ની ત્રીજી ફઝીલત છે કે જન્નતને તેમના માટે નિવાસ્થાન બનાવ્યું.

"પરંતુ આ ઝાડ નજીક પણ ન જશો"
આ ઝાડ શેનું હતું? તે વિષે કુરઆન કે હદીસમાં કોઈ સ્પષ્ટતા નથી કરી અને ઝાડ વિષે જાણવાની કોઈ જરૂર કે ફાયદો પણ નથી. (અહસનુલ બયાન)
આયત ૩૬
પારો: ૧ રુકૂઅ: ૫
فَأَزَلَّهُمَا الشَّيْطَانُ عَنْهَا فَأَخْرَجَهُمَا مِمَّا كَانَا فِيهِ ۖ وَقُلْنَا اهْبِطُوا بَعْضُكُمْ لِبَعْضٍ عَدُوٌّ ۖ وَلَكُمْ فِي الْأَرْضِ مُسْتَقَرٌّ وَمَتَاعٌ إِلَىٰ حِينٍ
فَأَزَلَّهُمَا
પછી ફોસલાવી દીધા તે બંનેને
الشَّيْطَانُ
શૈતાને
عَنْهَا
ત્યાંથી (તે ઝાડથી)
فَأَخْرَجَهُمَا
પછી નીકળી દીધા તે બંનેને
مِمَّا
તેમાંથી જેમાં
كَانَا
તે બંને હતા
فِيهِ
તેમાં (એટલે કે એ આરામમાંથી)
وَقُلْنَا
અને અમે કહ્યું
اهْبِطُوا
તમે બધા નીચે ઉતરી જાઓ
بَعْضُكُمْ
તમારામાંથી એકબીજા
لِبَعْضٍ
ના
عَدُوٌّ
દુશ્મન છે
وَلَكُمْ
અને તમારા માટે
فِي
માં
الْأَرْضِ
ધરતી
مُسْتَقَرٌّ
ઠેકાણું (રહેઠાણ)
وَمَتَاعٌ
અને ફાયદો (સામાન) છે
إِلَىٰ
સુધી
حِينٍ
એક નક્કી સમય
📌 વિષય: શયતાન, આદમ
અનુવાદ: (૩૬). પરંતુ શયતાને તેમને ફોસલાવીને ત્યાંથી કઢાવી જ દીધા, અને અમે કહી દીધું કે "ઉતરો" તમે એકબીજાના દુશ્મન છો, અને તમારે એક નિર્ધારિત સમય સુધી ધરતી પર રોકાવવાનુ અને ફાયદો ઉઠાવવાનો છે.
📖 તફસીર:
"શયતાને તેમને ફોસલાવીને ત્યાંથી કઢાવી જ દીધા..."
શયતાન જન્નતમાં દાખલ થઈને રૂબરૂ તેમને ફોસલાવી દીધાં કે પછી વસવસાથી તે બાબતમાં કોઈ સ્પષ્ટતા નથી... પરંતુ આ સ્પષ્ટ છે કે જેમ સિજદાના આદેશ સમયે તેણે અલ્લાહના આદેશના વિરોધમાં અનુમાનથી‌ કામ કરીને સિજદાનો ઈન્કાર કર્યો તેવી જ રીતે આ મૌકા પર અલ્લાહ તઆલાનો આદેશ (وَلَا تَقْرَبَا એટલે કે આ ઝાડ નજીક ન જશો) નું અર્થઘટન કરીને હઝરત આદમને બહકાવવામા સફળ થઈ ગયો... જેની તફસીર સૂરહ આરાફમાં આવશે અને અલ્લાહના આદેશના વિરોધમાં અનુમાન તથા અર્થઘટન પણ સૌથી પહેલાં શેતાને કર્યું...

"તમે એકબીજાના દુશ્મન છો..." થી આશય આદમ અ.સ. અને શેતાન છે જે એકબીજાના દુશ્મન છે... (અહસનુલ બયાન) તથા આદમ અ.સ. ની તમામ સંતાનો... (સૂરહ કહફ :50)

اِلٰى حِيْنٍ: "નિર્ધારિત સમય સુધી" એટલે કે મૌત સુધી.
આયત ૩૭
પારો: ૧ રુકૂઅ: ૫
فَتَلَقَّىٰ آدَمُ مِن رَّبِّهِ كَلِمَاتٍ فَتَابَ عَلَيْهِ ۚ إِنَّهُ هُوَ التَّوَّابُ الرَّحِيمُ
فَتَلَقَّىٰ
પછી શીખી લીધા (મેળવી લીધા)
آدَمُ
આદમે
مِن
તરફથી
رَّبِّهِ
પોતાના રબ
كَلِمَاتٍ
કેટલાક શબ્દો (દુઆ)
فَتَابَ
તો તેણે તૌબા કબૂલ કરી
عَلَيْهِ
તેના પર
إِنَّهُ
નક્કી તે જ
هُوَ
તે પોતે જ
التَّوَّابُ
તૌબા કબૂલ કરનાર
الرَّحِيمُ
દયાવાળો છે
📌 વિષય: આદમ 🔹 પેટા વિષય: આદમની તૌબા
અનુવાદ: (૩૭). (હઝરત) આદમ અ.સ. એ પોતાના રબ પાસેથી કેટલાક કલમા શીખીને તૌબા કરી, તો અલ્લાહ તઆલાએ તેમની તૌબા‌ કબુલ કરી લીધી, બેશક તે જ તૌબા‌ કબુલ કરવાવાળો ઘણો જ કૃપાળુ છે.
📖 તફસીર:
જ્યારે હઝરત આદમ (અ.સ.) પછતવા સાથે આ દુનિયામાં આવ્યા તો તૌબા અને ઈસ્તિગ્ફાર માં વ્યસ્ત થઈ ગયા અને આવા સમયે પણ અલ્લાહ તઆલાએ માર્ગદર્શન અને મદદ આપી અને તૌબા કરવા માટેના શબ્દો શીખવ્યા જેનું વર્ણન અલ-અરાફમાં કરવામાં આવ્યું છે:
(رَبَّنَا ظَلَمْنَآ اَنْفُسَنَا ۫وَاِنْ لَّمْ تَغْفِرْ لَنَا وَتَرْحَمْنَا لَنَكُوْنَنَّ مِنَ الْخٰسِرِيْنَ) (સૂરહ આરાફ : 23)

કેટલાક લોકો અહીં મનઘડત અને જૂઠી રિવાયત કરે છે કે, હઝરત આદમ અ.સ. એ અર્શ પર لَا اِلٰہ اِلَا اللّٰہ مَحَمَد رَّسُوْلُ اللّٰہ લખાણ જોયું તો મુહમ્મદ ﷺ ના વસીલાથી દુઆ માંગિ તો અલ્લાહએ તેમને માફ કરી દીધા. આ રિવાયતની કોઈ દલીલ નથી અને કુરઆનના વિરુદ્ધ પણ છે કારણ કે અલ્લાહે બતાવેલ તરીકાથી વિરુધ્ધ છે. તમામ અંબીયા અ.સ. એ હંમેશા અલ્લાહથી જ દુઆ કરી છે, કોઈ નબી, વલી, બુઝર્ગનો વાસ્તો અને વસીલો નથી પકડ્યો એટલા માટે નબી ﷺ સહીત તમામ અંબીયા અ.સ.નો દુઆનો તરીકો એ જ છે કે તેઓ અલ્લાહની બારગાહમાં દુઆ કરે છે. (અહસનુલ બયાન)

فَتَابَ عَلَيْهِ: તૌબા‌ કરવા માટે જરૂરી ત્રણ વસ્તુઓ (૧). પોતાના ગુનાહનો એહસાસ, (૨). તેના પર અફસોસ, અને (૩). પછી તે ગુનાહ ન કરવાનો પુખ્ત ઈરાદો...

التَّوَّابُ الرَّحِيْمُ: આનાથી મોટી મહેરબાની શું હોય શકે કે દુઆ શીખવાડી પછી તેને કબૂલ પણ કરી લીધી. (તફસીર અલ કુરઆન)
આયત ૩૮
પારો: ૧ રુકૂઅ: ૫
قُلْنَا اهْبِطُوا مِنْهَا جَمِيعًا ۖ فَإِمَّا يَأْتِيَنَّكُم مِّنِّي هُدًى فَمَن تَبِعَ هُدَايَ فَلَا خَوْفٌ عَلَيْهِمْ وَلَا هُمْ يَحْزَنُونَ
قُلْنَا
અમે કહ્યું
اهْبِطُوا
તમે બધા નીચે ઉતરી જાઓ
مِنْهَا
તેમાંથી
جَمِيعًا
બધા જ
فَإِمَّا
પછી જો
يَأْتِيَنَّكُم
તમારી પાસે આવે
مَّنِّي
મારા તરફથી
هُدًى
કોઈ હિદાયત (માર્ગદર્શન)
فَمَن
તો જેણે
تَبِعَ
પાલન કર્યું
هُدَايَ
મારા માર્ગદર્શનનું
فَلَا
તો નહી
خَوْفٌ
કોઈ ડર હોય
عَلَيْهِمْ
તેમના પર
وَلَا
અને ન
هُمْ
તેઓ
يَحْزَنُونَ
ગમગીન (ઉદાસ) થશે
📌 વિષય: આદમ
અનુવાદ: (૩૮). અમે કહ્યું તમે સૌ અહીંથી ઉતરો, પછી ‌જો તમારી પાસે મારા તરફથી હિદાયત (માર્ગદર્શન) આવે તો જેઓ તે(માર્ગદર્શન)નું અનુસરણ કરશે તેના પર ન કોઈ ડર હશે ન તેઓ ઉદાસ હશે.
📖 તફસીર:
દુઆ કબૂલ કર્યા પછી પણ અલ્લાહ તઆલાએ તેમને બીજીવાર જન્નતમાં રહેવાના બદલે દુનિયામાં જ રહીને જન્નતમાં દાખલો મેળવવા માટેનો નિયમ બતાવ્યો અને હઝરત આદમ અ.સ. ના દ્રારા તમામ આદમની સંતાનોને આ જ રસ્તો બતાવવામાં આવે છે...
કે પયગંબરો દ્રારા મારું માર્ગદર્શન (એટલે કે દુનિયામાં જીવન બસર કરવાના આદેશો) તમારા સુધી પહોંચશે, જે તેનું અનુસરણ કરશે તે જ જન્નતના હકદાર નહીંતર અલ્લાહના અઝાબની સજા પામશે...

"કોઈ ખૌફ કે ગમ નહીં હોય" થી આશય આખિરતમાં છે...
આયત ૩૯
પારો: ૧ રુકૂઅ: ૫
وَالَّذِينَ كَفَرُوا وَكَذَّبُوا بِآيَاتِنَا أُولَٰئِكَ أَصْحَابُ النَّارِ ۖ هُمْ فِيهَا خَالِدُونَ
وَالَّذِينَ
અને જે લોકોએ
كَفَرُوا
ઇન્કાર કર્યો
وَكَذَّبُوا
અને ઝૂઠલાવ્યા
بِآيَاتِنَا
અમારી આયતો (નિશાનીઓ) ને
أُولَٰئِكَ
આ જ લોકો
أَصْحَابُ
સાથીઓ (રહેવાસી)
النَّارِ
આગના છે
هُمْ
તેઓ
فِيهَا
તેમાં
خَالِدُونَ
હંમેશા રહેશે
📌 વિષય: જહન્નમી
અનુવાદ: (૩૯). અને જેઓ ઈનકાર કરીને અમારી‌ આયતોને નકારશે તેઓ જહન્નમી‌ છે અને હંમેશા તેમાં જ રહેશે.
📖 તફસીર:
તફસીર અહીં આવે
આયત ૪૦
પારો: ૧ રુકૂઅ: ૬
يَا بَنِي إِسْرَائِيلَ اذْكُرُوا نِعْمَتِيَ الَّتِي أَنْعَمْتُ عَلَيْكُمْ وَأَوْفُوا بِعَهْدِي أُوفِ بِعَهْدِكُمْ وَإِيَّايَ فَارْهَبُونِ
يَا بَنِي
ઓ સંતાનો (દીકરાઓ)!
إِسْرَائِيلَ
ઇસરાઈલ (યાકૂબ અ.સ.) ના
اذْكُرُوا
યાદ કરો
نِعْمَتِيَ
મારી તે નેઅમત (કૃપા) ને
الَّتِي
જે
أَنْعَمْتُ
મેં ઇનામ કરી (આપી)
عَلَيْكُمْ
તમારા પર
وَأَوْفُوا
અને તમે પૂરું કરો
بِعَهْدِي
મારા વચનને
أُوفِ
હું પૂરું કરીશ
بِعَهْدِكُمْ
તમારા વચનને
وَإِيَّايَ
અને ખાસ મારાથી જ
فَارْهَبُونِ
તો તમે ડરો
📌 વિષય: બની ઈસરાઈલ 🔹 પેટા વિષય: બની ઈસરાઈલ માટે નેઅમત
અનુવાદ: (૪૦). હે ઈસરાઈલની સંતાનો! મારી તે નેઅમતને યાદ કરો જે મેં તમારા પર ઈનામ કરી અને મારાથી કરેલ વચનને પુરું કરો, હું તમને કરેલ વચનને પુરું કરીશ, અને ફક્ત મારાથી જ ડરો.
📖 તફસીર:
હવે અહીંથી ઈસરાઈલની સંતાનોને સંબોધન કરવામાં આવે છે...
ઈસરાઈલ(એટલે કે અલ્લાહનો બંદો) હઝરત યાકુબ અ.સ. નો આ લકબ હતો, યહુદીઓને બની ઈસરાઈલ કહેવામાં આવે છે એટલે કે યાકુબ અ.સ. ની‌ ઔલાદ, કારણ કે હઝરત યાકુબ અ.સ. ના 12 પુત્રો હતાં જેમાંથી યહુદીઓના 12 કબીલા બન્યા અને તેમના માંથી સૌથી વધુ પયગંબરો અને રસૂલો આવ્યાં...

યહુદીઓને અરબમાં પોતાના ઈતિહાસ તથા ધર્મના લીધે અને જ્ઞાની હોવાને કારણે એક ખાસ દરજ્જો હતો એટલા માટે તેમને ભૂતકાળમાં આપેલ અલ્લાહના આ ઈનામો યાદ કરાવવામાં આવે છે... કે તમે મારું વચન પુરું કરો જે તમને આખરી નબીની નબૂવ્વત અને તેના પર ઈમાન લાવવાની બાબતમાં લેવામાં આવ્યું હતું, જો તમે આ વચનને પુરું કરશો તો હું મારા વચનને પુરું કરીશ કે તમારા પરથી તે ભાર ઉતારી દેવામાં આવશે જે તમારી ભુલો અને ગુનાહોને લીધે સજા રૂપે લાદવામાં આવ્યો હતો અને તમને બીજીવાર ઉચ્ચ પદવી આપવામાં આવશે, અને મારાથી ડરો કે હું તમને લગાતાર આ અપમાનતામાં રાખી શકું છું જેમાં તમે પણ છો અને તમારા બાપ-દાદાઓ પણ હતાં...
આયત ૪૧
પારો: ૧ રુકૂઅ: ૬
وَآمِنُوا بِمَا أَنزَلْتُ مُصَدِّقًا لِّمَا مَعَكُمْ وَلَا تَكُونُوا أَوَّلَ كَافِرٍ بِهِ ۖ وَلَا تَشْتَرُوا بِآيَاتِي ثَمَنًا قَلِيلًا وَإِيَّايَ فَاتَّقُونِ
وَآمِنُوا
અને તમે ઈમાન લાવો
بِمَا
તેના પર જે
أَنزَلْتُ
મેં ઉતાર્યું છે
مُصَدِّقًا
તસદીક કરવાવાળું (પુષ્ટિ કરનારું)
لِّمَا
તેની જે
مَعَكُمْ
તમારી પાસે છે
وَلَا
અને ન
تَكُونُوا
તમે બનો
أَوَّلَ
સૌથી પહેલા
كَافِرٍ
ઇન્કાર કરનારા (કાફિર)
بِهِ
તેનો
وَلَا
અને ન
تَشْتَرُوا
તમે વેચો (બદલો)
بِآيَاتِي
મારી આયતોને
ثَمَنًا
કિંમતે
قَلِيلًا
થોડી (મામૂલી)
وَإِيَّايَ
અને ખાસ મારાથી જ
فَاتَّقُونِ
તમે ડરો
📌 વિષય: બની ઈસરાઈલ 🔹 પેટા વિષય: ફરમાબરદારીનો આદેશ
અનુવાદ: (૪૧). અને એ(શરિયત) પર ઈમાન લાવો જેને મેં ઉતારી છે જે પુષ્ટિ કરે છે એ(કિતાબ)ની જે તમારી પાસે છે, અને તમે જ સૌથી પહેલા ઈન્કાર કરનારા ન બનો, અને મારી આયતોને થોડા મૂલ્ય પર ન વેચો, અને ફક્ત મારાથી જ ડરો.
📖 તફસીર:
"આ કિતાબ" શબ્દનો ઈશારો કુરઆન તરફ અથવા મુહમ્મદ ﷺ તરફ છે જો કે બન્ને અર્થ સાચા છે કારણકે બન્ને એકબીજા સાથે જોડાયેલા છે જેણે કુરઆન સાથે કુફ્ર કર્યું (એટલે કે ઈન્કાર કર્યો) તેણે અલ્લાહના પયગંભરો મુહમ્મદ ﷺ સાથે કુફ્ર કર્યું, જેણે અલ્લાહના રસૂલ મુહમ્મદ ﷺ સાથે કુફ્ર કર્યું તેણે કુરઆન સાથે કુફ્ર કર્યું (ઈબ્ને કષીર)

અકીદહ, અંબિયાઓની ખબર, અને આખિરતનો અહેવાલ, દરેક આસમાની કિતાબો માં લગભગ એક સરખો હોય છે, ફરક હોય તો અમુક ચુકાદાઓમાં સંજોગોની જરૂરિયાત અનુસાર હોય છે, હવે જ્યારે કુરઆન તૌરાતની પુષ્ટિ કરે છે તો સૌથી પહેલાં ઈન્કાર કરનારા ન બનો...(તયસીરુલ કુરઆન)

પહેલાં કાફિર(એટલે કે ઈન્કાર કરનારા) ન બનો મતલબ કે:- એક તો તમારી પાસે જે જ્ઞાન (તૌરાત) છે તેનાથી બીજાઓ વંચિત છે, તેથી તમારી જવાબદારી સૌથી વધારે છે. અને બીજું કે મદીનામાં, યહૂદીઓને જ સૌથી પહેલાં ઈમાન લાવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું...
નહિંતર, ઘણા લોકોએ હિજરતથી જ પહેલા ઇસ્લામ સ્વીકારી લીધો હોત, તેથી જ તેમને ચેતવણી આપવામાં આવી રહી છે કે તમે યહૂદીઓમાં સૌ પ્રથમ કાફિર ન બનો. જો તમે આમ કરશો, તો બધા જ યહૂદીઓના કુફ્રની વબાલ તમારા પર પડશે...

થોડા મૂલ્ય પર વેચશો નહીં:- આનો અર્થ એ નથી કે જો તમને ઊંચી કિંમત મળે, તો અલ્લાહના આદેશોનો સોદો કરો. પરંતુ તેનો અર્થ એ છે કે અલ્લાહના આદેશોની તુલનામાં સાંસારિક હિતોને મહત્વ ન આપવું જોઈએ.
અલ્લાહના આદેશો તો એટલા કિંમતી છે કે આખી દુનિયાની સંપત્તિ તેની સરખામણીમાં બિલકુલ નજીવી છે. જો કે આયતમાં મૂળ સંબોધનકર્તા બની ઈસરાયેલ છે, પરંતુ આ હુકમ કયામત સુધી આવનાર લોકો માટે છે, જે પણ આ દુનિયાની ખાતર તેના આદેશો ટાળશે તે આ ચેતવણીમાં સામેલ થશે. (ફત્હુલ કદીર)
આયત ૪૨
પારો: ૧ રુકૂઅ: ૬
وَلَا تَلْبِسُوا الْحَقَّ بِالْبَاطِلِ وَتَكْتُمُوا الْحَقَّ وَأَنتُمْ تَعْلَمُونَ
وَلَا
અને ન
تَلْبِسُوا
તમે ભેળવો (રદબદલ કરો)
الْحَقَّ
સત્યને
بِالْبَاطِلِ
અસત્ય (જૂઠ) સાથે
وَتَكْتُمُوا
અને ન છુપાવો
الْحَقَّ
સત્યને
وَأَنتُمْ
જ્યારે કે તમે
تَعْلَمُونَ
જાણો છો
📌 વિષય: સચ્ચાઈ 🔹 પેટા વિષય: સત્યને અસત્ય સાથે ન ભેળવો
અનુવાદ: (૪૨). અને સત્યની અસત્ય સાથે મિલાવટ ન કરો અને ન સત્યને છુપાઓ, તમને તો પોતાને આનુ જ્ઞાન છે.
📖 તફસીર:
તફસીર અહીં આવે
આયત ૪૩
પારો: ૧ રુકૂઅ: ૬
وَأَقِيمُوا الصَّلَاةَ وَآتُوا الزَّكَاةَ وَارْكَعُوا مَعَ الرَّاكِعِينَ
وَأَقِيمُوا
અને તમે પાબંદીથી કાયમ કરો
الصَّلَاةَ
નમાઝને
وَآتُوا
અને તમે આપો
الزَّكَاةَ
ઝકાત
وَارْكَعُوا
અને તમે રૂકૂઅ કરો (ઝૂકો)
مَعَ
સાથે
الرَّاكِعِينَ
રૂકૂઅ કરવાવાળાઓના
📌 વિષય: નમાઝ, ઝકાત 🔹 પેટા વિષય: નમાઝ ફરજ
અનુવાદ: (૪૩). અને નમાઝ કાયમ કરો, અને ઝકાત (ધર્મદાન) આપો, અને રૂકૂઅ કરનારાઓ (ઝુકનારાઓ) સાથે રૂકૂઅ કરો.
📖 તફસીર:
નમાઝ અને ઝકાત દરેક જમાનામાં ઈસ્લામ ધર્મ નું અગત્યનું અરકાન છે પરંતુ યહુદીઓ નમાઝને જમાઅત સાથે પઢતા ન હતાં અને તેમની નમાઝમાં રુકૂઅ પણ નથી હોતો તેનાથી વધીને તેઓએ નમાઝ પઢવાનુ પણ છોડી દીધું હતું, અને ઝકાત અદા કરવાને બદલે વ્યાજ ખાવાનું શરૂ કરી દીધું હતું, આ આયતમા તેઓને ચેતવણી આપવામાં આવી રહી છે કે હવે દરેક અમલમાં આખરી નબી ﷺ ની પેરવી કરવાની છે જો કે આ આયતની સાથે આનાથી અગાઉની આયતોમાં પણ યહુદીઓ અને મુસલમાનો બન્નેને સંબોધન છે...

આપણી શરિઅતમાં નમાઝને જમાઅત સાથે અદા કરવાની ખૂબ જ ફઝીલત છે અને વગર કારણે જમાઅત છોડવી મોટો ગુનોહ છે જેમ કે ઘણી હદીસોમાં તેનું સ્પષ્ટીકરણ આવે છે...
અબ્દુલ્લાહ બિન ઉંમર (રઝી.): કહે છે કે આપ ﷺ એ ફરમાવ્યું: જમાઅત સાથેની નમાઝ એકલા પઢનાર‌ વ્યક્તિની નમાઝથી સત્તાવીસ ગણો વધારે ષવાબ છે. (સહીહ બુખારી, કિતાબુલ અઝાન, બાબ: ફઝલુસલાતુલ જમાઅત) (તફસીર તયસીરુલ કુરઆન)

આ આયતના ખુલાસા પ્રમાણે યહુદીઓને પોતાના વાયદા પ્રમાણે નબી ﷺ પર ઈમાન લાવીને આ ત્રણેય કામની પાબંદી કરવાનું કહેવામાં આવે છે તથા આ આયતથી એ પણ સ્પષ્ટ થાય છે કે નમાઝ જમાઅત સાથે પઢવી જરૂરી છે. (તફસીર અલ કુરઆન)
આયત ૪૪
પારો: ૧ રુકૂઅ: ૬
أَتَأْمُرُونَ النَّاسَ بِالْبِرِّ وَتَنسَوْنَ أَنفُسَكُمْ وَأَنتُمْ تَتْلُونَ الْكِتَابَ ۚ أَفَلَا تَعْقِلُونَ
أَتَأْمُرُونَ
શું તમે હુકમ આપો છો
النَّاسَ
લોકોને
بِالْبِرِّ
ભલાઈ (સારા કામો) નો
وَتَنسَوْنَ
અને ભૂલી જાઓ છો
أَنفُسَكُمْ
પોતાની જાતને
وَأَنتُمْ
જ્યારે કે તમે
تَتْلُونَ
તિલાવત કરો છો (પઢો છો)
الْكِتَابَ
કિતાબ (તૌરાત)
أَفَلَا
શું તો પણ નહી
تَعْقِلُونَ
તમે બુદ્ધિ વાપરો
📌 વિષય: બની ઈસરાઈલ
અનુવાદ: (૪٤). શું લોકોને ભલાઈનો હુકમ આપો છો? અને પોતે પોતાની જાતને જ ભૂલી જાઓ છો, જ્યારે કે તમે કિતાબ પઢો છો, શું એટલી પણ તમારામાં બુધ્ધિ નથી?
📖 તફસીર:
આયત નં 44 માં "શું લોકોને ભલાઈનો હુકમ આપો છો? અને પોતે પોતાની જાતને જ ભૂલી જાઓ છો, જ્યારે કે તમે કિતાબ પઢો છો" અહીં કેટલાક યહુદી આલિમોએ પોતાના ખાસ જેઓ મુસલમાન બની‌ ગયા હતા તેઓને કહેતાં કે આ દિન(એટલે કે ઈસ્લામ) પર કાયમ રહેજો કારણ કે આ દિન સત્ય છે, પરંતુ તેઓ પોતે જ દુનિયાના કેટલાક ફાયદાઓની લાલચમાં મુસલમાન ન થયાં હતાં, ત્યારે તેઓને અનુલક્ષીને આ આયત અવતરિત થઈ હતી અને આ હુકમ દરેક માટે આમ છે. (તયસીરુલ કુરઆન)

તદ્ઉપરાંત લોકોને તૌરાત પર અમલ કરવાનો હુકમ આપો છો અને પોતે જ તૌરાતને ભુલી જાવ છો કે આમાં નબી ﷺ પર ઈમાન લાવવાનો હુકમ પણ છે....
[ઇબ્ને અબી હાતિમ અન્ ઇબ્ને અબ્બાસ : 122/1, હ : 484,485] કતાદહ રહિમહુલ્લાહ એ ફરમાવ્યું : બની ઈસરાઈલ લોકોને અલ્લાહ તઆલાની ઈતાઅત અને નેકીનો હુકમ આપતાં હતાં અને પોતે અમલ ન કરતાં તો અલ્લાહ તઆલાએ તેમને શર્મસાર કર્યા, હવે તો મુસલમાનોના પણ આવા જ હાલ છે અલ્લાહ રહમ ફરમાવે.
આયત ૪૫
પારો: ૧ રુકૂઅ: ૬
وَاسْتَعِينُوا بِالصَّبْرِ وَالصَّلَاةِ ۚ وَإِنَّهَا لَكَبِيرَةٌ إِلَّا عَلَى الْخَاشِعِينَ
وَاسْتَعِينُوا
અને મદદ માંગો
بِالصَّبْرِ
સબ્ર (ધીરજ)
وَالصَّلَاةِ
અને નમાઝ દ્વારા
وَإِنَّهَا
અને નક્કી આ (નમાઝ)
لَكَبِيرَةٌ
અત્યંત ભારે (અઘરી) છે
إِلَّا
સિવાય કે
عَلَى
પર
الْخَاشِعِينَ
આજિઝી (નમ્રતા) રાખવાવાળાઓ
📌 વિષય: નમાઝ, સબર 🔹 પેટા વિષય: મદદ
અનુવાદ: (૪૫). અને સબ્ર અને નમાઝથી મદદ પ્રાપ્ત કરો, અને આ વસ્તુ ભારે છે, પરંતુ અલ્લાહથી ડરનારાઓ માટે નહીં.
📖 તફસીર:
"સબ્ર અને નમાઝથી મદદ પ્રાપ્ત કરો"
અલ્લાહના દરેક ઉપાસક(બંદગી કરનાર) માટે સબ્ર(ધીરજ) અને નમાઝ એ બે મહાન શસ્ત્રો છે. નમાઝ દ્વારા, એક મોમિનને અલ્લાહ સાથે જોડાણ અને સંબંધ સ્થાપિત થાય છે. જેના દ્વારા તેને અલ્લાહ તઆલાનો સાથ અને ટેકો મળે છે. ધીરજથી ચારિત્ર્યની પરિપક્વતા અને દિન(ધર્મ)માં અડગતા પ્રાપ્ત થાય છે. હદીસમાં ઉલ્લેખ છે કે જ્યારે પણ પયગંબર ﷺ સાથે કોઈ મહત્વની બાબત આવે, ત્યારે તેઓ તરત જ નમાઝ પઢતા (ફત્હુલ કદીર)

"અને આ વસ્તુ ભારે છે..." એટલે કે મુશ્કેલ છે, "પરંતુ અલ્લાહથી ડર રાખનારાઓ માટે નહીં..."
નમાઝની પાબંદી કરવી સામાન્ય લોકો માટે મુશ્કેલ છે, પરંતુ ખુસુઅ અને ખુઝુઅ (ધ્યાનમગ્ન અને વિનમ્રી) લોકો માટે તે સરળ અને સુકૂન અને રાહતનો સ્ત્રોત છે. આ લોકો કોણ છે? તેઓ જ છે જે આખિરતમાં સંપૂર્ણ વિશ્વાસ રાખે છે. અને કયામતના દિવસ પરનો યકીન સારા કાર્યો કરાવે છે અને પરલોક પ્રત્યેની બેદરકારી વ્યક્તિને નિષ્ક્રિય અને દુષ્ટ બનાવે છે.
આયત ૪૬
પારો: ૧ રુકૂઅ: ૬
الَّذِينَ يَظُنُّونَ أَنَّهُم مُّلَاقُو رَبِّهِمْ وَأَنَّهُمْ إِلَيْهِ رَاجِعُونَ
الَّذِينَ
તે લોકો જેઓ
يَظُنُّونَ
યકીન (ખાતરી) રાખે છે
أَنَّهُم
કે નક્કી તેઓ
مُلَاقُو
મળવાવાળા છે
رَبِّهِمْ
પોતાના રબ (પાલનહાર) ને
وَأَنَّهُمْ
અને કે નક્કી તેઓ
إِلَيْهِ
તેની જ તરફ
رَاجِعُونَ
પાછા ફરવાના છે
અનુવાદ: (૪૬). જે લોકો જાણે છે કે બેશક તેઓને પોતાના રબને મળવાનું છે અને તેના જ તરફ પાછા ફરવાનું છે.
📖 તફસીર:
આયત નંબર 46 માં "જે લોકો જાણે છે કે બેશક તેઓને પોતાના રબને મળવાનું છે અને તેના જ તરફ પાછા ફરવાનું છે..."
એટલે કે, જે લોકો મૃત્યુ પછી પોતાના પરવરદિગારને મળવા અને તેને જવાબ (એટલે કે હિસાબ-કિતાબ) આપવાનું માનતા હોય છે. તેમના માટે નમાજની પાબંદી કરવી ક્યારેય મુશ્કેલ નથી હોતી, પરંતુ જો કોઈ નમાઝ ચૂકી જાય અથવા નમાજ પઢવામાં વિલંબ થાય તો તેઓ બેચૈન થઈ જાય છે અને જ્યાં સુધી તેઓ નમાજ અદા ન કરે ત્યાં સુધી તેઓને ચૈન પડતું નથી. અને જેઓ આખિરતના દિવસ પર‌ યકીન નથી રાખતાં તેમના માટે નમાઝ પઢવી મુશ્કેલ અને બિનજરૂરી થઈ જાય છે. (તયસીરુલ કુરઆન)
આયત ૪૭
પારો: ૧ રુકૂઅ: ૭
يَا بَنِي إِسْرَائِيلَ اذْكُرُوا نِعْمَتِيَ الَّتِي أَنْعَمْتُ عَلَيْكُمْ وَأَنِّي فَضَّلْتُكُمْ عَلَى الْعَالَمِينَ
يَا بَنِي
ઓ સંતાનો
إِسْرَائِيلَ
ઇસરાઈલના
اذْكُرُوا
યાદ કરો
نِعْمَتِيَ
મારી તે નેઅમત (કૃપા) ને
الَّتِي
જે
أَنْعَمْتُ
મેં ઇનામ કરી
عَلَيْكُمْ
તમારા પર
وَأَنِّي
અને કે નક્કી મેં
فَضَّلْتُكُمْ
તમને શ્રેષ્ઠતા (ઉચ્ચ પદ) આપી
عَلَى
પર
الْعَالَمِينَ
દુનિયાના તમામ લોકો
📌 વિષય: બની ઈસરાઈલ 🔹 પેટા વિષય: અલ્લાહની નેઅમતો
અનુવાદ: (૪૭). હે ઈસરાઈલની સંતાનો! મારી તે નેઅમતને યાદ કરો, જે મેં તમારા પર ઈનામ કરી અને મેં તમને સમગ્ર વિશ્વ પર શ્રેષ્ઠતા આપી.
📖 તફસીર:
"હે ઈસરાઈલ(યાકૂબ અ.સ.)ની સંતાનો! મારી તે નેમતને યાદ કરો..."
અહીં ફરીથી બની ઈસરાઈલને તે નેમતોની યાદ અપાવવામાં આવી છે જે તેમના પર કરવામાં આવી હતી અને તેમને કયામતના દિવસથી ડરાવવામાં આવે છે જે દિવસે ન કોઈ કોઈના કામમાં આવશે અને ન કોઈની સિફારિશ કબૂલ કરવામાં આવશે અને ન કોઈ વળતર ચૂકવીને છૂટકારો મેળવી શકશે અને ન કોઈ મદદ કરવાવાળો હશે.

"તમને સમગ્ર દુનિયા પર શ્રેષ્ઠતા આપી"
અહીં એક નેઅમતનુ વર્ણન છે કે તેમને તેમના જમાનામાં સમગ્ર વિશ્વ પર શ્રેષ્ઠતા આપવામાં આવી હતી એટલે કે ઉમ્મતે મુહમ્મદીયાથી પહેલાં તેઓને સમગ્ર વિશ્વમાં શ્રેષ્ઠતા આપવામાં આવી હતી જે તેમણે અલ્લાહની નાફરમાનીઓ કરીને તેનાથી વંચિત થઈ ગયા અને તેમના પછી‌ ઉમ્મતે મુહમ્મદીયાને ખૈરે-ઉમ્મત સર્વ શ્રેષ્ઠ ઉમ્મત તરીકે નવાજવામાં આવે છે...
આ બાબતમાં એક ચેતવણી પણ છે કે અલ્લાહની નેમતો કોઈ ચોક્કસ પેઢી કે કોમ સાથે સંકળાયેલી હોતી નથી, પરંતુ તે ઈમાન અને નેક અમલના આધારે પ્રાપ્ત થાય છે અને ઈમાન અને સારા‌ કાર્યના અભાવને કારણે તેને રદ કરવામાં આવે છે, જેમ કે ઉમ્મતે મુહમ્મદીયાની અકસરિયત(બહુમતી) પણ આ સમયમાં તેમના દુષ્કર્મોને કારણે અને શિર્ક અને બિદઅતોની પ્રતિબદ્ધતાને કારણે, ખૈરે ઉમ્મતના બદલે, શર્રે ઉમ્મત બની‌ બેઠી છે. (અલ્લાહ હિદાયત આપે)
આયત ૪૮
પારો: ૧ રુકૂઅ: ૭
وَاتَّقُوا يَوْمًا لَّا تَجْزِي نَفْسٌ عَن نَّفْسٍ شَيْئًا وَلَا يُقْبَلُ مِنْهَا شَفَاعَةٌ وَلَا يُؤْخَذُ مِنْهَا عَدْلٌ وَلَا هُمْ يُنصَرُونَ
وَاتَّقُوا
અને તમે ડરો
يَوْمًا
તે દિવસથી
لَّا
નહીં
تَجْزِي
કામ આવે (બદલો આપી શકે)
نَفْسٌ
કોઈ જાત (વ્યક્તિ)
عَن
તરફથી
نَّفْسٍ
બીજી વ્યક્તિના
شَيْئًا
કંઈ પણ
وَلَا
અને ન
يُقْبَلُ
કબૂલ કરવામાં આવે
مِنْهَا
તેના તરફથી
شَفَاعَةٌ
કોઈ ભલામણ (શફાઅત)
وَلَا
અને ન
يُؤْخَذُ
લેવામાં આવે
مِنْهَا
તેના પાસેથી
عَدْلٌ
કોઈ બદલો (દંડ/ફિદયો)
وَلَا
અને ન
هُمْ
તેઓની
يُنصَرُونَ
મદદ કરવામાં આવશે
📌 વિષય: હશ્ર
અનુવાદ: (૪૮). અને તે દિવસથી ડરો જે દિવસે કોઈ કોઈને કામ નહીં આવે, ન તેની કોઈ ભલામણ સ્વીકારવામાં આવશે, ન તેનાથી કોઈ બદલો કબૂલ કરવામાં આવશે, અને ન તેને કોઈ મદદ આપવામાં આવશે.
📖 તફસીર:
બની ઈસરાઈલ(યહૂદીઓ) પણ આ ધોકામા હતાં કે અમે અલ્લાહની પ્રિય કોમ છીએ. તેથી, આખિરતના‌ અઝાબથી અમે સુરક્ષિત રહીશું. અલ્લાહ તઆલાએ ફરમાવી દીધું કે આખિરતમા અલ્લાહના નાફરમાનો (અનાદર કરનારાઓને) કોઈ જ સહારો આપવામાં આવશે નહીં. અને આવા જ ધોકામા ઉમ્મતે મુહમ્મદિયા પણ આવી જ ભ્રમણાથી પીડિત છે અને પીરોની સિફારિશની આડમાં બદઅમલીઓ અને ગુનાહિત કૃત્ય કરતાં જાય છે...

આવા ગલત અકીદાનો આ આયતમાં જવાબ આપવામાં આવે છે જે ચાર કામની શક્યતાનો ભ્રમ છે તે તમને અઝાબથી છુટકારો નહીં અપાવી શકે...
જેમકે...
• કોઈ કોઈને કામ નહીં આવે,
• ન તેની કોઈ ભલામણ સ્વીકારવામાં આવશે,
• ન તેનાથી કોઈ બદલો કબૂલ કરવામાં આવશે,
• અને ન તેમને મદદ આપવામાં આવશે.
આયત ૪૯
પારો: ૧ રુકૂઅ: ૭
وَإِذْ نَجَّيْنَاكُم مِّنْ آلِ فِرْعَوْنَ يَسُومُونَكُمْ سُوءَ الْعَذَابِ يُذَبِّحُونَ أَبْنَاءَكُمْ وَيَسْتَحْيُونَ نِسَاءَكُمْ ۚ وَفِي ذَٰلِكُم بَلَاءٌ مِّن رَّبِّكُمْ عَظِيمٌ
وَإِذْ
અને જ્યારે
نَجَّيْنَاكُم
અમે તમને બચાવી લીધા
مِّنْ
થી
آلِ
લોકો (લશ્કર)
فِرْعَوْنَ
ફિરઔનના
يَسُومُونَكُمْ
તેઓ તમને પહોંચાડતા હતા
سُوءَ
ખરાબ/સખત
الْعَذَابِ
અઝાબ (તકલીફ)
يُذَبِّحُونَ
તેઓ ઝબહ કરતા (કાપી નાખતા) હતા
أَبْنَاءَكُمْ
તમારા દીકરાઓને
وَيَسْتَحْيُونَ
અને જીવતી રાખતા હતા
نِسَاءَكُمْ
તમારી દીકરીઓ (સ્ત્રીઓ) ને
وَفِي
અને તેમાં
ذَٰلِكُم
તમારા માટે
بَلَاءٌ
એક કસોટી (પરીક્ષા) હતી
مِّن
તરફથી
رَّبِّكُمْ
તમારા રબની
عَظِيمٌ
બહુ મોટી
📌 વિષય: બની ઈસરાઈલ 🔹 પેટા વિષય: અલ્લાહની નેઅમતો
અનુવાદ: (૪૯). અને જ્યારે અમે તમને ફિરઔનવાળાઓની (ગુલામીમાંથી) મુક્તિ આપી જે તમને સખત યાતનાઓ આપતાં હતા, તમારા પુત્રોને કતલ કરતા હતા અને તમારી પુત્રીઓને જીવતી છોડી દેતા, અને એ સ્થિતિમાં તમારા રબ તરફથી તમારી મોટી કસોટી હતી.
📖 તફસીર:
શબ્દ آل فرعون એટલે કે "ફિરઔનવાળાઓ" થી આશય ફક્ત ફિરઔન અને તેના ખાનદાનના લોકો નહીં પરંતુ ફિરઔનના તમામ અનુયાયીઓ છે... (અહસનુલ બયાન)

"તમારા પુત્રોને કતલ કરતા હતા"
ફિરઔનને એક સ્વપ્ન આવ્યું હતું જેનું અર્થઘટન તેના જ્યોતિષીઓએ કર્યું કે બની‌ ઇસરાયલીઓમાં એક માણસનો જન્મ થશે જે તને અને તારા સમગ્ર રાજ્યને બરબાદ કરી દેશે... ફિરઔને વિચાર્યું કે તેનો ઉકેલ એ છે કે તેણે પોતાના રાજ્યમાં આદેશ આપ્યો કે બની ઇસરાયેલીઓમા‌ જો બાળકનો જન્મ થાય તો તેને મારી નાખવામાં આવે અને જો બાળકીનો જન્મ થાય તો તેને જીવિત છોડીને પોતાની દાસી બનાવી લેવામાં આવે... પોતાની હુકુમત બચાવવા માટે તેની આ યોજના અત્યંત ક્રૂર હતી. પરંતુ અલ્લાહને જે મંજૂર હતું તે થયું અને તે ફિરઔનના માથા પર ચઢીને થયું...
મુસા (અ.સ.) નો જન્મ થયો. પછી અલ્લાહ તઆલાએ ફિરઔનના મોઢા પર થપ્પડ મારીને મુસા (અ.સ.)ની પરવરીશ પણ તેના જ ઘરે થઈ...
وَاللّٰهُ غَالِبٌ عَلٰٓي اَمْرِهٖ وَلٰكِنَّ اَكْثَرَ النَّاسِ لَا يَعْلَمُوْنَ
"અલ્લાહ પોતાના ઈરાદા પર સંપૂર્ણ સામર્થ્ય ધરાવે છે પરંતુ ઘણાખરાં લોકો અજાણ છે" (સૂરહ યુસૂફ : 21)
આયત ૫૦
પારો: ૧ રુકૂઅ: ૭
وَإِذْ فَرَقْنَا بِكُمُ الْبَحْرَ فَأَنجَيْنَاكُمْ وَأَغْرَقْنَا آلَ فِرْعَوْنَ وَأَنتُمْ تَنظُرُونَ
وَإِذْ
અને જ્યારે
فَرَقْنَا
અમે ફાડી (બે ભાગ કરી) દીધો
بِكُمُ
તમારા માટે
الْبَحْرَ
દરિયાને
فَأَنجَيْنَاكُمْ
પછી અમે તમને બચાવી લીધા
وَأَغْرَقْنَا
અને અમે ડૂબાડી દીધા
آلَ
લોકોને
فِرْعَوْنَ
ફિરઔનના
وَأَنتُمْ
જ્યારે કે તમે
تَنظُرُونَ
જોઈ રહ્યા હતા
📌 વિષય: બની ઈસરાઈલ 🔹 પેટા વિષય: અલ્લાહની નેઅમતો
અનુવાદ: (૫૦). અને (યાદ કરો તે સમય) જ્યારે અમે સમુદ્રને ફાડીને તમારા માટે રસ્તો બનાવ્યો, પછી તેમાંથી તમને સલામતીથી પસાર કરાવી દીધા, પછી ત્યાં જ તમારી આંખો સામે ફિરઔનવાળાઓને ડૂબાડી દીધા.
📖 તફસીર:
જ્યારે મૂસા અ.સ. બની ઈસરાઈલીઓને ફિરઔનની કેદથી આઝાદ કરાવીને તેના‌ દેશમાંથી નીકળી રહ્યા હતાં ત્યારે ફિરઔન અને તેના લશ્કરે તેમનો પીછો કર્યો અને પરિસ્થિતિ એવી બની કે એક જગ્યાએ જ્યાં ડાબી અને જમણી બાજુ પહાડો હતાં અને આગળ સમુદ્ર અને પાછળ ફિરઔન અને તેનું લશ્કર અને વચ્ચે મૂસા અ.સ. અને બની ઈસરાઈલીઓ, પરંતુ અલ્લાહે સમુદ્રને બે ભાગમાં કરીને વચ્ચે રસ્તો બનાવ્યો જેમાંથી બની ઈસરાઈલીઓ સલામતીથી પસાર‌ થઈ ગયા, જ્યારે ફિરઔન અને તેનું લશ્કર તેમાં ઉતર્યું તો અલ્લાહે બે ભાગમાં વહેંચાયેલ સમુદ્રને એક કરી દીધો જેથી ફિરઔન અને તેનું લશ્કર તેમાં ડૂબી ગયું. આ ધટના નું વર્ણન આગળ પણ આવશે જેને આપણે આવરી લઈશું ઈન્ શાઅ્ અલ્લાહ...
આયત ૫૧
પારો: ૧ રુકૂઅ: ૭
وَإِذْ وَاعَدْنَا مُوسَىٰ أَرْبَعِينَ لَيْلَةً ثُمَّ اتَّخَذْتُمُ الْعِجْلَ مِن بَعْدِهِ وَأَنتُمْ ظَالِمُونَ
وَإِذْ
અને જ્યારે
وَاعَدْنَا
અમે મુદત (વાયદો) નક્કી કરી
مُوسَىٰ
મૂસા (અ.સ.) સાથે
أَرْبَعِينَ
ચાલીસ
لَيْلَةً
રાતોની
ثُمَّ
પછી
اتَّخَذْتُمُ
તમે બનાવી લીધો
الْعِجْلَ
વાછરડાને (માબૂદ)
مِن
પછી
بَعْدِهِ
તેમના ગયા બાદ
وَأَنتُمْ
જ્યારે કે તમે
ظَالِمُونَ
ઝાલિમ (ગુનેગાર) હતા
📌 વિષય: મૂસા અ.સ.
અનુવાદ: (૫૧). અને જ્યારે અમે વાયદો કર્યો મૂસાથી ચાલીસ ‌રાતોનો, પછી તમે લોકોએ તેમની ગેરહાજરીમાં વાછરડાને પોતાનો ઉપાસ્ય બનાવી દીધો. અને જાલિમ બની ગયા.
📖 તફસીર જુઓ / વાંચો
વાછરડાને ઉપાસ્ય બનાવવાની ઘટના ત્યારે થઈ જ્યારે બની ઈસરાઈલીઓ ફિરઔનવાળાઓની ગુલામીમાથી મુક્તિ મેળવીને સિનાઈ દ્વીપકલ્પ પહોંચ્યા, ત્યાં અલ્લાહ તઆલાએ હઝરત મૂસા અ.સ. ને તૌરાત (એટલે કે ધાર્મિક કિતાબ) આપવા માટે ચાલીસ રાત અને દિવસ માટે તૂર પર્વત પર બોલાવ્યાં, હઝરત‌ મૂસા(અ.સ.)ના‌ ગયા‌ પછી બની ઈસરાઈલીઓએ સામરી નામના વ્યક્તિની વાતોમાં આવીને વાછરડાની‌ પૂજા શરૂ કરી દીધી...

મનુષ્ય કેટલો મૂર્ખ છે કે અલ્લાહ તઆલાની મોટી મોટી નિશાનીઓ જોયા પછી પણ અને હજુ તો નબીઓ (એટલે કે હઝરત મૂસા અને હારૂન અ.સ.) દુનિયામા હાજર છે તેમ છતાંય વાછરડાને ઉપાસ્ય બનાવી લીધો‌...

આજના મુસલમાનો પણ શિર્કીયા અકીદા અને અમલમાં એટલા ખરાબ રીતે ફસાઈ ગયા છીએ પરંતુ તેઓ સમજે કે મુસલમાન મુશરિક કેવી રીતે હોય શકે ? આવા મુસલમાનોએ તો શિર્કને પથ્થરની મૂર્તિઓની પૂજા માટે જ ખાસ કરી છે કે ફક્ત તે જ શિર્ક છે જ્યારે કે આવા ગુમરાહ મુસલમાનો પણ કબરો પર કબરની સાથે તેવું જ કરે છે જે પથ્થરની મૂર્તિઓના પૂજારીઓ પોતાની મૂર્તિઓ સાથે કરે છે (અલ્લાહ તઆલા આપણા સૌને શિર્કથી સુરક્ષિત રાખે) (અહસનુલ બયાન)
આયત ૫૨
પારો: ૧ રુકૂઅ: ૭
ثُمَّ عَفَوْنَا عَنكُم مِّن بَعْدِ ذَٰلِكَ لَعَلَّكُمْ تَشْكُرُونَ
ثُمَّ
પછી
عَفَوْنَا
અમે માફ કરી દીધું
عَنكُم
તમને
مِّن
પછી
بَعْدِ
બાદ
ذَٰلِكَ
તેના
لَعَلَّكُمْ
જેથી તમે
تَشْكُرُونَ
શુક્ર (આભાર) અદા કરો
📌 વિષય: શુક્ર 🔹 પેટા વિષય: માફી માંગો અને શુક્ર કરો
અનુવાદ: (૫૨). તેમ છતાં પણ અમે તમને માફ કરી દીધા કે જેથી તમે કૃતજ્ઞ(શુક્ર ગુજાર) બનો.
📖 તફસીર જુઓ / વાંચો
તફસીર અહીં આવે
આયત ૫૩
પારો: ૧ રુકૂઅ: ૭
وَإِذْ آتَيْنَا مُوسَى الْكِتَابَ وَالْفُرْقَانَ لَعَلَّكُمْ تَهْتَدُونَ
وَإِذْ
અને જ્યારે
آتَيْنَا
અમે આપી
مُوسَى
મૂસાને
الْكِتَابَ
કિતાબ (તૌરાત)
وَالْفُرْقَانَ
અને ફુર્કાન (સત્ય-અસત્યને જુદું કરનાર કાનૂન)
لَعَلَّكُمْ
જેથી તમે
تَهْتَدُونَ
હિદાયત (સાચો માર્ગ) પામો
📌 વિષય: મુસા અ.સ. 🔹 પેટા વિષય: મુસા અ.સ. ને માર્ગદર્શન અને ચમત્કારો આપ્યાં
અનુવાદ: (૫૩). અને અમે મૂસા(અ.સ.)ને કિતાબ 'ફુરકાન' (માર્ગદર્શન અને ચમત્કાર) પ્રદાન કર્યું, જેથી તમે તેના દ્વારા સીધો માર્ગ પામી શકો.
📖 તફસીર જુઓ / વાંચો
"ફુરકાન" એટલે કે તૌરાત ગ્રંથને ફુરકાન કહેવામાં આવે છે કારણ કે દરેક આસમાની કિતાબ હક અને બાતિલમાં ફરક કરનારી હોય છે અથવા તો મોઅજીજાત(ચમત્કાર)ને પણ ફુરકાન કહેવામાં આવ્યું હોય કારણકે હક અને બાતિલની ઓળખ પારખવા માટે તે અગત્યનો ભાગ ભજવે છે. (અહસનુલ બયાન)
આયત ૫૪
પારો: ૧ રુકૂઅ: ૭
وَإِذْ قَالَ مُوسَىٰ لِقَوْمِهِ يَا قَوْمِ إِنَّكُمْ ظَلَمْتُمْ أَنفُسَكُم بِاتِّخَاذِكُمُ الْعِجْلَ فَتُوبُوا إِلَىٰ بَارِئِكُمْ فَاقْتُلُوا أَنفُسَكُمْ ذَٰلِكُمْ خَيْرٌ لَّكُمْ عِندَ بَارِئِكُمْ فَتَابَ عَلَيْكُمْ ۚ إِنَّهُ هُوَ التَّوَّابُ الرَّحِيمُ
وَإِذْ
અને જ્યારે
قَالَ
કહ્યું
مُوسَىٰ
મૂસાએ
لِقَوْمِهِ
પોતાની કોમને
يٰقَوۡمِ
ઓ મારી કોમ!
إِنَّكُمْ
નક્કી તમે
ظَلَمْتُمْ
અન્યાય (ઝુલુમ) કર્યો છે
أَنفُسَكُم
પોતાની જાત પર
بِاتِّخَاذِكُمُ
તમારા બનાવી લેવાથી
الْعِجْلَ
વાછરડાને (પૂજ્ય)
فَتُوبُوا
તો તમે તૌબા કરો (પાછા ફરો)
إِلَىٰ
તરફ
بَارِئِكُمْ
તમારા પેદા કરનાર (રબ)
فَاقْتُلُوا
તો કતલ કરો
أَنفُسَكُمْ
પોતાની જાતોને (ગુનેગારોને)
ذَٰلِكُمْ
આ જ
خَيْرٌ
ઉત્તમ (સારું)
لَّكُمْ
તમારા માટે છે
عِندَ
પાસે
بَارِئِكُمْ
તમારા પેદા કરનારની
فَتَابَ
પછી તેણે તૌબા કબૂલ કરી
عَلَيْكُمْ
તમારી
إِنَّهُ
નક્કી તે જ
هُوَ
તે જ
التَّوَّابُ
તૌબા કબૂલ કરનાર
الرَّحِيمُ
દયાવાળો છે
📌 વિષય: મુસા અ.સ. 🔹 પેટા વિષય: મુસા અ.સ. ની ગેરહાજરી અને શિર્ક
અનુવાદ: (૫૪). અને જ્યારે મૂસાએ (પાછા આવીને) પોતાની કોમને કહ્યું હે મારી કોમ ! તમે લોકોએ વાછરડાને ઉપાસ્ય બનાવીને પોતાના ઉપર ઝુલ્મ કર્યો છે એટલા માટે તમે લોકો પોતાના સર્જનહારની (અલ્લાહની) સમક્ષ માફી માંગો (તૌબા કરો) અને તમારામાંથી ગુનેહગારોને કતલ કરો, આમાં જ તમારા સર્જનહારની નજીક તમારી ભલાઈ છે, તે વખતે તમારા સર્જનહારે તમારી તોબા (માફી) સ્વીકારી કારણકે તે મોટો ક્ષમા આપનાર અને દયાળુ છે.
📖 તફસીર જુઓ / વાંચો
જ્યારે હઝરત મૂસા અ.સ. પાછા આવ્યાં અને બની ઈસરાઈલીઓના શિર્કની જાણ થઈ તો તેમણે તે લોકોને ખૂબ ફિટકાર લગાવી અને તે લોકોને પોતાના ગુનાહનો એહસાસ થયો તો તેમણે તૌબા કરવાનું નક્કી કર્યું અને તૌબા કરવાનો તરીકો હતો:
فَاقْتُلُوْٓا اَنْفُسَكُمْ (પોતાના પ્રાણોને કતલ કરો)

જેની સમજૂતી એ છે કે તેનો એક તરીકો એ છે કે દરેકને બે જૂથો માં અલગ કરવામાં આવે પછી તેઓ એકબીજાને કતલ કરે, બીજો તરીકો એ કે શિર્ક કરનારાઓને ઉભા‌ રાખ્યાં અને જેઓ શિર્કથી બચી ગયેલા હતા તેઓએ શિર્ક કરનારાઓને કતલ કર્યા, બન્ને માંથી જે હોય પરંતુ તેમણે કતલ કર્યા, કતલ થનારાઓની સંખ્યા લગભગ સિત્તેર હજાર હતી. (ઇબ્ને કષીર)
આયત ૫૫
પારો: ૧ રુકૂઅ: ૭
وَإِذْ قُلْتُمْ يَا مُوسَىٰ لَن نُّؤْمِنَ لَكَ حَتَّىٰ نَرَى اللَّهَ جَهْرَةً فَأَخَذَتْكُمُ الصَّاعِقَةُ وَأَنتُمْ تَنظُرُونَ
وَإِذْ
અને જ્યારે
قُلْتُمْ
તમે કહ્યું
يٰمُوۡسٰى
ઓ મૂસા
لَن
કદાપિ નહીં
نُّؤْمِنَ
અમે ઈમાન લાવીએ
لَكَ
તારી વાત પર
حَتَّىٰ
જ્યાં સુધી
نَرَى
અમે ન જોઈ લઈએ
اللَّهَ
અલ્લાહને
جَهْرَةً
સાક્ષાત (જાહેર)
فَأَخَذَتْكُمُ
તો પકડી લીધા તમને
الصَّاعِقَةُ
કડકાએ (વીજળીના કડાકાએ)
وَأَنتُمْ
જ્યારે કે તમે
تَنظُرُونَ
જોઈ રહ્યા હતા
📌 વિષય: મુસા અ.સ.
અનુવાદ: (૫૫). અને (તમે તે પણ યાદ કરો) જ્યારે તમે મૂસાને કહ્યું કે અમે તમારા પર કદાપી ઈમાન નહિ લાવીએ જ્યાં સુધી (પોતાની આંખોથી) અલ્લાહને રૂબરૂ ન જોઇ લઈએ, અને તે જ વખતે તમારાં જોતાં એક ભયંકર વિજળી કડાકા સાથે તમારી ઉપર પડી.
📖 તફસીર જુઓ / વાંચો
હઝરત મુસા(અ.સ.) ૭૦ વ્યક્તિઓને તૂર પહાડ પર તૌરાત લેવા માટે સાથે લઈ ગયા, જ્યારે મુસા(અ.સ.) પાછા ફર્યા તો તેઓએ કહ્યું જ્યાં સુધી અમે અલ્લાહને પોતાની આંખોથી જોઈ ન લઈએ ત્યાં સુધી અમે તારી વાત પર યકીન કરવા તૈયાર નથી, જેના લીધે તેમના પર વિજળી પડી અને તેઓ મુત્યુ પામ્યા.
આયત ૫૬
પારો: ૧ રુકૂઅ: ૭
ثُمَّ بَعَثْنَاكُم مِّن بَعْدِ مَوْتِكُمْ لَعَلَّكُمْ تَشْكُرُونَ
ثُمَّ
પછી
بَعَثْنَاكُم
અમે તમને ફરી જીવતા કર્યા
مِّن
પછી
بَعْدِ
બાદ
مَوْتِكُمْ
તમારા મોત
لَعَلَّكُمْ
જેથી તમે
تَشْكُرُونَ
શુક્ર (આભાર) માનો
📌 વિષય: શુક્ર 🔹 પેટા વિષય: મૃત્યુ બાદ જીવન
અનુવાદ: (૫૬). (પરંતુ) પછી અમે તમને મૃત્યુ બાદ જીવન એટલા માટે આપ્યું જેથી તમે આભાર વ્યક્ત કરો.
📖 તફસીર:
હવે મૂસા (અ.સ.) પરેશાન થયા કે કૌમને હું શું જવાબ આપીશ અને દુઆ કરવા લાગ્યા, જેના લીધે અલ્લાહે દુઆ કબૂલ કરીને તેઓને ફરીથી જીવિત કરી દીધાં...
આયત ૫૭
પારો: ૧ રુકૂઅ: ૭
وَظَلَّلْنَا عَلَيْكُمُ الْغَمَامَ وَأَنزَلْنَا عَلَيْكُمُ الْمَنَّ وَالسَّلْوَىٰ كُلُوا مِن طَيِّبَاتِ مَا رَزَقْنَاكُمْ وَمَا ظَلَمُونَا وَلَٰكِن كَانُوا أَنفُسَهُمْ يَظْلِمُونَ
وَظَلَّلْنَا
અને અમે છાંયડો કર્યો
عَلَيْكُمُ
તમારા પર
الْغَمَامَ
વાદળોનો
وَأَنزَلْنَا
અને અમે ઉતાર્યું
عَلَيْكُمُ
તમારા પર
الْمَنَّ
મન્ન (મીઠી કુદરતી વાનગી)
وَالسَّلْوَىٰ
અને સલ્વા (બટેર પક્ષીનું માંસ)
كُلُوا
તમે ખાઓ
مِن
માંથી
طَيِّبَاتِ
પાક (પવિત્ર) ચીજો
مَا
જે
رَزَقْنَاكُمْ
અમે તમને રોજી આપી છે
وَمَا
અને નહીં
ظَلَمُونَا
તેમણે અમારું કંઈ નુકસાન (ઝુલુમ) કર્યું
وَلَٰكِن
પરંતુ
كَانُوا
તેઓ હતા
أَنفُسَهُمْ
પોતાની જાત પર જ
يَظْلِمُونَ
ઝુલુમ કરતા
📌 વિષય: બની ઈસરાઈલ 🔹 પેટા વિષય: અલ્લાહની નેઅમતો
અનુવાદ: (૫૭). અમે તમારી ઉપર વાદળોનો છાંયડો કર્યો, અને મન્ન અને સલ્વાનો (ખોરાક) ઉતાર્યો અને તમને કહ્યું અમે આપેલ શુધ્ધ અને સ્વચ્છ વસ્તુઓ ખાઓ, અને તેઓએ અમારા પર‌ ઝુલ્મ નથી કર્યો પરંતુ તેમણે જાતે જ પોતાની ઉપર ઝુલ્મ કર્યો.
📖 તફસીર:
"અમે તમારી ઉપર વાદળોનો છાંયડો કર્યો..."
સિનાઈના રણમાં તેમની પાસે ખાવા માટે કંઈ નહોતું અને રણમાં સૂર્યનો તાપ તેમને બાળી નાખતો હતો, તેથી અલ્લાહે તેમને એક ખાસ પ્રકારના વાદળનો પડછાયો આપ્યો...

"મન્ન અને સલ્વાનો (ખોરાક) ઉતાર્યો..."
મન્ન એટલે કેટલાકના મતે વૃક્ષો અને ખડકો પર પડતું ઝાકળ જે મધ જેવું મીઠું હોય છે અને ગુંદરની જેમ સુકાઈ જાય છે. કેટલાકના મતે તે મધ અથવા મધુર પાણી છે...

બુખારી અને મુસ્લિમ વગેરેમાં એક હદીસ છે કે મશરૂમ એ મન્નનો પ્રકાર છે જે હઝરત મુસા (અ.સ.) પર અવતરિત થયું હતું, આનો અર્થ એ છે કે જે રીતે બની‌ ઈસરાઈલ તે ખોરાક મહેનત કર્યા વિના મેળવતા હતા, તેવી જ રીતે મશરૂમ પણ વિના મહેનતે ઉત્પન્ન થાય છે, એટલે કે કોઈના વાવ્યા વગર ઉત્પન્ન થાય છે. સલવા એ તીતર અથવા ચકલી જેવું પક્ષી હતું જેને કાપીને ખાઈ જતા હતાં.
આયત ૫૮
પારો: ૧ રુકૂઅ: ૭
وَإِذْ قُلْنَا ادْخُلُوا هَٰذِهِ الْقَرْيَةَ فَكُلُوا مِنْهَا حَيْثُ شِئْتُمْ رَغَدًا وَادْخُلُوا الْبَابَ سُجَّدًا وَقُولُوا حِطَّةٌ نَّغْفِرْ لَكُمْ خَطَايَاكُمْ وَسَنَزِيدُ الْمُحْسِنِينَ
وَإِذْ
અને જ્યારે
قُلْنَا
અમે કહ્યું
ادْخُلُوا
તમે દાખલ થઈ જાઓ
هَٰذِهِ
الْقَرْيَةَ
બસ્તી (શહેરમાં)
فَكُلُوا
પછી ખાઓ
مِنْهَا
તેમાંથી
حَيْثُ
જ્યાંથી પણ
شِئْتُمْ
તમે ચાહો
رَغَدًا
ખુલ્લેથી/મન ભરીને
وَادْخُلُوا
અને દાખલ થાઓ
الْبَابَ
દરવાજામાં
سُجَّدًا
સજદો કરતા (નમતા)
وَقُولُوا
અને કહેતા જાઓ
حِطَّةٌ
હિત્તતુન્ (અમારા ગુના માફ કર)
نَّغْفِرْ
અમે માફ કરી દઈશું
لَكُمْ
તમારા માટે
خَطَايَاكُمْ
તમારી ભૂલો (ગુનાઓ)
وَسَنَزِيدُ
અને અમે જલ્દી વધારે આપીશું
الْمُحْسِنِينَ
નેક (સારા) કામો કરવાવાળાઓને
📌 વિષય: બની ઈસરાઈલ 🔹 પેટા વિષય: અલ્લાહની નેઅમતો
અનુવાદ: (૫૮). અને જ્યારે અમે કહ્યું તમે લોકો આ વસ્તી (જે તમારી સમક્ષ છે) તેમાં દાખલ થઈ જાઓ અને જે ઈચ્છો, જ્યાંથી ઈચ્છો તે મુક્તપણે ખાઓ પરંતુ વસ્તીના દરવાજામાં સિજદો કરીને દાખલ થજો અને હિત્તતુન (અમને માફ કરી દે) કહેતા જજો અમે તમારા ગુનાહ માફ કરી દઈશું અને ટૂંક સમયમાં સદાચારીઓને અમે ખૂબ વધારે આપીશુ.
📖 તફસીર:
મોટા ભાગના મુફસ્સીરિન(ટીકાકારો)ના મતે, આ વસ્તીથી આશય બયતુલ અલ-મુક્કદીસ છે...

કેટલાકે સિજદાનો એ મતલબ લીધો છે કે નમીને દાખલ થવું અને કેટલાકે શુક્રનો સિજદાનો અર્થ લીધો છે. મતલબ એ છે કે અલ્લાહની બારગાહમાં આજીજી અને નમ્રતાથી દાખલ થવું...

શબ્દ حِطَّةٌ એટલે અમને માફ કરી દે.
આયત ૫૯
પારો: ૧ રુકૂઅ: ૭
فَبَدَّلَ الَّذِينَ ظَلَمُوا قَوْلًا غَيْرَ الَّذِي قِيلَ لَهُمْ فَأَنزَلْنَا عَلَى الَّذِينَ ظَلَمُوا رِجْزًا مِّنَ السَّمَاءِ بِمَا كَانُوا يَفْسُقُونَ
فَبَدَّلَ
તો બદલી નાખ્યો
الَّذِينَ
તે લોકોએ જેઓ
ظَلَمُوا
ઝાલિમ (ગુનેગાર) હતા
قَوْلًا
શબ્દ/વાતને
غَيْرَ
સિવાય
الَّذِي
જે
قِيلَ
કહેવામાં આવ્યો હતો
لَهُمْ
તેમને
فَأَنزَلْنَا
તો અમે ઉતાર્યો
عَلَى
પર
الَّذِينَ
તે લોકો
ظَلَمُوا
જેમણે ઝુલુમ કર્યો
رِجْزًا
અઝાબ (આફત)
مِّنَ
થી
السَّمَاءِ
આકાશ
بِمَا
તેના બદલામાં જે
كَانُوا
તેઓ હતા
يَفْسُقُونَ
નાફરમાની કરતા
📌 વિષય: બની ઈસરાઈલ 🔹 પેટા વિષય: નાફરમાનીના પરિણામો
અનુવાદ: (૫૯). પરંતુ જે વાત તેમને કેહવામા આવી હતી જાલિમોઓએ તેને બદલી નાખી અમે પણ તે જાલિમો પર આકાશમાંથી અઝાબ ઉતાર્યો આ સજા હતી એ નાફરમાનીઓની જે તેઓ કરી રહ્યા હતા.
📖 તફસીર:
આ વાતની સ્પષ્ટતા એક હદીસમાં આવી છે જે સહીહ બુખારી અને સહીહ મુસ્લિમ વગેરેમાં છે. નબી ﷺ ફરમાવ્યું: તેઓને સિજદો કરીને પ્રવેશવાનો આદેશ આપવામાં આવ્યો હતો, પરંતુ તેઓ તેમના માથાને જમીન પર ખેંચીને પ્રવેશ્યા અને હુકમનું પાલન કરવાને બદલે તેઓએ તેમનો ઘમંડ અને બળવો જે તેમનામાં પૈદા થયો હતો, અને તેઓએ કરેલી હુકમે ઈલાહીની ઠેકડી અને મશ્કરીનો આના પરથી અંદાજો કરી શકાય છે, હકીકત એ છે કે જ્યારે કોઈ કૌમ ચારિત્ર્યની દ્રષ્ટિએ પતન પામે છે, ત્યારે તેનો મામલો પછી હુકમે ઈલાહી સાથે આવો જ હોય છે...

"આ આસમાની અઝાબ શું હતો?"
કેટલાકે અઝાબથી આશય પ્લેગની બિમારી કહી છે. આ વાતનું અર્થઘટન એક હદીસ દ્વારા સમર્થન મળે છે. નબી ﷺ એ ફરમાવ્યું: "આ પ્લેગની બિમારી અઝાબનો એક ભાગ છે જે તમારા પહેલા કેટલાક લોકો પર આવ્યો હતો." જો તમારી હાજરીમાં આ પ્લેગ કોઈપણ જગ્યાએ ફેલાય તો ત્યાંથી ન નીકળશો, અને જો તમને કોઈ અન્ય વિસ્તાર વિશે ખબર મળે કે ત્યાં પ્લેગ છે, તો ત્યાં ન જશો.
આયત ૬૦
પારો: ૧ રુકૂઅ: ૮
وَإِذِ اسْتَسْقَىٰ مُوسَىٰ لِقَوْمِهِ فَقُلْنَا اضْرِب بِّعَصَاكَ الْحَجَرَ فَانفَجَرَتْ مِنْهُ اثْنَتَا عَشْرَةَ عَيْنًا قَدْ عَلِمَ كُلُّ أُنَاسٍ مَّشْرَبَهُمْ كُلُوا وَاشْرَبُوا مِن رِّزْقِ اللَّهِ وَلَا تَعْثَوْا فِي الْأَرْضِ مُفْسِدِينَ
وَإِذِ
અને જ્યારે
اسْتَسْقَىٰ
પાણી માંગ્યું
مُوسَىٰ
મૂસાએ
لِقَوْمِهِ
પોતાની કોમ માટે
فَقُلْنَا
તો અમે કહ્યું
اضْرِب
તો મારો
بِّعَصَاكَ
તારી લાકડી
الْحَجَرَ
પથ્થર પર
فَانفَجَرَتْ
તો ફૂટી નીકળ્યા
مِنْهُ
તેમાંથી
اثْنَتَا عَشْرَةَ
બાર
عَيْنًا
ઝરણાં
قَدْ
ખરેખર
عَلِمَ
જાણી લીધું
كُلُّ أُنَاسٍ
દરેક જૂથે (ગોત્રએ)
مَّشْرَبَهُمْ
પોતાનું પીવાનું ઠેકાણું
كُلُوا
તમે ખાઓ
وَاشْرَبُوا
અને પીઓ
مِن
માંથી
رِّزْقِ اللَّهِ
અલ્લાહની રોજી
وَلَا تَعْثَوْا
અને ન તમે ફરો
فِي الْأَرْضِ
ધરતીમાં
مُفْسِدِينَ
ફસાદ (તોફાન) મચાવતા
📌 વિષય: મુસા અ.સ. 🔹 પેટા વિષય: કોમ માટે પાણી માગ્યું
અનુવાદ: (૬૦). અને જ્યારે મુસા અ.સ. એ પોતાની કોમ માટે પાણી માંગ્યું તો અમે કહ્યું પોતાની લાઠી પથ્થર પર મારો જેથી બાર ઝરણાં ફુટી નીકળ્યા, અને દરેક જૂથે પોતાનું ઝરણું ઓળખી લીધું. (અને અમે કહ્યું કે) અલ્લાહ તઆલાની રોઝી ખાઉં પીઓ અને જમીન પર ફસાદ ન કરતાં ફરો.
📖 તફસીર:
આ ઘટના તીહના સ્થાને તો કેટલાકના મતે સિનાઈના મેદાનમાં ઘટી ત્યાં પાણીની તલબ થઈ તો અલ્લાહ તઆલાએ મૂસા અ.સ. ને કહ્યું પોતાની લાઠી પથ્થર પર મારો જેથી પથ્થર માંથી બાર ઝરણાંઓ ફુટી નીકળ્યા, અને તેઓના કબીલા પણ બાર હતાં દરેક કબીલાએ પોતાનું ઝરણું ઓળખી લીધું, આ પણ એક ચમત્કાર હતો જેને હઝરત મૂસા અ.સ. દ્રારા અલ્લાહે જાહેર કર્યો.
આયત ૬૧
પારો: ૧ રુકૂઅ: ૮
وَإِذْ قُلْتُمْ يَا مُوسَىٰ لَن نَّصْبِرَ عَلَىٰ طَعَامٍ وَاحِدٍ فَادْعُ لَنَا رَبَّكَ يُخْرِجْ لَنَا مِمَّا تُنبِتُ الْأَرْضُ مِن بَقْلِهَا وَقِثَّائِهَا وَفُومِهَا وَعَدَسِهَا وَبَصَلِهَا ۖ قَالَ أَتَسْتَبْدِلُونَ الَّذِي هُوَ أَدْنَىٰ بِالَّذِي هُوَ خَيْرٌ ۚ اهْبِطُوا مِصْرًا فَإِنَّ لَكُم مَّا سَأَلْتُمْ ۗ وَضُرِبَتْ عَلَيْهِمُ الذِّلَّةُ وَالْمَسْكَنَةُ وَبَاءُوا بِغَضَبٍ مِّنَ اللَّهِ ۗ ذَٰلِكَ بِأَنَّهُمْ كَانُوا يَكْفُرُونَ بِآيَاتِ اللَّهِ وَيَقْتُلُونَ النَّبِيِّينَ بِغَيْرِ الْحَقِّ ۗ ذَٰلِكَ بِمَا عَصَوا وَّكَانُوا يَعْتَدُونَ
وَإِذْ
અને જ્યારે
قُلْتُمْ
તમે કહ્યું
يٰمُوۡسٰى
ઓ મૂસા
لَن
કદાપિ નહીં
نَّصْبِرَ
અમે સબ્ર (ધીરજ) કરીએ
عَلَىٰ
પર
طَعَامٍ
ખોરાક
وَاحِدٍ
એક જ પ્રકારના
فَادْعُ
તો તું દુઆ કર
لَنَا
અમારા માટે
رَبَّكَ
તારા રબ પાસે
يُخْرِجْ
કે તે નીકાળે
لَنَا
અમારા માટે
مِمَّا
તેમાંથી જે
تُنبِتُ
ઉગાડે છે
الْأَرْضُ
ધરતી
مِن
માંથી
بَقْلِهَا
તેના શાકભાજી
وَقِثَّائِهَا
અને તેની કાકડી
وَفُومِهَا
અને ઘઉં
وَعَدَسِهَا
અને તેની મસૂરની દાળ
وَبَصَلِهَا
અને તેની ડુંગળી
قَالَ
તેણે (મૂસાએ) કહ્યું
أَتَسْتَبْدِلُونَ
શું તમે બદલવા માંગો છો
الَّذِي
તેને જે
هُوَ
તે
أَدْنَىٰ
હલકી/ઊતરતી કક્ષાનું છે
بِالَّذِي
તેના બદલામાં જે
هُوَ
તે
خَيْرٌ
શ્રેષ્ઠ (ઉત્તમ) છે
اهْبِطُوا
તમે બધા જાઓ
مِصْرًا
કોઈ શહેરમાં
فَإِنَّ
તો નક્કી
لَكُم
તમારા માટે મળશે
مَّا
જે
سَأَلْتُمْ
તમે માંગ્યું છે
وَضُرِبَتْ
અને થોપી દેવામાં આવી
عَلَيْهِمُ
તેમના પર
الذِّلَّةُ
લાચારી (લાંછન)
وَالْمَسْكَنَةُ
અને કંગાળિયત (ગરીબી)
وَبَاءُوا
અને તેઓ પાછા ફર્યા
بِغَضَبٍ
ગઝબ (ક્રોધ) સાથે
مِّنَ
તરફથી
اللَّهِ
અલ્લાહના
ذَٰلِكَ
بِأَنَّهُمْ
એટલા માટે કે નક્કી તેઓ
كَانُوا
હતા
يَكْفُرُونَ
ઇન્કાર કરતા
بِآيَاتِ
આયતોનો
اللَّهِ
અલ્લાહની
وَيَقْتُلُونَ
અને કતલ કરતા હતા
النَّبِيِّينَ
નબીઓ (પયગંબરો) ને
بِغَيْرِ
વગર
الْحَقِّ
કોઈ વાજબી કારણ (અન્યાયથી)
ذَٰلِكَ
بِمَا
એ કારણે હતું કે જે
عَصَوا
તેમણે નાફરમાની કરી
وَّكَانُوا
અને તેઓ હતા
يَعْتَدُونَ
હદ વટાવીજનારા
📌 વિષય: બની ઈસરાઈલ, મુસા અ.સ 🔹 પેટા વિષય: નાફરમાનીના પરિણામો
અનુવાદ: (૬૧). અને જ્યારે તમે કહ્યું, ''હે મૂસા ! અમે એક જ જાતના ખોરાક ઉપર સંતોષ માની શકતા નથી. એટલા માટે તમે પોતાના રબથી દુઆ કરો કે અમારા માટે જમીનમાથી ઉગાડે શાકભાજી, કાકડી, ઘઉં, મસૂર, અને ડુંગળી'' મૂસાએ કહ્યું કે શ્રેષ્ઠ વસ્તુઓના બદલામાં હલકી વસ્તુઓ શા માટે માંગો છો? ભલે, શહેરમાં જાઓ, અને ત્યાં તમને તમારી પંસદની બધી જ વસ્તુઓ મળશે, છેવટે એમના પર અપમાન અને લાચારી નાંખી દેવામાં આવી, અને તેઓ અલ્લાહનો ક્રોધ લઈને પાછા ફર્યા, આ એટલા‌ માટે કે તેઓ અલ્લાહની આયતોને માનતા ન હતાં, અને નબીઓને નાહક કતલ કરતાં હતાં, આ તેમના હદથી વધી જવાનું પરિણામ છે.
📖 તફસીર:
આ ઘટના એ જ ક્ષેત્રની છે. જે ઉપરની આયતની તફસીરમા વર્ણન છે...

મિસ્ર નો અર્થ અહીં ઇજિપ્તનુ મિસ્ર નથી, પરંતુ કોઈ એક શહેર છે. મતલબ, અહીંથી કોઈપણ શહેરમાં જાઓ અને ત્યાં ખેતી કરો, પોતાની મનપસંદ શાકભાજી, કઠોળ ઉગાડો અને ખાઓ...

જો કે તેમની આ માંગ અલ્લાહે આપેલ નેમતની નાશુક્રી હતી, જેથી તેમને કહેવામાં આવ્યું કે ત્યાં તમારી માંગણી પ્રમાણેની વસ્તુઓ મળી જશે...

ક્યાં તે નેમતો અને ઉપકારનું વર્ણન (જે ઉપર કરવામાં આવ્યું) ? ક્યાં તે અપમાન અને તિરસ્કૃત જે પાછળથી તેમના પર લાદવામાં આવી અને તેઓ અલ્લાહના ક્રોધનું ઉદાહરણ બની ગયા, ક્રોધ પણ રહમત(દયા)ની જેમ અલ્લાહનો ગુણ છે, જેનું અર્થઘટન કરીને તેનો અર્થ કાઢવો યોગ્ય નથી, અલ્લાહ તઆલા એવી રીતે જ ક્રોધિત થાય છે જે તેની શાનને લાયક છે તેનો કોઈ અર્થ કાઢવો યોગ્ય નથી...

આ અપમાન અને અલ્લાહના ક્રોધનું કારણ બતાવ્યું છે કે તેઓ અલ્લાહની આયતોનો ઈનકાર કરતાં અને અલ્લાહની તરફ બોલાવનાર અંબિયા અ.સ. નું અપમાન અને મજાક ઉડાવતાં આ જ કારણે અલ્લાહના ક્રોધના તેઓ હકદાર બન્યા, જેમ યહુદીઓએ આવું કૃત્ય કરીને અલ્લાહના ક્રોધના હકદાર થયાં, તો પછી આજના સમયમાં પણ જો કોઈ આ પ્રમાણે કરશે તો કેવી રીતે તેઓ અલ્લાહના ક્રોધથી બચશે? ચાહે તે કોઈપણ કોમનો હોય કે કોઈ પણ જગ્યાએથી હોય...

આ અપમાનતા અને તિરસ્કૃતનું બીજું કારણ નાફરમાની પણ છે એટલે કે જે કામથી તેમને રોકવામાં આવે તે કામ કરે છે. ફરમાબરદારી તે છે કે જેવી રીતે આદેશ આપવામાં આવ્યો હોય તે પ્રમાણે કરે પોતાના તરફથી ન કોઈ કમી કરે અને ન વધારો કરે, જે અલ્લાહને સખત નાપસંદ છે.
આયત ૬૨
પારો: ૧ રુકૂઅ: ૯
إِنَّ الَّذِينَ آمَنُوا وَالَّذِينَ هَادُوا وَالنَّصَارَىٰ وَالصَّابِئِينَ مَنْ آمَنَ بِاللَّهِ وَالْيَوْمِ الْآخِرِ وَعَمِلَ صَالِحًا فَلَهُمْ أَجْرُهُمْ عِندَ رَبِّهِمْ وَلَا خَوْفٌ عَلَيْهِمْ وَلَا هُمْ يَحْزَنُونَ
إِنَّ
નક્કી
الَّذِينَ
તે લોકો જેઓ
آمَنُوا
ઈમાન લાવ્યા
وَالَّذِينَ
અને તે લોકો જેઓ
هَادُوا
યહૂદી બન્યા
وَالنَّصَارَىٰ
અને ઈસાઈ
وَالصَّابِئِينَ
અને સાબીઓ
مَنْ
જે કોઈ પણ
آمَنَ
ઈમાન લાવશે
باللَّهِ
અલ્લાહ પર
وَالْيَوْمِ
અને દિવસ પર
الْآخِرِ
આખિરત (કયામત) ના
وَعَمِلَ
અને કરશે
صَالِحًا
સારા (નેક) કામો
فَلَهُمْ
તો તેમના માટે છે
أَجْرُهُمْ
તેમનો બદલો (અજર)
عِندَ
પાસે
رَبِّهِمْ
તેમના રબની
وَلَا
અને ન
خَوْفٌ
કોઈ ડર
عَلَيْهِمْ
તેમના પર હશે
وَلَا
અને ન
هُمْ
તેઓ
يَحْزَنُونَ
ગમગીન (ઉદાસ) થશે
📌 વિષય: ઈમાન 🔹 પેટા વિષય: ઈમાન અને અમલ
અનુવાદ: (૬૨). બેશક જે લોકો ઈમાન લાવ્યાં (કે પછી તેઓ) યહૂદી હોય, નસારા હોય, સાબી હોય, જે કોઈ પણ અલ્લાહ તઆલા પર અને આખિરત(પરલોક)ના દિવસ પર ઈમાન લાવે અને નેક કામ કરે તેમનો બદલો અલ્લાહ પાસે છે અને તેમના પર ન કોઈ ખૌફ હશે અને ન કોઈ ગમ હશે.
📖 તફસીર:
યહૂદ શબ્દ મુહબ્બત અથવા‌ તૌબાથી બન્યો છે તેમનું નામ તૌબા‌ કરવાથી અથવા તેઓ આપસમાં એકબીજા સાથે મુહબ્બતથી રહે છે તે કારણે પડ્યું, જો કે મુસા અ.સ. ને માનનારા લોકોને યહૂદી કહેવાય છે...

નસારા શબ્દનો અર્થ નુસરત(એટલે મદદ) એટલે કે તેઓ આપસમાં એકબીજાની‌ મદદ કરે છે તેથી તેમનું આ નામ પડ્યું જેમ કે તેઓએ ઈસા અ.સ.ને કહ્યું હતું જે આયત‌...
( نَحْنُ اَنْصَار اللّٰهِ )
અમે છીએ અલ્લાહના મદદગાર (સૂરહ સફ્ફ : 14)
હઝરત ઈસા અ.સ. ના અનુયાયીઓને નસારા તથા ઈસાઈ પણ કહેવાય છે...

સાબી લોકો કદાચિત પહેલાં સત્ય ધર્મ પર હશે એટલા માટે તેમનું યહૂદી અને ઈસાઈ સાથે વર્ણન છે, પરંતુ પછી તેઓ તારાઓની પૂજામાં લાગી ગયા, અથવા તે લોકો જે કોઈ ધર્મમાં માનતા નથી એટલે કે નાસ્તિક લોકો...

કેટલાક લોકોએ આ આયતનો ખોટો ભાવાર્થ સમજ્યો છે એટલે કે મુહમ્મદ ﷺ ની રિસાલત‌ પર ઈમાન લાવવું જરૂરી નથી બસ સદકાર્ય કરવાથી સફળ થઈ જવાશે... આવો વિચાર કરવો પણ ખૂબજ મોટો અને સખત ગુનો છે...

આ આયતની સહી તફસીર આ પ્રમાણે છે...
જ્યારે અલ્લાહ તઆલાએ આના પહેલાંની આયતોમાં યહૂદીઓના દુષ્કર્મો અને અવજ્ઞાઓ અને તેના કારણે તેઓ સજાને પાત્ર હોવાનો ઉલ્લેખ કર્યો છે, તો મનમાં એક વિચાર ઉભો થઈ શકે છે કે જે યહૂદીઓ અલ્લાહની સાચી કિતાબનું પાલન કરે છે અને તેમના પયગંબરના માર્ગદર્શન મુજબ જીવન વિતાવે છે તેમની સાથે અલ્લાહ તઆલાએ શું મામલો કર્યો હશે...?

અલ્લાહ તઆલાએ આ વાતની‌ સ્પષ્ટતા કરીને ફરમાવી દીધું કે ફક્ત યહૂદી નહીં પણ નસારા (એટલે કે ઈસાઈ) અને સાબી પોત પોતાના સમયમાં એટલે કે તેમના પયગંબરના સમયમાં એટલે કે પયગંબર મુહમ્મદ ﷺ ના આવ્યાં પહેલાં અલ્લાહ પર‌ અને પરલોકના દિવસ પર ઈમાન લાવીને નેક અમલ કરતાં રહ્યાં તેઓ સફળતા પ્રાપ્ત કરશે અને તેવી જ રીતે પયગંબર મુહમ્મદ ﷺ ના આવ્યાં પછી તેમની રિસાલત પર ઈમાન લાવનારા મુસલમાનો પણ સહીહ તરીકાથી અલ્લાહ પર ઈમાન અને આખિરત પર ઈમાન અને નેક અમલ કરતાં રહ્યાં તે પણ આખિરતની અપાર‌ નેમતોના હકદાર બનશે...

પરલોકમાં કોઈની સાથે ભેદભાવ કરવામાં આવશે નહીં, દરેકને નિષ્પક્ષ બદલો મળશે. ભલે પછી તે મુસ્લિમો હોય કે યહૂદીઓ, કે ઈસાઈઓ અને સાબી વગેરે...

સહીહ મુસ્લિમમા હદીસ છે કે પયગંબર મુહમ્મદ ﷺ એ ફરમાવ્યું : કસમ છે તે જાતની જેના હાથમાં મારો જીવ છે, મારી આ ઉમ્મતમાંથી જે કોઈ પણ મારી વાત સાંભળી લે તે પછી યહૂદી હોય કે ઈસાઈ, અથવા જે કોઈ પણ હોય મારા પર ઈમાન ન લાવે તે જહન્નમ એટલે કે નરકમાં જશે...

એટલા માટે જરૂરી છે કે કુરઆનની આયતોને સમજવા માટે હદીસોનો પણ અભ્યાસ કરવામાં આવે.
આયત ૬૩
પારો: ૧ રુકૂઅ: ૯
وَإِذْ أَخَذْنَا مِيثَاقَكُمْ وَرَفَعْنَا فَوْقَكُمُ الطُّورَ خُذُوا مَا آتَيْنَاكُم بِقُوَّةٍ وَاذْكُرُوا مَا فِيهِ لَعَلَّكُمْ تَتَّقُونَ
وَإِذْ
અને જ્યારે
أَخَذْنَا
અમે લીધું
مِيثَاقَكُمْ
તમારું વચન (કરાર)
وَرَفَعْنَا
અને અમે ઊંચો કર્યો
فَوْقَكُمُ
તમારા પર
الطُّورَ
તૂર પહાડને
خُذُوا
તમે મજબૂતીથી પકડી લો
مَا
જે
آتَيْنَاكُم
અમે તમને આપ્યું છે
بِقُوَّةٍ
મજબૂતી (તાકાત) સાથે
وَاذْكُرُوا
અને યાદ રાખો
مَا
જે
فِيهِ
તેમાં છે
لَعَلَّكُمْ
જેથી તમે
تَتَّقُونَ
ડરવાવાળા (પરહેઝગાર) બની જાઓ
📌 વિષય: બની ઈસરાઈલ 🔹 પેટા વિષય: કરાર કર્યો
અનુવાદ: (૬૩). અને જ્યારે અમે તમારાથી વચન લીધું અને તમારા પર તૂર પહાડ ઉઠાવી દીધો અને કહ્યું જે અમે તમને આપ્યું તેને મજબૂતીથી પકડી રહો અને જે કંઈ તેમાં છે તેને યાદ કરી લો, જેથી તમે પરહેજગાર બની જાઓ.
📖 તફસીર:
જ્યારે તૌરાતના આદેશોના વિષે યહૂદીઓએ પોતાની શરારત અને બદમાશીથી કહ્યું અમે તો આ આદેશોનુ પાલન નહીં કરી શકીએ તો અલ્લાહ તઆલાએ તૂર પહાડને છતની જેમ તેમના પર ઉઠાવી દીધો જેનાથી તેઓએ ડરીને આદેશોનું પાલન કરવાનો વાયદો કર્યો. (અહસનુલ બયાન)

وَ اِذْ نَتَقْنَا الْجَبَلَ
એટલે કે તેમના પર ઝૂકી ગયો અને છતની જેમ તેમના પર પડછાયો પાડ્યો, ત્યાં સુધી કે તેઓને ખાતરી થઈ જાય કે તે તેમના પર પહાડ પડવાનો છે... (વધુ જુઓ સુરહ અઅરાફ, આયત નં : 171)

આ દસમી‌ નેમત છે, કારણ કે આ વાયદો પણ તેમના લાભ માટે જ હતો...

શબ્દ ”مَاۤ اٰتَيْنٰكُمْ“ ની સમજૂતી અહીં આવી નથી, પણ તેનો અન્ય જગ્યાએ ઉલ્લેખ છે કે તેનાથી આશય કિતાબ છે, ઉદાહરણ તરીકે: [સૂરહ અલ-મુઅમેનૂન : 49] "અને ચોક્કસપણે અમે મૂસાને કિતાબ આપી, જેથી તે (લોકો) માર્ગદર્શન પ્રાપ્ત કરે.

શબ્દ ”بِقُوَّةٍ“ (બળથી પકડવું) નો અર્થ છે તેના પર અમલ કરવો. (તફસીર અલ કુરઆન)
આયત ૬૪
પારો: ૧ રુકૂઅ: ૯
ثُمَّ تَوَلَّيْتُم مِّن بَعْدِ ذَٰلِكَ ۖ فَلَوْلَا فَضْلُ اللَّهِ عَلَيْكُمْ وَرَحْمَتُهُ لَكُنتُم مِّنَ الْخَاسِرِينَ
ثُمَّ
પછી
تَوَلَّيْتُم
તમે ફરી ગયા
مِّن
પછી
بَعْدِ
બાદ
ذَٰلِكَ
તેના
فَلَوْلَا
તો જો ન હોત
فَضْلُ
કૃપા (ફઝલ)
اللَّهِ
અલ્લાહની
عَلَيْكُمُ
તમારા પર
وَرَحْمَتُهُ
અને તેની રહમત (દયા)
لَكُنتُم
તો ચોક્કસ તમે થઈ જાત
مِّنَ
માંથી
الْخَاسِرِينَ
નુકસાન ઉઠાવનારાઓ
📌 વિષય: બની ઈસરાઈલ 🔹 પેટા વિષય: કરાર તોડ્યો
અનુવાદ: (૬૪). પરંતુ તમે લોકો એના પછી પણ ફરી ગયા, પછી જો અલ્લાહ તઆલાની દયા અને તેની‌ રહમત(અર્થાત્ કૃપા) તમારા પર ન હોત, તો તમે નુકસાન ઉઠાવનારા થઈ જતાં.
📖 તફસીર:
આ પાક્કો વાયદો કર્યા પછી પણ તેઓએ તૌરાતની ઘણી બાબતોને છોડી દીધી, અને તોરાતમા ઘણી એવી બાબતોને ફેરફાર કરવા લાગ્યા, તેની આયતોને છુપાવી, પયગંબરોની આજ્ઞાઓનો અનાદર કર્યો, તેમાંથી કેટલાકને નકાર્યા અને કેટલાકને કતલ કરી નાખ્યા,

لَكُنْتُمْ مِّنَ الْخٰسِرِيْنَ
એટલે કે આટલી બધી નાફરમાનીઓ કરી હોવા છતાંય, તેઓને તરત જ અઝાબથી‌ પકડવાને બદલે, તેમને તૌબા કરવાનો સમય આપવામાં આવ્યો.
આયત ૬૫
પારો: ૧ રુકૂઅ: ૯
وَلَقَدْ عَلِمْتُمُ الَّذِينَ اعْتَدَوْا مِنكُمْ فِي السَّبْتِ فَقُلْنَا لَهُمْ كُونُوا قِرَدَةً خَاسِئِينَ
وَلَقَدْ
અને ખરેખર
عَلِمْتُمُ
તમે જાણી ચૂક્યા છો
الَّذِينَ
તે લોકોને જેઓ
اعْتَدَوْا
હદ વટાવી ગયા
مِنكُمْ
તમારામાંથી
فِي
બાબતમાં
السَّبْتِ
શનિવારના (દિવસ)
فَقُلْنَا
તો અમે કહ્યું
لَهُمْ
તેમને
كُونُوا
તમે બની જાઓ
قِرَدَةً
વાંદરા
خَاسِئِينَ
ધિક્કારેલા
📌 વિષય: બની ઈસરાઈલ 🔹 પેટા વિષય: નાફરમાનીના પરિણામો
અનુવાદ: (૬૫). અને ખરેખર તમે લોકોને તે લોકો(વિષે) પણ જાણ છે જેઓ તમારામાંથી શનિવારના દિવસ વિષે હદથી વધી ગયા હતાં અને અમે પણ કહીં દીધું કે તમે ધુત્કારેલ વાંદરા બની જાઓ.
📖 તફસીર:
સબ્ત (એટલે કે શનિવાર) ના દિવસે યહૂદીઓને માછલી પકડવા અથવા કોઈપણ દુન્યવી કાર્ય કરવાની મનાઈ હતી, પરંતુ તેઓએ યુક્તિ દ્વારા અલ્લાહના આદેશનું ઉલ્લંઘન કર્યું. અને (તેઓની પરીક્ષા કરવા માટે) શનિવારના દિવસે જ વધુ માછલીઓ આવતી, તો તેઓએ ખાડા ખોદયા જેથી માછલીઓ તેમાં ફસાઈ જાય અને પછી રવિવારે તેઓ તેને પકડી લેતા...

આ વસ્તીમા ત્રણ જૂથો પડી ગયા. એક ગુનાહિત જૂથ હતું જે આ યુક્તિ દ્વારા માછલીઓ પકડે છે. બીજું જૂથ એ હતું કે જેણે તેમને આ યુક્તિ કરવાની મનાઈ કરી હતી અને ત્રીજું જૂથ તે હતું કે જેઓ પોતે માછલી પકડતા ન હતા પણ પકડનારાઓને મનાઈ કરતા નહોતા અને મનાઈ કરનારાઓને કહેતા કે તમે આ લોકોને કેમ મનાઈ કરો છો? જે રોકાવવાના નથી અને તેમના પર અઝાબ અવતરશે...

અને જેઓ મનાઈ કરતાં હતાં તેઓ જવાબ આપતાં કે અમે એટલા માટે આ લોકોને રોકીએ છીએ કે જેથી અમે અમારા રબ સમક્ષ અમે માફી માંગી શકીએ અને કદાચ આ લોકોને પસ્તાવો થાય અને રોકાઈ જાય. (સૂરહ અઅરાફ :164)
આયત ૬૬
પારો: ૧ રુકૂઅ: ૯
فَجَعَلْنَاهَا نَكَالًا لِّـمَا بَيْنَ يَدَيْهَا وَمَا خَلْفَهَا وَمَوْعِظَةً لِّلْمُتَّقِينَ
فَجَعَلْنَاهَا
પછી અમે બનાવી દીધો આ બનાવને
نَكَالًا
એક બોધપાઠ (ચેતવણી)
لِّـمَا
તેના માટે જે
بَيْنَ يَدَيْهَا
સામે હતું (તેમના એ સમયના લોકો)
وَمَا
અને તેના માટે જે
خَلْفَهَا
પછી આવનારા હતા
وَمَوْعِظَةً
અને શિખામણ
لِّلْمُتَّقِينَ
ડરવાવાળા (મુત્તકીઓ) માટે
અનુવાદ: (૬૬). તો આ (ઘટનાને) અમે આગલા અને પાછલા લોકો માટે બોધપાઠનું કારણ બનાવ્યું અને પરહેજગારો માટે નસીહત(શિખામણ) છે.
📖 તફસીર:
આયત ૬૭
પારો: ૧ રુકૂઅ: ૯
وَإِذْ قَالَ مُوسَىٰ لِقَوْمِهِ إِنَّ اللَّهَ يَأْمُرُكُمْ أَن تَذْبَحُوا بَقَرَةً ۖ قَالُوا أَتَتَّخِذُنَا هُزُوًا ۖ قَالَ أَعُوذُ بِاللَّهِ أَنْ أَكُونَ مِنَ الْجَاهِلِينَ
وَإِذْ
અને જ્યારે
قَالَ
કહ્યું
مُوسَىٰ
મૂસાએ
لِقَوْمِهِ
પોતાની કોમને
إِنَّ
નક્કી
اللَّهَ
અલ્લાહ
يَأْمُرُكُمْ
તમને હુકમ આપે છે
أَن
કે
تَذْبَحُوا
તમે ઝબહ (કુરબાન) કરો
بَقَرَةً
એક ગાયને
قَالُوا
તેમણે કહ્યું
أَتَتَّخِذُنَا
શું તું બનાવે છે અમને
هُزُوًا
મજાક
قَالَ
તેણે (મૂસાએ) કહ્યું
أَعُوذُ
હું પનાહ (શરણ) માંગુ છું
بِاللَّهِ
અલ્લાહની
أَنْ
કે
أَكُونَ
હું બનું
مِنَ
માંથી
الْجَاهِلِينَ
જાહિલો (અજ્ઞાનીઓ)
📌 વિષય: બની ઈસરાઈલ,મુસા અ.સ. 🔹 પેટા વિષય: ગાયને ઝબેહ
અનુવાદ: (૬૭). અને જ્યારે હઝરત મૂસા (અ.સ.) એ પોતાની કોમને કહ્યું કે અલ્લાહ તઆલા તમને એક ગાય ઝબેહ (વધ) કરવાનો આદેશ આપે છે, તો તેઓએ કહ્યું અમારી સાથે મશ્કરી કેમ કરો છો? તો મૂસાએ જવાબ આપ્યો કે હું આવી અજ્ઞાનતાથી અલ્લાહ તઆલાની પનાહ માગું છું.
📖 તફસીર:
બની ઈસરાઈલની કોમમાં એક વ્યક્તિ હતો જેની કોઈ ઔલાદ ન હતી અને તેનો એક જ ભત્રીજો હતો, એક રાત્રે તે ભત્રીજાએ પોતાના કાકાને કતલ કરીને તેની લાશને બીજા કોઈ વ્યક્તિના દરવાજા પર નાખી દીધી, અસલી કાતિલની શોધમાં તેઓ એકબીજાના પર આરોપ લગાવતાં હતાં, છેવટે આ મામલો હઝરત મૂસા અ.સ‌. સુધી પહોંચ્યો, તો તેમણે આ લોકોને એક ગાય ઝબેહ કરવાનો અલ્લાહનો આદેશ બતાવ્યો, અને પછી ગાયના માંસનો એક ટુકડો લાશ પર મારવામાં આવ્યો, જેનાથી તે જીવિત થયો અને કાતિલની ઓળખ બતાવીને મરી ગયો.... (ફત્હુલ કદીર)
આયત ૬૮
પારો: ૧ રુકૂઅ: ૯
قَالُوا ادْعُ لَنَا رَبَّكَ يُبَيِّن لَّنَا مَا هِيَ ۚ قَالَ إِنَّهُ يَقُولُ إِنَّهَا بَقَرَةٌ لَّا فَارِضٌ وَلَا بِكْرٌ عَوَانٌ بَيْنَ ذَٰلِكَ ۖ فَافْعَلُوا مَا تُؤْمَرُونَ
قَالُوا
તેમણે કહ્યું
ادْعُ
દુઆ કર
لَنَا
અમારા માટે
رَبَّكَ
તારા રબ પાસે
يُبَيِّن
તે સ્પષ્ટ બતાવે
لَّنَا
અમારા માટે
مَا
કેવી
هِيَ
તે (ગાય) છે
قَالَ
તેણે કહ્યું
إِنَّهُ
નક્કી તે (અલ્લાહ)
يَقُولُ
કહે છે
إِنَّهَا
કે નક્કી તે
بَقَرَةٌ
એવી ગાય છે
لَّا
નહીં
فَارِضٌ
ઘરડી (વૃદ્ધ)
وَلَا
અને નહીં
بِكْرٌ
સાવ નાની (વાછરડી)
عَوَانٌ
મધ્યમ ઉંમરની છે
بَيْنَ
વચ્ચે
ذَٰلِكَ
આ બંનેની
فافْعَلُوا
તો તમે કરી દો
مَا
જે
تُؤْمَرُونَ
તમને હુકમ આપવામાં આવે છે
📌 વિષય: બની ઈસરાઈલ 🔹 પેટા વિષય: ગાયને ઝબેહ
અનુવાદ: (૬૮). તેમણે કહ્યું, હે મુસા ! અલ્લાહથી દુઆ કરો કે અમને તેના વિષે બતાવી દે. મૂસાએ ફરમાવ્યું, સાંભળો! તે ગાય ન તો ઘરડી હોય અને ન વાછરડું, પરંતુ મધ્યમ ઉંમરની હોય, હવે તમને જે આદેશ આપવામાં આવે છે તેનું પાલન કરો.
📖 તફસીર:
જો બની ઈસરાઈલે શરૂઆતમાં જ કોઈપણ સાધારણ ગાય ઝબહ કરી દીધી હોત તો તે પૂરતી થઈ જાત. પરંતુ તેમણે બિનજરૂરી પ્રશ્નો પૂછીને પોતાના માટે મામલો અઘરો બનાવી દીધો. અલ્લાહ તઆલાએ તેમની માંગણી મુજબ ગાયની ઉંમર સ્પષ્ટ કરી કે તે ન વધારે ઘરડી હોવી જોઈએ કે ન સાવ નાની, પરંતુ મધ્યમ ઉંમરની હોવી જોઈએ.
આયત ૬૯
પારો: ૧ રુકૂઅ: ૯
قَالُوا ادْعُ لَنَا رَبَّكَ يُبَيِّن لَّنَا مَا لَوْنُهَا ۚ قَالَ إِنَّهُ يَقُولُ إِنَّهَا بَقَرَةٌ صَفْرَاءُ فَاقِعٌ لَّوْنُهَا تَسُرُّ النَّاظِرِينَ
قَالُوا
તેમણે કહ્યું
ادْعُ
દુઆ કર
لَنَا
અમારા માટે
رَبَّكَ
તારા રબ પાસે
يُبَيِّن
તે સ્પષ્ટ બતાવે
لَّنَا
અમારા માટે
مَا
કેવો
لَوْنُهَا
તેનો રંગ છે
قَالَ
તેણે કહ્યું
إِنَّهُ
નક્કી તે
يَقُولُ
કહે છે
إِنَّهَا
કે નક્કી તે
بَقَرَةٌ
એક ગાય છે
صَفْرَاءُ
પીળા રંગની
فَقِعٌ
ચટક (ઘાટો)
لَّوْنُهَا
તેનો રંગ છે
تَسُرُّ
ખુશ કરે છે
النَّاظِرِينَ
જોનારાઓને
📌 વિષય: બની ઈસરાઈલ 🔹 પેટા વિષય: ગાયને ઝબેહ
અનુવાદ: (૬૯). તેઓ ફરીથી કહેવા લાગ્યા કે અલ્લાહથી દુઆ કરો કે તે અમને બતાવી દે કે એનો રંગ કેવો હોય? ફરમાવ્યું તે કહે છે કે ગાય ઘેરા પીળા રંગની હોય, અને તેનો રંગ જોનારાઓને ખુશ કરી દે.
📖 તફસીર:
બની ઈસરાઈલે ફરીથી હઠધર્મી બતાવીને રંગ વિશે સવાલ પૂછ્યો. જવાબમાં જણાવવામાં આવ્યું કે તેનો રંગ ચટક ચમકતો ઘેરો પીળો હોવો જોઈએ, જેને જોઈને જ જોનારનું મન પ્રસન્ન થઈ જાય. આ રીતે તેમણે પોતાના માટે શરતો વધારે કઠિન બનાવી લીધી.
આયત ૭૦
પારો: ૧ રુકૂઅ: ૯
قَالُوا ادْعُ لَنَا رَبَّكَ يُبَيِّن لَّنَا مَا هِيَ إِنَّ الْبَقَرَ تَشَابَهَ عَلَيْنَا وَإِنَّا إِن شَاءَ اللَّهُ لَمُهْتَدُونَ
قَالُوا
તેમણે કહ્યું
ادْعُ
દુઆ કર
لَنَا
અમારા માટે
رَبَّكَ
તારા રબ પાસે
يُبَيِّن
તે સ્પષ્ટ બતાવે
لَّنَا
અમારા માટે
مَا
કેવી
هِيَ
તે છે
إِنَّ
નક્કી
الْبَقَرَ
ગાયો
تَشَابَهَ
શંકાસ્પદ (એક સરખી)
عَلَيْنَا
અમારા પર થઈ ગઈ છે
وَإِنَّا
અને નક્કી અમે
إِن
જો
شَاءَ
ઈચ્છશે
اللَّهُ
અલ્લાહ
لَمُهْتَدُونَ
તો ચોક્કસ સાચો રસ્તો મેળવી લઈશું
📌 વિષય: બની ઈસરાઈલ 🔹 પેટા વિષય: ગાયને ઝબેહ
અનુવાદ: (૭૦). તેઓ કહેવા લાગ્યા કે પોતાના રબથી દુઆ કરો કે તે અમને સ્પષ્ટ બતાવી દે કે તે કેવી હોય? આ પ્રકારની ઘણી ગાયો છે ખબર નહીં પડે, જો અલ્લાહ ઈચ્છશે તો અમને માર્ગદર્શન પ્રાપ્ત થઈ જશે.
📖 તફસીર:
આયત ૭૧
પારો: ૧ રુકૂઅ: ૯
قَالَ إِنَّهُ يَقُولُ إِنَّهَا بَقَرَةٌ لَّا ذَلُولٌ تُثِيرُ الْأَرْضَ وَلَا تَسْقِي الْحَرْثَ مُسَلَّمَةٌ لَّاشِيَةَ فِيهَا ۚ قَالُوا الْآنَ جِئْتَ بِالْحَقِّ ۚ فَذَبَحُوهَا وَمَا كَادُوا يَفْعَلُونَ
قَالَ
તેણે (મૂસાએ) કહ્યું
إِنَّهُ
નક્કી તે (અલ્લાહ)
يَقُولُ
કહે છે
إِنَّهَا
કે નક્કી તે
بَقَرَةٌ
એવી ગાય છે
لَّا
નથી
ذَلُولٌ
જૂંપાયેલી (મહેનતુ)
تُثِيرُ
જે ખેડે
الْأَرْضَ
જમીનને
وَلَا
અને નથી
تَسْقِي
પાણી પાતી
الْحَرْثَ
ખેતરને
مُسَلَّمَةٌ
તંદુરસ્ત (દાગ વગરની)
لَّا
નથી
شِيَةَ
કોઈ ડાઘ/ચિહ્ન
فِيهَا
તેમાં
قَالُوا
તેમણે કહ્યું
الْآنَ
હવે
جِئْتَ
તું લાવ્યો છે
بِالْحَقِّ
સાચી વાત (સ્પષ્ટતા)
فَذَبَحُوهَا
તો તેમણે તેને ઝબહ કરી દીધી
وَمَا
અને ન હતા
كَادُوا
તેઓ નજીક કે
يَفْعَلُونَ
એમ કરી શકતા
📌 વિષય: બની ઈસરાઈલ 🔹 પેટા વિષય: ગાયને ઝબેહ
અનુવાદ: (૭૧). તેણે (મૂસાએ)કહ્યું કે અલ્લાહનો આદેશ છે કે તે ગાય ખેતીવાળી જમીનમાં હળ જોતવાવાળી અને ખેતીને પાણી પીવડાવવાવાળી નહીં, તે સ્વસ્થ અને બેદાગ છે. તેઓએ કહ્યું હવે આપે સ્પષ્ટ કરી દીધું, પછી પણ તેઓ આદેશોનું પાલન કરનાર ન હતા, પરંતુ તેમણે માન્યું અને ગાયને ઝબેહ કરી.
📖 તફસીર:
તેઓને આદેશ તો તે આપવામાં આવ્યો હતો કે એક ગાય ઝબેહ કરી દે, ભલે તે ગાય કોઈ પણ હોય તેને ઝબેહ કરી દેતાં તો આદેશનું પાલન થઈ જાત, પરંતુ તેઓએ અલ્લાહના આદેશનું સરળ રીતે પાલન કરવાના બદલે ખામીઓ અને ખૂબીઓ શોધવા લાગ્યા અને અલગ અલગ સવાલ કરવા લાગ્યા, જેના લીધે અલ્લાહે પણ તેમના પર કઠીનાઈઓ કરવા લાગ્યો...

એટલા માટે જ દિનમાં કઠીનતા અપનાવવાની મનાઈ છે...
આયત ૭૨
પારો: ૧ રુકૂઅ: ૧૦
وَإِذْ قَتَلْتُمْ نَفْسًا فَادَّارَأْتُمْ فِيهَا ۖ وَاللَّهُ مُخْرِجٌ مَّا كُنتُمْ تَكْتُمُونَ
وَإِذْ
અને જ્યારે
قَتَلْتُمْ
તમે કતલ કર્યું
نَفْسًا
એક વ્યક્તિનું
فَادَّارَأْتُمْ
પછી તમે ઝઘડવા લાગ્યા
فِيهَا
તેના વિશે
وَاللَّهُ
અને અલ્લાહ
مُخْرِجٌ
જાહેર કરવાવાળો હતો
مَّا
જે કંઈ
كُنتُمْ
તમે હતા
تَكْتُمُونَ
છુપાવતા
📌 વિષય: બની ઈસરાઈલ 🔹 પેટા વિષય: ગાયને ઝબેહ
અનુવાદ: (૭૨). અને જ્યારે તમે એક જીવને કતલ કરી દીધો, પછી એકબીજા પર આરોપ મુકવા લાગ્યા, અને અલ્લાહને તમારી છુપાયેલી વાત જાહેર કરવી હતી.
📖 તફસીર:
આ હત્યાની ઘટનાને લીધે બની ઈસરાઈલને ગાય ઝબેહ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો અને આ રીતે અલ્લાહ તઆલાએ તે હત્યાનો પર્દાફાશ કરી દીધો, જે રાતના અંધારામાં લોકોથી છુપાવીને કરાઈ હતી...

મતલબ સ્પષ્ટ છે કે નેકી હોય કે ગુનાહ તમે ગમે તેટલી છુપાવીને કરો અલ્લાહના ઈલ્મમાં છે અને અલ્લાહ તઆલા તેને લોકો સમક્ષ જાહેર કરવાની કુદરત ધરાવે છે. એટલા માટે તનહાઈમાં અથવા જાહેરમાં દરેક સમયે અને દરેક જગ્યાએ નેક કામો જ કરો જેથી તે કોઈ પણ સમયે જાહેર થઈ જાય અને લોકો સુધી તેની જાણ પણ થાય તો શર્મદગી ન થાય. પરંતુ તેમાં વધારો થાય અને ગુનો ગમે તેટલો પણ છુપાવીને કરો તેનો પર્દાફાશ થવાનો જ છે જેનાથી વ્યક્તિની બદનામી થાય છે.
આયત ૭૩
પારો: ૧ રુકૂઅ: ૧૦
فَقُلْنَا اضْرِبُوهُ بِبَعْضِهَا ۚ كَذَٰلِكَ يُحْيِي اللَّهُ الْمَوْتَىٰ وَيُرِيكُمْ آيَاتِهِ لَعَلَّكُمْ تَعْقِلُونَ
فَقُلْنَا
તો અમે કહ્યું
اضْرِبُوهُ
મારો આ (મુર્દા) ને
بِبَعْضِهَا
તે (ગાય) ના એક ટુકડાથી
كَذَٰلِكَ
આવી જ રીતે
يُحْيِي
જીવતા કરે છે
اللَّهُ
અલ્લાહ
الْمَوْتَىٰ
મૃતકોને
وَيُرِيكُمْ
અને તે તમને બતાવે છે
آيَاتِهِ
પોતાની નિશાનીઓ
لَعَلَّكُمْ
જેથી તમે
تَعْقِلُونَ
બુદ્ધિ વાપરો
📌 વિષય: બની ઈસરાઈલ 🔹 પેટા વિષય: ગાયને ઝબેહ
અનુવાદ: (૭૩). અમે કહ્યું તે ગાયનો એક ટુકડો મડદાના શરીર પર મારો (તે જીવતો થઈ જશે) આ રીતે અલ્લાહ તઆલા મડદાને જીવતા કરીને તમારી અકલમંદી માટે નિશાનીઓ બતાવે છે.
📖 તફસીર:
મરનાર વ્યક્તિનું બીજીવાર જીવિત થવું એ સાબિત કરે છે કે અલ્લાહ તઆલા કયામતના દિવસે તમામ મનુષ્યોને બીજીવાર જીવિત કરવાની પોતાની કુદરતનું એલાન કરે છે, કયામતના દિવસે મડદાઓનુ જીવિત થવું કયામતનો ઈન્કાર કરનારાઓ માટે વિચાર વિમર્શ કરવા માટેનું કારણ બનાવે છે. એટલા માટે અલ્લાહ તઆલાએ કુરઆનમાં ઘણી જગ્યાએ આ વિશે વર્ણન કર્યું છે.
આયત ૭૪
પારો: ૧ રુકૂઅ: ૧૦
ثُمَّ قَسَتْ قُلُوبُكُم مِّن بَعْدِ ذَٰلِكَ فَهِيَ كَالْحِجَارَةِ أَوْ أَشَدُّ قَسْوَةً ۚ وَإِنَّ مِنَ الْحِجَارَةِ لَمَا يَتَفَجَّرُ مِنْهُ الْأَنْهَارُ ۚ وَإِنَّ مِنْهَا لَمَا يَشَّقَّقُ فَيَخْرُجُ مِنْهُ الْمَاءُ ۚ وَإِنَّ مِنْهَا لَمَا يَهْبِطُ مِنْ خَشْيَةِ اللَّهِ ۗ وَمَا اللَّهُ بِغَافِلٍ عَمَّا تَعْمَلُونَ
ثُمَّ
પછી
قَسَتْ
સખત થઈ ગયા
قُلُوبُكُم
તમારા દિલ
مِّن
પછી
بَعْدِ
બાદ
ذَٰلِكَ
તેના
فَهِيَ
તો તે થઈ ગયા
كَالْحِجَارَةِ
પથ્થર જેવા
أَوْ
અથવા
أَشَدُّ
તેનાથી પણ વધારે
قَسْوَةً
સખત
وَإِنَّ
અને નક્કી
مِنَ
માંથી
الْحِجَارَةِ
પથ્થરો
لَمَا
કેટલાક એવા છે જેનાથી
يَتَفَجَّرُ
ફૂટી નીકળે છે
مِنْهُ
તેમાંથી
الْأَنْهَارُ
નહેરો (નદીઓ)
وَإِنَّ
અને નક્કી
مِنْهَا
તેમાંથી
لَمَا
કેટલાક એવા છે જે
يَشَّقَّقُ
ફાટી જાય છે
فَيَخْرُجُ
પછી નીકળે છે
مِنْهُ
તેમાંથી
الْمَاءُ
પાણી
وَإِنَّ
અને નક્કી
مِنْهَا
તેમાંથી
لَمَا
કેટલાક એવા છે જે
يَهْبِطُ
ખસી (ગબડી) પડે છે
مِنْ
લીધે
خَشْيَةِ
ડરથી
اللَّهِ
અલ્લાહના
وَمَا
અને નથી
اللَّهُ
અલ્લાહ
بِغَافِلٍ
બેખબર
عَمَّا
તેનાથી જે
تَعْمَلُونَ
તમે કરો છો
📌 વિષય: બની ઈસરાઈલ
અનુવાદ: (૭૪). તે પછી પણ તમારા દિલ કઠોર થઈ ગયા, જાણે કે પથ્થર જેવા અથવા તેનાથી પણ વધારે સખત. અને પથ્થરોમાં તો કેટલાક એવા પણ હોય છે જેમાંથી નહરો વહી નીકળે છે, અને કેટલાક ફાટી જાય છે અને તેમાંથી પાણી નીકળી પડે છે, અને કેટલાક અલ્લાહના ડરથી ખરી(ગબડી) પડે છે, અને અલ્લાહ તઆલા તમારા અમલ(કાર્યો)થી ગાફિલ (અજાણ) નથી.
📖 તફસીર:
એટલે કે પાછલા મોજિઝા (ચમત્કારો) અને આ તાજેતરની ઘટના કે મૃત્યુ પામેલો વ્યક્તિ ફરીથી જીવતો થઈ ગયો, તે જોઈને પણ તમારા દિલની અંદર તોબા (પશ્ચાતાપ) અને ઇસ્તગફાર (ક્ષમાયાચના) ની લાગણી જાગી નહીં...

બલ્કે આનાથી વિપરીત, તમારા દિલ પથ્થરની જેમ સખત અથવા તો તેનાથી પણ વધુ સખત થઈ ગયા. આના પછી તેમના સુધારણાની આશા ઓછી અને સંપૂર્ણ વિનાશનો ભય વધી જાય છે. તેથી ઈમાનવાળાઓને ખાસ કરીને તાકીદ કરવામાં આવી છે કે ઈમાનવાળા એ લોકો જેવા ન બની જાય જેમને આ પહેલાં ગ્રંથ (કિતાબ) આપવામાં આવ્યો હતો, પરંતુ લાંબો સમય વિતી જવા પર તેમના દિલ સખત થઈ ગયા...

પથ્થરોની સખતતા હોવા છતાં તેમનાથી જે ફાયદાઓ પ્રાપ્ત થાય છે અને જે સ્થિતિ તેમના પર વિતે છે, તેનું આ વર્ણન છે. આનાથી માલૂમ થાય છે કે પથ્થરોની અંદર પણ એક પ્રકારની સમજ (જ્ઞાન) અને અનુભૂતિ વિરાજમાન છે, જેવી રીતે અલ્લાહ તઆલાનું ફરમાન છે:
આયત:- "સાતેય આકાશો અને ધરતી તથા જે કંઈ પણ તેમની અંદર છે, તે બધું જ અલ્લાહની પવિત્રતાનું વર્ણન કરે છે, અને એવી કોઈ વસ્તુ નથી જે તેની પ્રશંસા સાથે તેની ગુણગાથા ન ગાતી હોય, પરંતુ તમે તેમની તસ્બીહ (પ્રશંસા) ને સમજી શકતા નથી. નિઃસંશય તે ખૂબ જ સહનશીલ અને ક્ષમાશીલ છે." (સૂરહ બની ઇસરાઈલ 17:44)
આયત ૭૫
પારો: ૧ રુકૂઅ: ૧૦
أَفَتَطْمَعُونَ أَن يُؤْمِنُوا لَكُمْ وَقَدْ كَانَ فَرِيقٌ مِّنْهُمْ يَسْمَعُونَ كَلَامَ اللَّهِ ثُمَّ يُحَرِّفُونَهُ مِن بَعْدِ مَا عَقَلُوهُ وَهُمْ يَعْلَمُونَ
أَفَتَطْمَعُونَ
શું તો પણ તમે આશા રાખો છો
أَن
કે
يُؤْمِنُوا
તેઓ ઈમાન લાવશે
لَكُمْ
તમારા કહેવાથી
وَقَدْ
જ્યારે કે ખરેખર
كَانَ
હતો
فَرِيقٌ
એક ગૃપ (ટોળું)
مِّنْهُمْ
તેમનામાંથી
يَسْمَعُونَ
તેઓ સાંભળતા હતા
كَلَامَ
કલામ (વાણી)
اللَّهِ
અલ્લાહનો
ثُمَّ
પછી
يُحَرِّفُونَهُ
તેઓ તેમાં ફેરફાર (રદબદલ) કરતા હતા
مِن
પછી
بَعْدِ
બાદ
مَا
તેના જે
عَقَلُوهُ
તેઓ તેને સમજી ચૂક્યા હતા
وَهُمْ
અને તેઓ
يَعْلَمُونَ
જાણતા હતા
📌 વિષય: બની ઈસરાઈલ, યહૂદી 🔹 પેટા વિષય: કિતાબમાં હેરફેર
અનુવાદ: (૭૫). (હે મુસલમાનો!) શું તમે ઈચ્છો છો કે તેઓ (યહૂદી) ઈમાનવાળા થઈ જાય, જો કે તેમનામાં એવા પણ છે જેઓ અલ્લાહના‌ કલામને સાંભળીને, સમજીને અને જ્ઞાની હોવા છતાંય તેમાં હેરફેર કરી દે છે, અને આવુ તેઓ જાણી જોઈને કરે છે.
📖 તફસીર:
"શું તમે ઈચ્છો છો કે તેઓ ઈમાનવાળા થઈ જાય..."
અહલે ઈમાન (એટલે કે ઈમાનવાળાઓને) સંબોધીને યહૂદીઓ વિશે કહેવામાં આવ્યું છે કે, શું તમને તેઓના ઈમાન લાવવાની આશા છે? જ્યારે કે તેમના પૂર્વજોમાં એક જૂથ એવું હતું જે અલ્લાહના કલામમાં જાણી જોઈને ફેરફાર કરતું હતું...

આ વિચાર નકામો છે, એટલે કે એવા લોકોના ઈમાન લાવવાની કોઈ આશા નથી. તેનો અર્થ એ થયો કે જે લોકો દુન્યવી લાભો અથવા પક્ષપાતના કારણે અલ્લાહના કલામમાં ફેરફાર કરવાથી પણ ગભરાતા નથી, તેઓ ગુમરાહીની એવી દલદલમાં ફસાઈ જાય છે કે તેમાંથી બહાર આવી શકતા નથી.
આયત ૭૬
પારો: ૧ રુકૂઅ: ૧૦
وَإِذَا لَقُوا الَّذِينَ آمَنُوا قَالُوا آمَنَّا وَإِذَا خَلَا بَعْضُهُمْ إِلَىٰ بَعْضٍ قَالُوا أَتُحَدِّثُونَهُم بِمَا فَتَحَ اللَّهُ عَلَيْكُمْ لِيُحَاجُّوكُم بِهِ عِندَ رَبِّكُمْ ۚ أَفَلَا تَعْقِلُونَ
وَإِذَا
અને જ્યારે
لَقُوا
તેઓ મળે છે
الَّذِينَ
તે લોકોને જેઓ
آمَنُوا
ઈમાન લાવ્યા છે
قَالُوا
તેઓ કહે છે
آمَنَّا
અમે ઈમાન લાવ્યા
وَإِذَا
અને જ્યારે
خَلَا
એકાંતમાં થાય છે
بَعْضُهُمْ
તેમનામાંથી કેટલાક
إِلَىٰ
પાસે
بَعْضٍ
બીજા
قَالُوا
તેઓ કહે છે
أَتُحَدِّثُونَهُم
શું તમે બતાવો છો તેમને
بِمَا
તે જે
فَتَحَ
જાહેર કર્યું (ખોલ્યું)
اللَّهُ
અલ્લાહએ
عَلَيْكُمْ
તમારા પર
لِيُحَاجُّوكُم
જેથી તેઓ દલીલ કરે તમારી સામે
بِهِ
તેના દ્વારા
عِندَ
પાસે
رَبِّكُمْ
તમારા રબની
أَفَلَا
શું તો પણ નહી
تَعْقِلُونَ
તમે સમજતા
📌 વિષય: યહૂદી 🔹 પેટા વિષય: ધોકાબાજી
અનુવાદ: (૭૬). અને જ્યારે ઈમાનવાળાઓને મળે છે તો પોતાની ઈમાનદારી જાહેર કરે છે, અને જયારે પરસ્પર એકબીજાને મળે છે તો કહે છે કે મુસલમાનો સુધી કેમ તેવી વાતો પહોંચાડો છો જે અલ્લાહે તમને શીખવી છે, શું જાણતા નથી કે આ તો અલ્લાહના સમક્ષ તમારા પર એમની દલીલ થઈ જશે.
📖 તફસીર:
અહીં કેટલાક યહૂદીઓની કપટભરી યોજનાનો પર્દાફાશ થઈ રહ્યો છે. તેઓ મુસ્લિમો વચ્ચે તો પોતાના ઈમાનનો દાવો કરે છે, પરંતુ જ્યારે એકબીજા સાથે મળે તો એવી વાતો પર રોકટોક કરે છે કે તમે મુસ્લિમોને તમારી પોતાની કિતાબની એવી વાતો કેમ જણાવો છો જેનાથી અરબી નબીની સત્યતા સ્પષ્ટ થાય છે, આ રીતે તમે જાતે જ એક એવી દલીલ તેમના હાથમાં આપી રહ્યા છો જેને તેઓ તમારા વિરુદ્ધ અલ્લાહની કચેરીમાં રજૂ કરશે.
આયત ૭૭
પારો: ૧ રુકૂઅ: ૧૦
أَوَلَا يَعْلَمُونَ أَنَّ اللَّهَ يَعْلَمُ مَا يُسِرُّونَ وَمَا يُعْلِنُونَ
أَوَلَا
શું તેઓ નથી
يَعْلَمُونَ
જાણતા
أَنَّ
કે નક્કી
اللَّهَ
અલ્લાહ
يَعْلَمُ
જાણે છે
مَا
જે
يُسِرُّونَ
તેઓ છુપાવે છે
وَمَا
અને જે
يُعْلِنُونَ
તેઓ જાહેર કરે છે
અનુવાદ: (૭૭). શું તેઓ નથી જાણતા કે અલ્લાહ તઆલા તેમની છુપી અને જાહેર બધી વાતોને જાણે છે.
📖 તફસીર:
અલ્લાહ તઆલા કહે છે કે તમે જણાવો કે ન જણાવો અલ્લાહને તો દરેક વસ્તુનું જ્ઞાન છે અને તે બધી વાતો તમારા કહ્યા વગર પણ મુસલમાનો પર જાહેર કરી શકે છે.
આયત ૭૮
પારો: ૧ રુકૂઅ: ૧૦
وَمِنْهُمْ أُمِّيُّونَ لَا يَعْلَمُونَ الْكِتَابَ إِلَّا أَمَانِيَّ وَإِنْ هُمْ إِلَّا يَظُنُّونَ
وَمِنْهُمْ
અને તેમનામાં
أُمِّيُّونَ
અભણ લોકો છે
لَا
નથી
يَعْلَمُونَ
તેઓ જાણતા
الْكِتَابَ
કિતાબને
إِلَّا
સિવાય કે
أَمَانِيَّ
પોતાની અટકળો/ઝૂઠી આશાઓ
وَإِنْ
અને નથી
هُمْ
તેઓ
إِلَّا
સિવાય કે
يَظُنُّونَ
માત્ર અટકળો જ લગાવતા
📌 વિષય: યહૂદી
અનુવાદ: (૭૮). અને તેમનામાંથી કેટલાક અભણ લોકો એવા પણ છે જે કિતાબ જાણતા નથી, અને ફક્ત અટકલ અને ગુમાન કરે છે.
📖 તફસીર:
"અને તેમનામાંથી કેટલાક," એટલે કે, અહલે કિતાબમાંથી... "અભણ લોકો," જે જ્ઞાનીઓમાં ગણાતા નથી...

અહીં સુધી યહૂદીઓના જ્ઞાની લોકોની વાતો હતી. રહ્યા તેમના અનપઢ લોકો, તેઓ તોરાતથી અજાણ છે, પણ તેઓ ઈચ્છાઓ રાખે છે અને અનુમાનો પર તેમનું ગુજરાન ચાલે છે, જેમાં તેમના વિદ્વાનઓએ તેમને ફસાવ્યા છે. જેમ કે, "આપણે તો અલ્લાહના પ્રિય છીએ, જો આપણે જહન્નમમાં ગયા પણ, તો માત્ર થોડા દિવસ માટે જ, અને આપણા બુઝુર્ગ આપણને બચાવી લેશે," વગેરે. જેમ કે આજના જાહિલ મુસ્લિમોને પણ ગુમરાહ ઉલેમાઓએ આવી જ સુંદર માયાજાળમાં અને છેતરપિંડીભર્યા વચનોમાં ફસાવી રાખ્યા છે. (અહસનુલ બયાન)
આયત ૭૯
પારો: ૧ રુકૂઅ: ૧૦
فَوَيْلٌ لِّلَّذِينَ يَكْتُبُونَ الْكِتَابَ بِأَيْدِيهِمْ ثُمَّ يَقُولُونَ هَٰذَا مِنْ عِندِ اللَّهِ لِيَشْتَرُوا بِهِ ثَمَنًا قَلِيلًا ۖ فَوَيْلٌ لَّهُم مِّمَّا كَتَبَتْ أَيْدِيهِمْ وَوَيْلٌ لَّهُم مِّمَّا يَكْسِبُونَ
فَوَيْلٌ
તો ખરાબી (હલાકી) છે
لِّلَّذِينَ
તે લોકો માટે જેઓ
يَكْتُبُونَ
લખે છે
الْكِتَابَ
કિતાબને
بِأَيْدِيهِمْ
પોતાના હાથેથી
ثُمَّ
પછી
يَقُولُونَ
તેઓ કહે છે
هَٰذَا
مِنْ
તરફથી છે
عِندِ
પાસેથી
اللَّهِ
અલ્લાહની
لِيَشْتَرُوا
જેથી તેઓ મેળવે
بِهِ
તેના બદલામાં
ثَمَنًا
કિંમત
قَلِيلًا
મામૂલી (થોડી)
فَوَيْلٌ
તો ખરાબી છે
لَّهُم
તેમના માટે
مِّمَّا
તેના લીધે જે
كَتَبَتْ
લખ્યું
أَيْدِيهِمْ
તેમના હાથોએ
وَوَيْلٌ
અને ખરાબી છે
لَّهُم
તેમના માટે
مِّمَّا
તેના લીધે જે
يَكْسِبُونَ
તેઓ કમાય છે
📌 વિષય: બની ઈસરાઈલ 🔹 પેટા વિષય: કિતાબમાં હેરફેર
અનુવાદ: (૭૯). તે લોકો માટે વૈલ(બરબાદી) છે, જેઓ પોતે પોતાના હાથે લખેલી કિતાબને અલ્લાહ તરફથી કહે છે અને આ રીતે દુનિયા(ધન) કમાય છે, તેમના હાથોના લખાણ અને આવી કમાણીને કારણે વિનાશ અને બરબાદી છે.
📖 તફસીર:
આ યહૂદી વિદ્વાનઓના અહંકાર અને રબના ભયથી મુક્તિની સ્પષ્ટતા છે કે તેઓ પોતાના હાથે મસલાઓ ગઢે છે અને જોરશોરથી લોકોને સમજાવે છે કે આ અલ્લાહ તરફથી છે. (અહસનુલ બયાન)

"જેથી તેના દ્વારા થોડો ફાયદો મેળવી શકાય" - પરંતુ સમગ્ર વિશ્વ શરૂઆતથી લઈને અંત સુધી અલ્લાહની કિતાબના મુકાબલામાં ખૂબ જ ઓછી કિંમત ધરાવે છે... તેથી, તેઓએ પોતાના આ ખોટા કામને એક માયાજાળ બનાવી રાખ્યું છે જેમાં લોકોને ફસાવીને તેમનો માલ લૂંટી લે છે. તેથી, તેઓ લોકો પર બે રીતે અત્યાચાર કરે છે:
(૧) એક એ કે તેઓ લોકોના સમક્ષ સત્ય ધર્મ છુપાવે છે...
(૨) બીજું એ કે તેઓ લોકોનો માલ ખોટા અને ખૂબ જ ખરાબ રીતે લૂંટી લે છે...

તેથી, આ બે કારણોસર અલ્લાહ તઆલાએ તેમને ચેતવણી આપી છે. "તેથી, નાશ છે તેમના માટે જે તેમના હાથે લખાયું છે" એટલે કે, જે ફેરફાર કર્યો અને ખોટા લખાણો લખ્યા. "અને નાશ છે તેમના માટે જે તેઓ ખોટા રીતે કમાય છે" - વૈલ એટલે કે, તીવ્ર ત્રાસ અને અજાયબ સજા. (તફસીર સઅદી)

હદીસ મુજબ, વૈલ જહન્નમની એક ખીણ છે, જે એટલી ઊંડી છે કે એક કાફિરને તેના તળિયે પહોંચવામાં ચાળીસ વર્ષ લાગશે. (મુસ્નદ અહેમદ, તિરમિજી, ઈબ્ને હિબાન અને હાકિમ ફતહુલ કદીરના હવાલા સાથે) (અહસનુલ બયાન)

શૈખુલ ઇસ્લામ ઇબ્ને તૈમિયહ રહિમલ્લાહએ આયતની તફસીર કરતા ફરમાવ્યું... અલ્લાહ તઆલાએ અહીં કેટલાક લોકોની સખત નિંદા અને ચેતવણી આપી છે...
(1). જે લોકો અલ્લાહની આયતોમાં ફેરફાર કરીને તેને તેના મૂળ અર્થથી હટાવી દે છે.
(2). જે લોકો કિતાબ અને સુન્નતને પોતાની બિદઅતોનો આધાર બનાવે છે.
(3). જે લોકો કિતાબનું ઈલ્મ નથી ધરાવતા અને કિસ્સાઓ અને કહાનીઓના સહારે પોતાની મનોકામનાઓ પૂરી કરે છે.
(4). જે લોકો ફક્ત દુનિયા કમાવા માટે કોઈ એવી કિતાબ લખે છે, જે કુરઆન અને સુન્નતના વિરૂદ્ધ છે અને કહે છે કે આ અલ્લાહ તઆલા તરફથી છે.
(5). જે કિતાબ અને સુન્નતને ફક્ત આ કારણે છૂપાવે છે કે ક્યાંક તેમના વિરોધીઓ તેને પોતાના હકમાં દલીલ ન બનાવી લે.
આયત ૮૦
પારો: ૧ રુકૂઅ: ૧૦
وَقَالُوا لَن تَمَسَّنَا النَّارُ إِلَّا أَيَّامًا مَّعْدُودَةً ۚ قُلْ أَتَّخَذْتُمْ عِندَ اللَّهِ عَهْدًا فَلَن يُخْلِفَ اللَّهُ عَهْدَهُ ۖ أَمْ تَقُولُونَ عَلَى اللَّهِ مَا لَا تَعْلَمُونَ
وَقَالُوا
અને તેમણે કહ્યું
لَن
કદાપિ નહીં
تَمَسَّنَا
અમને અડકે
النَّارُ
આગ
إِلَّا
સિવાય કે
أَيَّامًا
દિવસ
مَّعْدُودَةً
કેટલાક
قُلْ
તમે કહી દો
أَتَّخَذْتُمْ
શું તમે લઈ લીધું છે
عِندَ
પાસેથી
اللَّهِ
અલ્લાહની
عَهْدًا
કોઈ વચન
فَلَن
તો કદાપિ નહીં
يُخْلِفَ
ખિલાફ (વિરુદ્ધ) કરશે
اللَّهُ
અલ્લાહ
عَهْدَهُ
પોતાના વચનની
أَمْ
અથવા
تَقُولُونَ
તમે કહો છો
عَلَى
પર
اللَّهِ
અલ્લાહ
مَا
એવું જે
لَا
નથી
تَعْلَمُونَ
તમે જાણતા
📌 વિષય: બની ઈસરાઈલ
અનુવાદ: (૮૦). અને આ લોકો કહે છે કે, "અમે તો ફક્ત થોડાક જ દિવસો જહન્નમ (નરક) માં રહીશું." (હે પયગંબર!) તેઓને કહી દો કે, "શું તમારી પાસે અલ્લાહ તરફથી કોઈ વચનપત્ર (કરાર) છે? જો એવું હોય તો અલ્લાહ ક્યારેય પોતાના વચનનો ભંગ નહીં કરે, પરંતુ તમે તો અલ્લાહના નામે એવી વાતો કહો છો જેનું તમને પોતે પણ જ્ઞાન નથી.
📖 તફસીર:
યહૂદીઓ કહેતા હતા કે દુનિયાની કુલ ઉંમર સાત હજાર વર્ષ છે અને દરેક એક હજાર વર્ષના બદલામાં અમે એક દિવસ જહન્નમમાં રહીશું, આ હિસાબે અમે ફક્ત સાત દિવસ જ જહન્નમમાં રહીશું. કેટલાક લોકો એવું કહેતા હતા કે અમે ચાલીસ દિવસ વાછરડાની પૂજા કરી હતી, તેથી અમે ચાલીસ દિવસ જહન્નમમાં રહીશું. અલ્લાહ તઆલાએ ફરમાવ્યું કે, "શું તમે અલ્લાહ પાસેથી એવો કોઈ કૌલ કે કરાર લીધો છે?" અલ્લાહ તઆલા સાથે આ પ્રકારનો કોઈ કરાર થયેલો નથી...

એટલે કે તમારો આ દાવો કે "જો અમે જહન્નમમાં જઈશું તો પણ ફક્ત થોડા દિવસો માટે જ જઈશું", એ તમારી પોતાની તરફથી જ ઘડી કાઢેલું છે. આ રીતે તમે અલ્લાહના નામે એવી વાતો જોડો છો જેનું તમને પોતાને પણ કોઈ જ્ઞાન નથી. આગળ અલ્લાહ તઆલા પોતાનો એ નિયમ દર્શાવી રહ્યો છે જેના આધારે કિયામતના દિવસે અલ્લાહ તઆલા સારા અને ખરાબ લોકોને તેમના સારા અને ખરાબ કામોનો બદલો આપશે...
આયત ૮૧
પારો: ૧ રુકૂઅ: ૧૦
بَلَىٰ مَن كَسَبَ سَيِّئَةً وَأَحَاطَتْ بِهِ خَطِيئَتُهُ فَأُولَٰئِكَ أَصْحَابُ النَّارِ ۖ هُمْ فِيهَا خَالِدُونَ
بَلَىٰ
કેમ નહીં
مَن
જે કોઈ
كَسَبَ
કમાશે
سَيِّئَةً
ગુના/બુરાઈ
وَأَحَاطَتْ
અને ઘેરી લેશે
بِهِ
તેને
خَطِيئَتُهُ
તેની ભૂલ (પાપ)
فَأُولَٰئِكَ
તો આ જ લોકો
أَصْحَابُ
સાથીઓ (રહેવાસી)
النَّارِ
આગના છે
هُمْ
તેઓ
فِيهَا
તેમાં
خَالِدُونَ
હંમેશા રહેશે
📌 વિષય: જહન્નમી
અનુવાદ: (૮૧ ) બેશક, જેણે પણ ગુનાહ (પાપ) કર્યા, અને તેના ગુનાહે તેને ઘેરી લીધો, તે જહન્નમી છે તે હંમેશા જહન્નમમાં રહેશે.
📖 તફસીર:
અહીં યહૂદીઓના એ દાવાનો જવાબ આપવામાં આવ્યો છે જેમાં તેઓ કહેતા હતા કે અમને તો ફક્ત ગણયા-ગાંઠ્યા દિવસો જ દોઝખની આગ અડશે. અલ્લાહ તઆલાએ સ્પષ્ટ ફરમાવ્યું કે અલ્લાહનો કાનૂન બધા માટે સરખો છે. જો કોઈ માણસ શિર્ક (અલ્લાહ સાથે ભાગીદાર ઠેરવવું) અને કુફ્ર કરે તથા તૌબા કર્યા વગર મરી જાય, તો તેના ગુના તેને ચારેય તરફથી ઘેરી લે છે અને તે જહન્નમમાં કાયમ માટે રહેશે.
આયત ૮૨
પારો: ૧ રુકૂઅ: ૧૦
وَالَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ أُولَٰئِكَ أَصْحَابُ الْجَنَّةِ ۖ هُمْ فِيهَا خَالِدُونَ
وَالَّذِينَ
અને જે લોકો
آمَنُوا
ઈમાન લાવ્યા
وَعَمِلُوا
અને કર્યા
الصَّالِحَاتِ
સારા (નેક) કામો
أُولَٰئِكَ
આ જ લોકો
أَصْحَابُ
સાથીઓ (રહેવાસી)
الْجَنَّةِ
જન્નતના છે
هُمْ
તેઓ
فِيهَا
તેમાં
خَالِدُونَ
હંમેશા રહેશે
📌 વિષય: ઈમાન 🔹 પેટા વિષય: ઈમાનવાળાઓને બદલો
અનુવાદ: (૮૨) અને જે લોકો ઈમાન લાવ્યા અને સારા કર્મો કર્યા તેઓ જન્નતી છે તેઓ તેમાં હંમેશા જન્નતમાં રહેશે.
📖 તફસીર:
આ યહૂદીઓના દાવાનો ખંડન કરતાં જન્નત અને જહન્નમમાં જવાનો સિદ્ધાંત બતાવવામાં આવી રહ્યો છે. જેના કર્મપત્રમાં ખરાબીઓ જ ખરાબીઓ હશે, એટલે કે કુફ્ર અને શિર્ક (કે જેના કરવાથી જો કેટલાક સારા કામો પણ કર્યા હશે તો પણ તે નિષ્પ્રભાવી રહેશે) તો તે હમેશા માટે જહન્નમી છે...

અને જે ઈમાન અને સલેહ અમલથી સજ્જ હશે તે જન્નતી છે, અને જે મોમિન ગુનેગાર હશે તેનો મામલો અલ્લાહને સોંપવામાં આવશે. તે ઈચ્છશે તો પોતાની કૃપા અને મહેરબાનીથી તેમના ગુનાહો માફ કરીને અથવા સજા તરીકે થોડા સમય જહન્નમમાં રાખ્યા પછી અથવા નબીની શફાઅતથી તેમને જન્નતમાં દાખલ કરશે, જેમ કે આ વાતો સહીહ અહાદીસથી સાબિત છે અને અહલે સુન્નતનો અકીદો છે...

કુરઆન મજીદની આ એક ખાસ શૈલી છે કે જ્યાં જહન્નમીઓ અને ગુનેગારોની સજાનો ઉલ્લેખ થાય છે, ત્યાં તેની સાથે જ ઈમાનવાળાઓ અને નેક લોકો માટેની જન્નત અને ઈનામોની ખુશખબરી પણ આપવામાં આવે છે. જન્નતમાં જવાનો આધાર માત્ર ઈમાન અને નેક અમલ પર છે, કોઈ વંશ કે જ્ઞાતિ પર નહીં.
આયત ૮૩
પારો: ૧ રુકૂઅ: ૧૧
وَإِذْ أَخَذْنَا مِيثَاقَ بَنِي إِسْرَائِيلَ لَا تَعْبُدُونَ إِلَّا اللَّهَ وَبِالْوَالِدَيْنِ إِحْسَانًا وَذِي الْقُرْبَىٰ وَالْيَتَامَىٰ وَالْمَسَاكِينِ وَقُولُوا لِلنَّاسِ حُسْنًا وَأَقِيمُوا الصَّلَاةَ وَآتُوا الزَّكَاةَ ثُمَّ تَوَلَّيْتُمْ إِلَّا قَلِيلًا مِّنكُمْ وَأَنتُم مُّعْرِضُونَ
وَإِذْ
અને જ્યારે
أَخَذْنَا
અમે લીધું
مِيثَاقَ
વચન (કરાર)
بَنِي
સંતાનોથી
إِسْرَائِيلَ
ઇસરાઈલના
لَا
નથી
تَعْبُدُونَ
તમે ઇબાદત (બંદગી) કરશો
إِلَّا
સિવાય કે
اللَّهَ
અલ્લાહની
وَبِالْوَالِدَيْنِ
અને મા-બાપ સાથે
إِحْسَانًا
ભલો વ્યવહાર (અહસાન)
وَذِي
અને વાળા સાથે
الْقُرْبَىٰ
સગાં-સંબંધિઓ
وَالْيَتَامَىٰ
અને અનાથો
وَالْمَسَاكِينِ
અને મિસ્કીનો (લાચારો)
وَقُولُوا
અને તમે કહો
لِلنَّاسِ
લોકોને
حُسْنًا
સારી વાત
وَأَقِيمُوا
અને તમે પાબંદીથી કાયમ કરો
الصَّلَاةَ
નમાઝને
وَآتُوا
અને આપો
الزَّكَاةَ
ઝકાત
ثُمَّ
પછી
تَوَلَّيْتُمْ
તમે ફરી ગયા
إِلَّا
સિવાય કે
قَلِيلًا
થોડાક લોકો
مِّنكُمْ
તમારામાંથી
وَأَنتُم
અને તમે
مُّعْرِضُونَ
મોં ફેરવી લેનારા છો
📌 વિષય: બની ઈસરાઈલ 🔹 પેટા વિષય: ફરમાબરદારીનો આદેશ
અનુવાદ: (૮૩) અને જયારે અમે ઈસરાઈલના પુત્રોથી વચન લીધુ કે તમે અલ્લાહના સિવાય બીજા કોઈની બંદગી ન કરશો, અને માતા-પિતા સાથે સારો વ્યવહાર કરશો, અને એવી જ રીતે નજીકના સગા સંબંધી, અનાથો અને ગરીબો સાથે, અને લોકોને સારી વાતો કહેશો, નમાઝ કાયમ કરશો, અને ઝકાત આપતા રહેશો, પરંતુ થોડા લોકો સિવાય તમે બધા ફરી ગયા અને મોઢાં ફેરવી લીધાં.
📖 તફસીર:
આ આયતમાં એ મૂળભૂત આદેશો બતાવવામાં આવ્યા છે જે તમામ શરિયતો (ઇસ્લામી કાનૂન) માં એકસરખા રહ્યા છે...

આ આયતોમાં ફરી તે વચન (અહદ) બયાન કરવામાં આવી રહ્યું છે જે બની ઇસ્રાઈલથી લેવામાં આવ્યું હતું, પરંતુ તેમણે આનાથી પણ મોં ફેરવી લીધું. આ વચનમાં સૌ પ્રથમ...

૧. તૌહીદ:- માત્ર એક અલ્લાહની ઇબાદત કરવી... ફક્ત એક અલ્લાહની ઇબાદતની તાકીદ છે, જે દરેક નબીની બુનિયાદી અને પ્રથમ દાવત રહી છે (જેમ કે સૂરહ અલ-અંબિયા ની આયત "وَمَآ اَرْسَلْنَا مِنْ قَبْلِكَ مِنْ رَّسُوْلٍ اِلَّا نُوْحِيْٓ اِلَيْهِ اَنَّهٗ لَآ اِلٰهَ اِلَّآ اَنَا فَاعْبُدُوْنِ" (21:25) અને અન્ય આયતોથી સ્પષ્ટ છે).

૨. હક્કુલ ઈબાદ (બંદાઓના હક્કો):- મા-બાપ, સગાસંબંધીઓ, અનાથો અને ગરીબો સાથે સારો વ્યવહાર... તેના પછી માતા-પિતા સાથે સારો વ્યવહાર કરવાનો હુકમ છે. અલ્લાહની ઇબાદત પછી બીજા નંબરે માતા-પિતાની આજ્ઞાપાલન અને તેમની સાથે ઉત્તમ વ્યવહારની તાકીદથી સ્પષ્ટ થઈ ગયું કે જે રીતે અલ્લાહની ઇબાદત ખૂબ જ જરૂરી છે, તેવી જ રીતે તેના પછી માતા-પિતાની આજ્ઞાપાલન પણ ખૂબ જ જરૂરી છે અને તેમાં કોઈ કચાશની ગુંજાઈશ નથી. કુરઆનમાં ઘણી જગ્યાએ અલ્લાહ તબારક વ તઆલાએ પોતાની ઇબાદત પછી બીજા નંબરે માતા-પિતાની આજ્ઞાપાલનનો ઉલ્લેખ કરીને તેનું મહત્વ સ્પષ્ટ કરી દીધું છે. તેના પછી સગા-સંબંધીઓ, અનાથો અને ગરીબો (મિસ્કીનો) સાથે સારો વ્યવહાર કરવાની તાકીદ અને...

૩. સારું અખ્લાક:- લોકો સાથે નમ્રતા અને સારી ભાષામાં વાત કરવી... સારી વાણી (ઉત્તમ શબ્દોમાં વાત કરવા)નો હુકમ છે. ઇસ્લામમાં પણ આ બાબતોની ખૂબ તાકીદ કરવામાં આવી છે, જેમ કે નબી ﷺ ની હદીસોથી સ્પષ્ટ છે.

૪. ઇબાદતો:- નમાઝ અને ઝકાતની પાબંદી... આ વચનમાં નમાઝ કાયમ કરવા (એકામતે સલાત) અને ઝકાત આપવા (ઈતાએ ઝકાત)નો પણ હુકમ છે, જેનાથી માલૂમ થાય છે કે આ બંને ઇબાદતો પાછલી શરીઅતોમાં પણ મોજૂદ રહી છે, જેનાથી તેમનું મહત્વ સ્પષ્ટ થાય છે. ઇસ્લામમાં પણ આ બંને ઇબાદતો અત્યંત મહત્વપૂર્ણ છે, ત્યાં સુધી કે તેમાંથી કોઈ એકનો ઇનકાર કરવો અથવા તેનાથી મોં ફેરવવું કુફ્રની બરાબર ગણવામાં આવ્યું છે, જેમ કે અબૂ બક્ર સિદ્દીક (રદિ.)ના ખિલાફતના સમયગાળામાં ઝકાત ન આપનારાઓ વિરુદ્ધ જિહાદ કરવાથી સ્પષ્ટ છે...

બની ઇસરાઈલે આ તમામ વાતોનું વચન આપ્યા છતાં તેનો ભંગ કર્યો.
આયત ૮૪
પારો: ૧ રુકૂઅ: ૧૧
وَإِذْ أَخَذْنَا مِيثَاقَكُمْ لَا تَسْفِكُونَ دِمَاءَكُمْ وَلَا تُخْرِجُونَ أَنفُسَكُم مِّن دِيَارِكُمْ ثُمَّ أَقْرَرْتُمْ وَأَنتُمْ تَشْهَدُونَ
وَإِذْ
અને જ્યારે
أَخَذْنَا
અમે લીધું
مِيثَاقَكُمْ
તમારું વચન
لَا
નહીં
تَسْفِكُونَ
તમે વહાવશો
دِمَاءَكُمْ
તમારા (પોતાના લોકોના) લોહી
وَلَا
અને નહીં
تُخْرِجُونَ
તમે નીકાળશો
أَنفُسَكُم
તમારી જાતોને (પોતાના લોકોને)
مِّن
માંથી
دِيَارِكُمْ
તમારા ઘરો
ثُمَّ
પછી
أَقْرَرْتُمْ
તમે એકરાર કર્યો (સ્વીકાર્યું)
وَأَنتُمْ
અને તમે
تَشْهَدُونَ
સાક્ષી પૂરતા હતા
📌 વિષય: યહૂદી
અનુવાદ: (૮૪) અને જયારે અમે તમારાથી વચન લીધુ કે, પરસ્પર લોહી વહેવડાવશો નહિં (કતલ ન કરશો) અને પોતાનાઓને દેશથી ન કાઢશો, ત્યારે તમે સ્વીકાર્યુ અને તમે એના સાક્ષી છો.
📖 તફસીર:
અલ્લાહ તઆલાએ બની ઇસરાઈલ પાસે એ પણ વચન લીધું હતું કે તેઓ એકબીજાને કતલ નહીં કરે અને પોતાના જ ભાઈ-બહેનોને દેશવટો આપશે નહીં. તેઓએ આ વચન સ્વીકાર્યું પણ હતું અને તેમના વડિલો આ વાતના સાક્ષી પણ હતા.
આયત ૮૫
પારો: ૧ રુકૂઅ: ૧૧
ثُمَّ أَنتُمْ هَٰؤُلَاءِ تَقْتُلُونَ أَنفُسَكُمْ وَتُخْرِجُونَ فَرِيقًا مِّنكُم مِّن دِيَارِهِمْ تَظَاهَرُونَ عَلَيْهِم بِالْإِثْمِ وَالْعُدْوَانِ وَإِن يَأْتُوكُمْ أُسَارَىٰ تُفَادُوهُمْ وَهُوَ مُحَرَّمٌ عَلَيْكُمْ إِخْرَاجُهُمْ ۚ أَفَتُؤْمِنُونَ بِبَعْضِ الْكِتَابِ وَتَكْفُرُونَ بِبَعْضٍ ۚ فَمَا جَزَاءُ مَن يَفْعَلُ ذَٰلِكَ مِنكُمْ إِلَّا خِزْيٌ فِي الْحَيَاةِ الدُّنْيَا ۖ وَيَوْمَ الْقِيَامَةِ يُرَدُّونَ إِلَىٰ أَشَدِّ الْعَذَابِ ۗ وَمَا اللَّهُ بِغَافِلٍ عَمَّا تَعْمَلُونَ
ثُمَّ
પછી
أَنتُمْ
તમે
هَٰؤُلَاءِ
એ જ લોકો છો કે જેઓ
تَقْتُلُونَ
કતલ કરો છો
أَنفُسَكُمْ
પોતાના લોકોને
وَتُخْرِجُونَ
અને નીકાળો છો
فَرِيقًا
એક જૂથને
مِّنكُم
તમારામાંથી
مِّن
માંથી
دِيَارِهِمْ
તેમના ઘરો
تَظَاهَرُونَ
તમે મદદ કરો છો (ચઢાઈ કરો છો)
عَلَيْهِم
તેમના પર
بِالْإِثْمِ
ગુના (પાપ)
وَالْعُدْوَانِ
અને અન્યાય (હદ વટાવવી)
وَإِن
અને જો
يَأْتُوكُمْ
તેઓ તમારી પાસે આવે
أُسَارَىٰ
કેદી બનીને
تُفَادُوهُمْ
તમે તેમનો ફિદયો (બદલો) આપી છોડાવો છો
وَهُوَ
જ્યારે કે તે
مُحَرَّمٌ
હરામ (મનાઈ)
عَلَيْكُمْ
તમારા પર
إِخْرَاجُهُمْ
તેમને નીકાળવું હતું
أَفَتُؤْمِنُونَ
શું તો પણ તમે ઈમાન રાખો છો
بِبَعْضِ
કેટલાક ભાગ પર
الْكِتَابِ
કિતાબના
وَتَكْفُرُونَ
અને ઇન્કાર કરો છો
بِبَعْضٍ
કેટલાકનો?
فَمَا
તો નથી
جَزَاءُ
બદલો
مَن
તે વ્યક્તિનો જે
يَفْعَلُ
કરે છે
ذَٰلِكَ
આવું
مِنكُمْ
તમારામાંથી
إِلَّا
સિવાય કે
خِزْيٌ
રૂસવાઈ (અપમાન)
فِي
માં
الْحَيَاةِ
જીવન
الدُّنْيَا
દુનિયાના
وَيَوْمَ
અને દિવસે
الْقِيَامَةِ
કયામતના
يُرَدُّونَ
તેઓ ધકેલાશે
إِلَىٰ
તરફ
أَشَدِّ
સૌથી સખત
الْعَذَابِ
અઝાબ (સજા)
وَمَا
અને નથી
اللَّهُ
અલ્લાહ
بِغَافِلٍ
બેખબર
عَمَّا
તેનાથી જે
تَعْمَلُونَ
તમે કરો છો
📌 વિષય: યહૂદી
અનુવાદ: (૮૫) પછી પણ તમે પોતાનાઓના કતલ કર્યા અને પોતાના એક જૂથને દેશથી કાઢયા અને ગુનાહ તથા ઈર્ષા કરવાના કામમાં તેમના વિરુધ્ધ બીજાનો પક્ષ લીધો. હા, જયારે તેઓ કેદી બનીને તમારા પાસે આવ્યા તો તમે એમના બદલામાં માલ આપ્યો (જેને ફિદિયા કહે છે) પરંતુ તેમને કાઢવાનુ જે તમારા પર હરામ હતુ (એની કોઈ ચિંતા ન કરી) શું તમે કિતાબની કેટલીક વાતો માનો છો અને કેટલીકને નકારો છો? તમારામાંથી જે કોઈ આવું કરે તેની સજા એના સિવાય શું હોઈ શકે કે દુનિયામાં અપમાન અને કયામતના દિવસે કઠિન સજાઓની માર ! અને અલ્લાહ તમારા કાર્યોથી અજાણ નથી.
📖 તફસીર:
મદીનાના યહૂદીઓ (બનુ કુરયઝહ અને બનુ નઝીર) પોતાની જ કોમના લોકો સામે બે અન્સારી કબીલાઓ (ઔસ અને ખઝરજ) સાથે મળીને યુદ્ધ કરતા હતા. યુદ્ધમાં તેઓ પોતાના જ યહૂદી ભાઈઓને કતલ કરતા અને બેઘર કરી દેતા. પરંતુ જ્યારે એ જ યહૂદીઓ કેદી બની જતા, તો તૌરાતના કાનૂન મુજબ ફિદયો આપીને તેમને છોડાવતા હતા!

અલ્લાહ તઆલાએ આ બેવડી નીતિનો સખત વિરોધ કર્યો અને ફરમાવ્યું કે "તમે પોતાની મરજી મુજબ કિતાબના એક હુકમ (કેદીઓને છોડાવવા) પર અમલ કરો છો અને બીજા હુકમ (કતલ ન કરવું અને ઘર ન છીનવવું) નો ઇન્કાર કરો છો." આયતમાં આ કાનૂન બતાવ્યો કે દીનના કેટલાક ભાગને માનવો અને કેટલાકનો ઇન્કાર કરવો એ કુફ્ર છે, જેનો બદલો દુનિયામાં ઝીલ્લત (અપમાન) અને આખિરતમાં સખત સજા છે.
આયત ૮૬
પારો: ૧ રુકૂઅ: ૧૧
أُولَٰئِكَ الَّذِينَ اشْتَرَوُا الْحَيَاةَ الدُّنْيَا بِالْآخِرَةِ ۖ فَلَا يُخَفَّفُ عَنْهُمُ الْعَذَابُ وَلَا هُمْ يُنصَرُونَ
أُولَٰئِكَ
આ તે લોકો છે
الَّذِينَ
જેમણે
اشْتَرَوُا
ખરીદી લીધું
الْحَيَاةَ
જીવનને
الدُّنْيَا
દુનિયાના
بِالْآخِرَةِ
આખિરત (પરલોક) ના બદલામાં
فَلَا
તો ન
يُخَفَّفُ
હળવો કરાય
عَنْهُمُ
તેમના પરથી
الْعَذَابُ
અઝાબ (સજા)
وَلَا
અને ન
هُمْ
તેમની
يُنصَرُونَ
મદદ કરવામાં આવશે
અનુવાદ: (86). આ એ લોકો છે જેમણે આખિરતના બદલામાં દુનિયાનું જીવન ખરીદી લીધું છે. તેથી ન તો તેમના અઝાબમાં કોઈ ઘટાડો કરવામાં આવશે અને ન તો તેમની કોઈ મદદ કરવામાં આવશે.
📖 તફસીર:
અહીં યહૂદીઓની એ મનોવૃત્તિ બતાવવામાં આવી છે કે તેઓ આખિરતની કાયમી સફળતા અને અલ્લાહના અહકામોને છોડીને દુનિયાના નજીવા ફાયદા, સરદારી અને માલ-મિલકતને પ્રાધાન્ય આપતા હતા. જે માણસ દીનને વેચીને દુનિયા કમાય છે, તે આખિરતમાં કશું મેળવી શકશે નહીં અને જહન્નમની સજામાંથી તેને કોઈ બચાવી શકશે નહીં.
આયત ૮૭
પારો: ૧ રુકૂઅ: ૧૨
وَلَقَدْ آتَيْنَا مُوسَى الْكِتَابَ وَقَفَّيْنَا مِن بَعْدِهِ بِالرُّسُلِ ۖ وَآتَيْنَا عِيسَى ابْنَ مَرْيَمَ الْبَيِّنَاتِ وَأَيَّدْنَاهُ بِرُوحِ الْقُدُسِ ۗ أَفَكُلَّمَا جَاءَكُمْ رَسُولٌ بِمَا لَا تَهْوَىٰ أَنفُسُكُمُ اسْتَكْبَرْتُمْ فَفَرِيقًا كَذَّبْتُمْ وَفَرِيقًا تَقْتُلُونَ
وَلَقَدْ
અને ખરેખર
آتَيْنَا
અમે આપી
مُوسَى
મૂસાને
الْكِتَابَ
કિતાબ (તૌરાત)
وَقَفَّيْنَا
અને અમે સતત મોકલ્યા
مِن
પછી
بَعْدِهِ
તેમના બાદ
بِالرُّسُلِ
રસૂલો (પયગંબરો) ને
وَآتَيْنَا
અને અમે આપ્યા
عِيسَى
ઈસા
ابْنَ
પુત્ર
مَرْيَمَ
મરયમના
الْبَيِّنَاتِ
સ્પષ્ટ મોજિઝાઓ (નિશાનીઓ)
وَأَيَّدْنَاهُ
અને અમે તેમને મજબૂતી આપી
بِرُوحِ
રૂહ દ્વારા
الْقُدُسِ
પવિત્ર (હઝરત જિબ્રઈલ અ.સ.)
أَفَكُلَّمَا
શું જ્યારે પણ
جَاءَكُمْ
તમારી પાસે આવ્યા
رَسُولٌ
કોઈ રસૂલ
بِمَا
તે લઈને જે
لَا
નથી
تَهْوَىٰ
ઈચ્છતા (પસંદ કરતા)
أَنفُسُكُمُ
તમારા નફ્સ (મન)
اسْتَكْبَرْتُمْ
તમે ઘમંડ કર્યો
فَفَرِيقًا
તો એક જૂથને
كَذَّبْتُمْ
તમે ઝૂઠલાવ્યા
وَفَرِيقًا
અને એક જૂથને
تَقْتُلُونَ
તમે કતલ કરતા રહ્યા
📌 વિષય: મુસા અ.સ., ઈસા અ.સ.
અનુવાદ: (87). અને અમે મૂસા(અ.સ.)ને કિતાબ આપી અને તેમના પછી સતત એક પછી એક રસૂલો મોકલતા રહ્યા, અને મરયમના પુત્ર ઈસા(અ.સ.)ને સ્પષ્ટ મોજિઝાઓ આપ્યા અને પવિત્ર રૂહ (જિબ્રઈલ અ.સ.) દ્વારા તેમને મજબૂતી આપી. તો શું જ્યારે પણ કોઈ રસૂલ તમારી પાસે એવી વાતો લઈને આવ્યાં જે તમારા મનને પસંદ ન હતી, તો તમે ઘમંડ કર્યો? પછી (અંબિયાઓમાંથી) એક જૂથને તમે ઝૂઠલાવ્યા અને એક જૂથની તમે કતલ કરતા રહ્યા.
📖 તફસીર:
બની ઇસરાઈલની હઠધર્મી અને ગુનાહિત ઈતિહાસ બતાવવામાં આવ્યો છે. અલ્લાહ તઆલાએ તેમની હિદાયત માટે સતત પયગંબરો મોકલ્યા (જેમ કે હઝરત મૂસા અ.સ. પછી હઝરત ઈસા અ.સ. સુધી). પરંતુ તેમની સ્થિતિ એ હતી કે જો પયગંબરની વાત તેમના સ્વાર્થ કે મરજી મુજબ ન હોય, તો તેઓ નબીઓનો ઇન્કાર કરી દેતા અથવા તેમની હત્યા (કતલ) કરી નાખતા (જેમ કે હઝરત ઝકરિયા અ.સ. અને હઝરત યહ્યા અ.સ. સાથે કર્યું). 'રૂહુલ કુદુસ' થી મુરાદ હઝરત જિબ્રઈલ અ.સ. છે જેઓ અલ્લાહના હુકમથી હઝરત ઈસા અ.સ. ની મદદ કરતા હતા.
આયત ૮૮
પારો: ૧ રુકૂઅ: ૧૨
وَقَالُوا قُلُوبُنَا غُلْفٌ ۚ بَل لَّعَنَهُمُ اللَّهُ بِكُفْرِهِمْ فَقَلِيلًا مَّا يُؤْمِنُونَ
وَقَالُوا
અને તેમણે કહ્યું
قُلُوبُنَا
અમારા દિલ
غُلْفٌ
પડદામાં (બંધ) છે
بَل
બલ્કે
لَّعَنَهُمُ
લાનત કરી છે તેમના પર
اللَّهُ
અલ્લાહએ
بِكُفْرِهِمْ
તેમના કુફ્ર (ઇન્કાર) ના લીધે
فَقَلِيلًا
તો બહુ ઓછું
مَّا
જે
يُؤْمِنُونَ
તેઓ ઈમાન લાવે છે
અનુવાદ: (88). અને તેઓએ કહ્યું કે અમારા દિલો પડદામાં (સુરક્ષિત) છે; બલ્કે તેમના કુફ્રના કારણે અલ્લાહએ તેમના પર લાનત (ફિટકાર) કરી દીધી છે, જેથી તેઓ બહુ જ ઓછું ઈમાન લાવે છે.
📖 તફસીર:
જ્યારે હઝરત મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ તેમને ઇસ્લામની દઅવત આપતા, ત્યારે યહૂદીઓ મજાક અને ઘમંડમાં કહેતા કે "અમારા દિલ તો જ્ઞાનથી ભરેલા છે, અમને તમારા ઉપદેશની કોઈ જરૂર નથી" અથવા "અમારા દિલ પર પડદો છે, તમારી વાત અમારામાં ઉતરશે નહીં." અલ્લાહ તઆલાએ ફરમાવ્યું કે વાત એમ નથી, પરંતુ તેમના સતત ઇન્કાર અને કુફ્રના લીધે અલ્લાહની લાનત તેમના પર થઈ ગઈ છે, જેથી તેઓ સત્ય સ્વીકારવાની તોફીક ખોઈ બેઠા છે...

"બહુ જ ઓછું ઈમાન લાવે છે" એટલે કે એવું ઈમાન જે અલ્લાહને ત્યાં કબૂલ ન થાય અથવા તો બહુ જ ઓછા લોકો ઈમાન લાવે છે...
આયત ૮૯
પારો: ૧ રુકૂઅ: ૧૨
وَلَمَّا جَاءَهُمْ كِتَابٌ مِّنْ عِندِ اللَّهِ مُصَدِّقٌ لِّـمَا مَعَهُمْ وَكَانُوا مِن قَبْلُ يَسْتَفْتِحُونَ عَلَى الَّذِينَ كَفَرُوا فَلَمَّا جَاءَهُم مَّا عَرَفُوا كَفَرُوا بِهِ ۚ فَلَعْنَةُ اللَّهِ عَلَى الْكَافِرِينَ
وَلَمَّا
અને જ્યારે
جَاءَهُمْ
તેમની પાસે આવી
كِتَابٌ
એક કિતાબ (કુરાન)
مِّنْ
તરફથી
عِندِ
પાસેથી
اللَّهِ
અલ્લાહની
مُصَدِّقٌ
તસદીક કરનારી (પુષ્ટિ કરનાર)
لِّـمَا
તેની જે
مَعَهُمْ
તેમની પાસે છે
وَكَانُوا
જ્યારે કે તેઓ હતા
مِن
આના
قَبْلُ
પહેલાં
يَسْتَفْتِحُونَ
મદદ (જીત) માંગતા
عَلَى
પર
الَّذِينَ
તે લોકો
كَفَرُوا
જેમણે ઇન્કાર કર્યો (કાફિરો)
فَلَمَّا
પછી જ્યારે
جَاءَهُم
તેમની પાસે આવી ગયું
مَّا
જેને
عَرَفُوا
તેઓ ઓળખી ગયા હતા
كَفَرُوا
તેમણે ઇન્કાર કરી દીધો
بِهِ
તેનો
فَلَعْنَةُ
તો લાનત (ફિટકાર) છે
اللَّهِ
અલ્લાહની
عَلَى
પર
الْكَافِرِينَ
કાફિરો (ઇન્કાર કરનારાઓ)
📌 વિષય: યહૂદી, મુહમ્મદ ﷺ ના આગમનની ભવિષ્યવાણી
અનુવાદ: (89). અને જ્યારે તેમની પાસે અલ્લાહ તરફથી એવી કિતાબ (કુરઆન) આવી જે તેમની પાસે રહેલી કિતાબ (તૌરાત) ની તસદીક કરે છે, અને આ પહેલાં તેઓ આખરી નબીના વાસતાથી કાફિરો સામે વિજય (મદદ) માંગતા હતા; પરંતુ જ્યારે તેમની પાસે એ જ આવી ગઈ જેને તેઓ ઓળખતા પણ હતા, તો તેમણે તેનો ઇન્કાર કરી દીધો. તો આવા કાફિરો પર અલ્લાહની લાનત છે.
📖 તફસીર:
નબી કરીમ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમના આગમન પહેલા મદીનાના યહૂદીઓ મૂર્તિપૂજકો (ઔસ અને ખઝરજ) સાથે લડાઈ વખતે તૌરાતના આધારે દુઆ કરતા કે "હે અલ્લાહ! આખરી ઝમાનાના પયગંબરના સદકે અમને આ કાફિરો પર જીત આપ." તેઓ જાણતા હતા કે આખરી નબી આવવાના છે. પરંતુ જ્યારે હઝરત મુહમ્મદ (સ.અ.વ.) આવ્યા, તો માત્ર એ હસદ (અદેખાઈ) ના લીધે ઇન્કાર કરી દીધો કે તેઓ બની ઇસરાઈલમાંથી કેમ ન આવ્યા અને બની ઇસ્માઈલમાંથી કેમ આવ્યા.
આયત ૯૦
પારો: ૧ રુકૂઅ: ૧૨
بِئْسَمَا اشْتَرَوْا بِهِ أَنفُسَهُمْ أَن يَكْفُرُوا بِمَا أَنزَلَ اللَّهُ بَغْيًا أَن يُنَزِّلَ اللَّهُ مِن فَضْلِهِ عَلَىٰ مَن يَشَاءُ مِنْ عِبَادِهِ ۖ فَبَاءُوا بِغَضَبٍ عَلَىٰ غَضَبٍ ۚ وَلِلْكَافِرِينَ عَذَابٌ مُّهِينٌ
بِئْسَمَا
બહુ જ ખરાબ છે તે જેના બદલામાં
اشْتَرَوْا
વેચી દીધી
بِهِ
તેનાથી
أَنفُسَهُمْ
પોતાની જાત (નફ્સ)ને
أَن
કે
يَكْفُرُوا
તેઓ ઇન્કાર કરે છે
بِمَا
તેનો જે
أَنزَلَ
ઉતાર્યું છે
اللَّهُ
અલ્લાહએ
بَغْيًا
હસદ (અદેખાઈ) માં
أَن
કે
يُنَزِّلَ
ઉતારે છે
اللَّهُ
અલ્લાહ
مِن
પોતાના
فَضْلِهِ
ફઝલ (કૃપા)
عَلَىٰ
પર
مَن
જેના પર
يَشَاءُ
તે ચાહે છે
مِنْ
માંથી
عِبَادِهِ
પોતાના બંદાઓ
فَبَاءُوا
તો તેઓ પાછા ફર્યા
بِغَضَبٍ
ગઝબ (ક્રોધ) સાથે
عَلَىٰ
પર
غَضَبٍ
ગઝબના
وَلِلْكَافِرِينَ
અને કાફિરો માટે
عَذَابٌ
અઝાબ (સજા)
مُّهِينٌ
અપમાનજનક (ઝીલતભર્યો) છે
📌 વિષય: હસદ
અનુવાદ: (90). બહુ જ ખરાબ છે તે વસ્તુ જેના બદલામાં તેમણે પોતાની જાતોને વેચી દીધી, કે તેઓ અલ્લાહએ ઉતારેલી વહી (કુરઆન) નો ઇન્કાર માત્ર એ હસદ (અદેખાઈ) માં કરે છે કે અલ્લાહ પોતાના બંદાઓમાંથી જેના પર ચાહે પોતાનું ફઝલ (વહી/નબુવ્વત કેમ) ઉતારે છે! તેથી તેઓ ગઝબ પર ગઝબ (વધારે ક્રોધ) ના હકદાર બન્યા અને કાફિરો માટે અપમાનજનક અઝાબ છે.
📖 તફસીર:
યહૂદીઓનું કુરઆન અને હઝરત મુહમ્મદ (સ.અ.વ.) નો ઇન્કાર કરવાનો મુખ્ય સબબ અહંકાર અને હસદ (અદેખાઈ) હતો. તેઓ સહન ન કરી શક્યા કે નબુવ્વત તેમના કબીલામાંથી નીકળીને અરબોમાં કેમ ગઈ. આ હસદના કારણે તેમણે સત્યને નકાર્યું, જેથી અલ્લાહનો ક્રોધ તેમના પર એક પછી એક (ગઝબ પર ગઝબ) થયો. પહેલો ગઝબ તૌરાતમાં રદબદલ અને નબીઓની કતલ માટે, અને બીજો ગઝબ આખરી પયગંબર અને કુરઆનનો ઇન્કાર કરવા માટે.
આયત ૯૧
પારો: ૧ રુકૂઅ: ૧૨
وَإِذَا قِيلَ لَهُمْ آمِنُوا بِمَا أَنزَلَ اللَّهُ قَالُوا نُؤْمِنُ بِمَا أُنزِلَ عَلَيْنَا وَيَكْفُرُونَ بِمَا وَرَاءَهُ وَهُوَ الْحَقُّ مُصَدِّقًا لِّمَا مَعَهُمْ ۗ قُلْ فَلِمَ تَقْتُلُونَ أَنبِيَاءَ اللَّهِ مِن قَبْلُ إِن كُنتُم مُّؤْمِنِينَ
وَإِذَا
અને જ્યારે
قِيلَ
કહેવામાં આવે છે
لَهُمْ
તેમને
آمِنُوا
ઈમાન લાવો
بِمَا
તેના પર જે
أَنزَلَ
ઉતાર્યું છે
اللَّهُ
અલ્લાહએ
قَالُوا
તેઓ કહે છે
نُؤْمِنُ
અમે ઈમાન રાખીએ છીએ
بِمَا
તેના પર જે
أُنزِلَ
ઉતારવામાં આવ્યું
عَلَيْنَا
અમારા પર
وَيَكْفُرُونَ
અને તેઓ ઇન્કાર કરે છે
بِمَا
તેનો જે
وَرَاءَهُ
તેના સિવાય (બાદ) છે
وَهُوَ
જ્યારે કે તે
الْحَقُّ
સત્ય છે
مُصَدِّقًا
તસદીક કરવાવાળું (પુષ્ટિ કરનાર)
لِّمَا
તેની જે
مَعَهُمْ
તેમની પાસે છે
قُلْ
તમે કહી દો
فَلِمَ
તો પછી કેમ
تَقْتُلُونَ
તમે કતલ કરતા હતા
أَنبِيَاءَ
નબીઓ (પયગંબરો) ને
اللَّهِ
અલ્લાહના
مِن
આના
قَبْلُ
પહેલાં
إِن
જો
كُنتُم
તમે હતા
مُّؤْمِنِينَ
ઈમાનવાળા
📌 વિષય: કુરઆન
અનુવાદ: (91). અને જ્યારે તેમને કહેવામાં આવે છે કે "તે (કુરઆન) પર ઈમાન લાવો જે અલ્લાહે ઉતાર્યું છે," તો તેઓ કહે છે, "અમે તેના પર ઈમાન લાવીએ છીએ જે અમારા પર (તોરાત) ઉતારવામાં આવ્યું છે," અને તેનો ઇનકાર કરે છે જે તેના સિવાય છે, જ્યારે કે તે (કુરઆન) સત્ય છે અને જે (કિતાબ) તેમની પાસે છે તેની પુષ્ટિ કરનારું છે. (હે નબી!) કહી દો: "તો પછી તમે અગાઉ અલ્લાહના નબીઓને શા માટે કત્લ કરતા હતા, જો તમે (ખરેખર તૌરાત પર) ઈમાનવાળા હતા?
📖 તફસીર:
આ આયતમાં યહૂદીઓના તઅસ્સુબ (પક્ષપાત) અને હઠધર્મીનો ભંડાફોડ કરવામાં આવ્યો છે. તેઓ દાવો કરતા હતા કે તેઓ ફક્ત તૌરાત પર ઈમાન રાખે છે, પરંતુ કુરઆન અને નબી કરીમ ﷺ ને માનવાનો ઇનકાર કરતા હતા, જ્યારે કુરઆન ખુદ તૌરાતની તસ્દીક કરનાર અને તેની ભવિષ્યવાણીઓની પૂર્તિ કરનાર હતું. તૌરાતમાં જ નબી કરીમ ﷺ ના આગમનની બશારત (ખુશખબરી) મોજૂદ હતી, જેમ કે અન્ય આયતોમાં આ વાત સ્પષ્ટ કરવામાં આવી છે (સૂરહ અલ-આરાફ: 157, સૂરહ અસ-સફ: 6).

અલ્લાહ તઆલા તેમના આ દાવાનું ખોખલાપણું ઉજાગર કરે છે કે જો તેઓ ખરેખર તૌરાત પર સાચા ઈમાનવાળા હોત, તો તેમણે અગાઉ અલ્લાહના નબીઓને કત્લ ન કર્યા હોત. ઇતિહાસ સાક્ષી છે કે બની ઇસ્રાઈલે અનેક નબીઓને શહીદ કર્યા - જેમ કે હઝરત ઝકરિયા (અલૈ.) અને હઝરત યહ્યા (અલૈ.). આ સ્પષ્ટ કરે છે કે તેમનું તૌરાત પરનું ઈમાન પણ ખાલિસ (શુદ્ધ) નહોતું, બલ્કે તે માત્ર જબાનનો દાવો હતો, જેની પાછળ કોઈ અમલ કે સચ્ચાઈ નહોતી. સલફી મનહજ મુજબ, આ આયત એ સિદ્ધાંતને સ્પષ્ટ કરે છે કે સાચું ઈમાન ફક્ત ઝબાનના દાવાથી નહીં, બલ્કે અલ્લાહના તમામ રસૂલો અને તેમની તમામ કિતાબો પર (ભેદભાવ વગર) ઈમાન લાવવાથી અને તદ્ઉપરાંત અમલ કરવાથી સાબિત થાય છે.
આયત ૯૨
પારો: ૧ રુકૂઅ: ૧૨
وَلَقَدْ جَاءَكُم مُّوسَىٰ بِالْبَيِّنَاتِ ثُمَّ اتَّخَذْتُمُ الْعِجْلَ مِن بَعْدِهِ وَأَنتُمْ ظَالِمُونَ
وَلَقَدْ
અને ચોક્કસ
جَاءَكُم
તમારી પાસે આવ્યા
مُوسَىٰ
મૂસા
بِالْبَيِّنَاتِ
સ્પષ્ટ મોજિઝાઓ (ચિહ્નો) સાથે
ثُمَّ
પછી
اتَّخَذْتُمُ
તમે બનાવી લીધો
الْعِجْلَ
વાછરડાને (માબૂદ)
مِن
પછી
بَعْدِهِ
તેમના ગયા બાદ
وَأَنتُمْ
જ્યારે કે તમે
ظَالِمُونَ
ઝાલિમ (ગુનેગાર) હતા
📌 વિષય: મૂસા અ.સ.
અનુવાદ: (92). અને ચોક્કસ મૂસા તમારી પાસે સ્પષ્ટ નિશાનીઓ લઈને આવ્યા, પછી (પણ) તમે તેમની ગેરહાજરીમાં વાછરડાને (પૂજ્ય) બનાવી લીધું, જ્યારે કે તમે ઝાલિમ (અત્યાચારી) હતા.
📖 તફસીર:
અહીં ફરી બની ઇસ્રાઈલની ગુસ્તાખી અને કૃતઘ્નતાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તૌરાત અને પોતાના પયગંબર પ્રત્યે તેમની કહેવાતી વફાદારીનો બીજો પુરાવો અહીં આપવામાં આવ્યો છે... હઝરત મૂસા (અલૈ.) અલ્લાહની તરફથી ઘણા સ્પષ્ટ મોજિઝાઓ (જેમ કે લાકડીનું સાપ બનવું, હાથનું ચમકવું, દરિયાનું ફાટવું વગેરે) લઈને આવ્યા, છતાં જ્યારે તેઓ તૂર પર્વત પર ચાલીસ રાતો માટે ગયા, ત્યારે તેમની ગેરહાજરીમાં જ સામરીના બહેકાવવાથી બની ઇસ્રાઈલે વાછરડાની મૂર્તિ બનાવીને તેની પૂજા શરૂ કરી દીધી (જેની વિગત સૂરહ તાહા અને સૂરહ અલ-આરાફમાં આવે છે).

આ ઘટના બતાવે છે કે શિર્ક અને ગુમરાહી તેમની રગે-રગમાં વણાયેલી હતી. શિર્ક (અલ્લાહ સાથે ભાગીદાર ઠેરવવો) ની ગંભીરતાને દર્શાવે છે - કે એટલા બધા સ્પષ્ટ મોજિઝા જોયા પછી પણ તેઓ તૌહીદથી ફરી ગયા. "وَأَنتُمْ ظَالِمُونَ" (અને તમે ઝાલિમ હતા) માં "ઝુલ્મ" શબ્દ ખાસ કરીને શિર્ક માટે વપરાયો છે, જેમ કે લુકમાનની નસીહતમાં આવે છે: "إِنَّ الشِّرْكَ لَظُلْمٌ عَظِيمٌ" (નિઃશંક શિર્ક બહુ મોટો ઝુલ્મ છે - 31:13).

સલફી ઉલમા આ આયતથી એ સ્પષ્ટ કરે છે કે તૌહીદ જ ઈમાનનો પાયો છે, અને તેમાં જરાય પણ ભેળસેળ (શિર્ક) સ્વીકાર્ય નથી.
આયત ૯૩
પારો: ૧ રુકૂઅ: ૧૨
وَإِذْ أَخَذْنَا مِيثَاقَكُمْ وَرَفَعْنَا فَوْقَكُمُ الطُّورَ خُذُوا مَا آتَيْنَاكُم بِقُوَّةٍ وَاسْمَعُوا ۖ قَالُوا سَمِعْنَا وَعَصَيْنَا وَأُشْرِبُوا فِي قُلُوبِهِمُ الْعِجْلَ بِكُفْرِهِمْ ۚ قُلْ بِئْسَمَا يَأْمُرُكُم بِهِ إِيمَانُكُمْ إِن كُنتُم مُّؤْمِنِينَ
وَإِذْ
અને જ્યારે
أَخَذْنَا
અમે લીધું
مِيثَاقَكُمْ
તમારું વચન
وَرَفَعْنَا
અને અમે ઊંચો કર્યો
فَوْقَكُمُ
તમારા પર
الطُّورَ
તૂર પહાડને
خُذُوا
તમે મજબૂતીથી પકડી લો
مَا
જે
آتَيْنَاكُم
અમે તમને આપ્યું છે
بِقُوَّةٍ
મજબૂતી સાથે
وَاسْمَعُوا
અને સાંભળો (માનો)
قَالُوا
તેમણે કહ્યું
سَمِعْنَا
અમે સાંભળ્યું
وَعَصَيْنَا
અને અમે નાફરમાની કરી
وَأُشْرِبُوا
અને પિવડાવી દેવામાં આવી
فِي
માં
قُلُوبِهِمُ
તેમના દિલો
الْعِجْلَ
વાછરડાની મોહબ્બત
بِكُفْرِهِمْ
તેમના કુફ્રના લીધે
قُلْ
તમે કહી દો
بِئْسَمَا
બહુ જ ખરાબ છે તે જેનો
يَأْمُرُكُم
તમને હુકમ આપે છે
بِهِ
તેનો
إِيمَانُكُمْ
તમારું ઈમાન
إِن
જો
كُنتُم
તમે હોવ
مُّؤْمِنِينَ
ઈમાનવાળા
📌 વિષય: આદેશ 🔹 પેટા વિષય: વચન આપીને તોડ્યું
અનુવાદ: (93). અને (યાદ કરો) જ્યારે અમે તમારી પાસેથી પાકો કરાર (વચન) લીધો અને તમારા ઉપર તૂર (પર્વત)ને ઊંચો કર્યો, (અને કહ્યું) "જે અમે તમને આપ્યું છે તેને મજબૂતીથી પકડી લો અને (અમારો હુકમ) સાંભળો," તેમણે કહ્યું, "અમે સાંભળ્યું અને નાફરમાની કરી." અને તેમના કુફ્રના કારણે તેમના દિલોમાં વાછરડા(ની મોહબ્બત) પિવડાવી દેવામાં આવી. કહી દો: "કેટલી ખરાબ વસ્તુ છે જેનો હુકમ તમારું ઈમાન તમને આપે છે, જો તમે ઈમાનવાળા છો.
📖 તફસીર:
આ આયતમાં અલ્લાહ તઆલા યહૂદીઓના ઇતિહાસની બે મોટી ઘટનાઓનો ઉલ્લેખ કરીને તેમની હઠધર્મી પર પ્રકાશ પાડે છે..

(1). તૂર પર્વતની ઘટના:- જ્યારે હઝરત મૂસા (અ.સ.) તૌરાત લઈને આવ્યા, ત્યારે બની ઈસરાઈલ તેનું પાલન કરવામાં આનાકાની કરવા લાગ્યા. ત્યારે અલ્લાહના હુકમથી તેમના માથા પર તૂર પર્વત લટકાવવામાં આવ્યો (એક ચમત્કાર તરીકે) જેથી તેઓ ગંભીરતાથી કરાર કરે. તેમણે ડરના માર્યા મોઢેથી તો હા પાડી, પણ દિલમાં કપટ જ રાખ્યું...

(2). "સાંભળ્યું પણ માન્યું નહીં": તેમણે ઉપરછલ્લી રીતે કહ્યું કે "અમે સાંભળ્યું" (સમિય્‌ના), પણ તેમના અમલ અને વર્તને સાબિત કર્યું કે "અમે માન્યું નહીં" (અસય્‌ના). આ તેમની ઢોંગી માનસિકતા દર્શાવે છે... આ કુફ્ર (ઇનકાર) અને નાફરમાનીની પરાકાષ્ઠા (હદ) છે કે જુબાનથી તો સ્વીકારી લીધું કે 'અમે પાલન કરીશું', પરંતુ દિલમાં એવો વિચાર હતો કે અમારે ક્યાં કોઈ અમલ કરવો છે...

(3). વાછરડાની પૂજાનો પ્રભાવ:- જ્યારે હઝરત મૂસા (અ.સ.) કોહ-એ-તૂર પર ગયા હતા, ત્યારે પાછળથી આ લોકોએ સોનાનું વાછરડું બનાવી તેની પૂજા શરૂ કરી હતી. આ આયત જણાવે છે કે તેમના ઈન્કાર અને ગુનાઓને કારણે તેમના હૃદયોમાં એ વાછરડા પ્રત્યેની મહોબ્બત એટલી ઊંડી ઉતરી ગઈ હતી કે અલ્લાહનો સાચો માર્ગ તેમને કડવો લાગતો હતો... એક તો મહોબ્બત (પ્રેમ) એવી વસ્તુ છે જે માણસને અંધ અને બહેરો બનાવી દે છે, અને બીજું એ કે તેને 'અશરિબૂ' (પીવડાવી દેવામાં આવી) શબ્દથી દર્શાવવામાં આવી છે. કારણ કે પાણી માણસની નસેનસમાં ખૂબ ઝડપથી ફેલાઈ જાય છે, જ્યારે ખોરાક આ રીતે પસાર થતો નથી (ફતહ અલ-કદીર). એટલે કે વાછરડા પ્રત્યેનો પ્રેમ અને તેની પૂજા કરવાનું કારણ એ કુફ્ર (ઇનકાર) હતો, જે તેમના દિલમાં ઘર કરી ગયો હતો (એટલે કે મજબૂત રીતે બેસી ગયો હતો)...

(4). ઈમાનનો દાવો અને હકીકત:- આયતના અંતમાં અલ્લાહ તઆલા નબી (સ.અ.વ.) દ્વારા તેમને પડકાર ફેંકે છે કે, જો તમે એમ કહેતા હોવ કે તમે સાચા મોમિન છો, તો તમારો ઈમાન તમને પયગંબરોની અવજ્ઞા કરવાનું અને મૂર્તિપૂજા (વાછરડાની પૂજા) કરવાનું કેમ શીખવે છે? અર્થાત્, તેમનો ઈમાનનો દાવો પોકળ છે...

આપણને મળતો બોધ :-
(૧). માત્ર સાંભળવું પૂરતું નથી: અલ્લાહના હુકમોને માત્ર સાંભળવા નહીં, પણ તેને દિલથી સ્વીકારીને અમલ કરવા જોઈએ...
(૨). અલ્લાહનો વચન (અહદ) તોડવો ગંભીર ગુનો છે. તથા અલ્લાહના હુકમ સામે તર્ક વિવાદ કરવો ખતરનાક છે...
(૩). ગુનાઓની અસર: સતત ગુના કરવાથી માણસના હૃદયમાં બુરાઈ ઘર કરી જાય છે
(૪). દિલમાં ગેરસહી અકીદા અથવા હરામ મુહબ્બત બેસી જાય તો હક સ્વીકારવું મુશ્કેલ બને છે...
(૫). ઇમાન માત્ર કૌલ (કેહવું) નથી, પણ કૌલ + અમલ + ઇખ્લાસ છે. જે વ્યક્તિ અમલ છોડે તે ઇમાનમાં નબળાઈ બતાવે છે...
(૬). ગુનાહ અને બિદઅત દિલને હક સ્વીકારવામાં અવરોધ બનાવે છે...
(૭). સલફનો રસ્તો: કુરઆન-સુન્નતને સહાબાની સમજ મુજબ સમજવો...
આયત ૯૪
પારો: ૧ રુકૂઅ: ૧૨
قُلْ إِن كَانَتْ لَكُمُ الدَّارُ الْآخِرَةُ عِندَ اللَّهِ خَالِصَةً مِّن دُونِ النَّاسِ فَتَمَنَّوُا الْمَوْتَ إِن كُنتُمْ صَادِقِينَ
قُلْ
તમે કહી દો
إِن
જો
كَانَتْ
હોય
لَكُمُ
તમારા માટે જ
الدَّارُ
ઘર
الْآخِرَةُ
આખિરત (પરલોક) નું
عِندَ
પાસે
اللَّهِ
અલ્લાહની
خَالِصَةً
ખાસ (એકમાત્ર)
مِّن
સિવાય
دُونِ
થી
النَّاسِ
બીજા લોકો
فَتَمَنَّوُا
તો તમે તમન્ના (ઈચ્છા) કરો
الْمَوْتَ
મોતની
إِن
જો
كُنتُمْ
તમે હોવ
صَادِقِينَ
સાચા
અનુવાદ: (94). (હે નબી!) કહી દો: "જો અલ્લાહની પાસે આખિરતનું ઘર (જન્નત) બીજા લોકોના સિવાય ફક્ત તમારા માટે જ ખાસ (નિશ્ચિત) છે, તો તમે મૃત્યુની ઈચ્છા (કામના) કરો, જો તમે (પોતાના દાવામાં) સાચા છો.
📖 તફસીર:
યહૂદીઓનો દાવો હતો કે તેઓ "અલ્લાહના પ્રિય અને પસંદ કરેલા લોકો" છે, અને જન્નત ફક્ત તેમના માટે જ ખાસ છે (જેમ કે અગાઉ આયત 111 માં પણ આ પ્રકારના દાવાનો ઉલ્લેખ આવશે). અલ્લાહ તઆલા આ ખોટા દાવાનું ખંડન કરવા માટે એક પડકાર રજૂ કરે છે: જો ખરેખર જન્નત તેમના માટે જ ચોક્કસ (ગેરંટેડ) છે, તો તેમને મૃત્યુની ઈચ્છા કરવી જોઈએ, કારણ કે મૃત્યુ જ તેમને એ (કથિત) ચોક્કસ જન્નત સુધી પહોંચાડશે...

આ એક પ્રકારની "મુબાહલા" જેવી ચેલેન્જ છે - જે એ સાબિત કરવા માટે છે કે તેમનો દાવો કેટલો ખોટો અને પોકળ છે. કારણ કે તેમના દિલમાં પોતાના ગુનાહો અને કુફ્રનું ભાન હતું, તેમને ખાતરી હતી કે મૃત્યુ પછી તેમને અલ્લાહની પકડનો સામનો કરવો પડશે, જન્નત નહીં.
આયત ૯૫
પારો: ૧ રુકૂઅ: ૧૨
وَلَن يَتَمَنَّوْهُ أَبَدًا بِمَا قَدَّمَتْ أَيْدِيهِمْ ۗ وَاللَّهُ عَلِيمٌ بِالظَّالِمِينَ
وَلَن
અને કદાપિ નહીં
يَتَمَنَّوْهُ
તેઓ તેની તમન્ના (ઈચ્છા) કરે
أَبَدًا
ક્યારેય પણ
بِمَا
તેના બદલામાં જે
قَدَّمَتْ
આગળ મોકલ્યું
أَيْدِيهِمْ
તેમના હાથોએ
وَاللَّهُ
અને અલ્લાહ
عَلِيمٌ
ખૂબ જાણનાર છે
بِالظَّالِمِينَ
ઝાલિમો (અત્યાચારીઓ) ને
અનુવાદ: (95). પરંતુ તેમના હાથોએ જે (ગુનાહો) આગળ મોકલ્યા છે તેના કારણે તેઓ ક્યારેય પણ મૃત્યુની ઈચ્છા નહીં કરે. અને અલ્લાહ ઝાલિમો (અત્યાચારીઓ)ને ખૂબ સારી રીતે જાણનાર છે.
📖 તફસીર:
હઝરત ઇબ્ને અબ્બાસે યહૂદીઓને કહ્યું કે જો તમે મુહમ્મદ(સ.અ.વ)ની નબુવ્વતનો ઇનકાર કરવામાં અને અલ્લાહના પ્રિય હોવાના દાવામાં સાચા હો, તો મૌત માટે બિનશરતી બદદુઆ (મુબાહલા) કરી લો. એટલે કે અલ્લાહના દરબારમાં મુસ્લિમો અને યહૂદીઓ બંને મળીને એ અર્જ કરે કે, "હે અલ્લાહ! અમારા બંનેમાંથી જે ઝૂઠો હોય તેને મૃત્યુ આપી દે."

આ જ દાવત તેમને સૂરહ અલ-જુમુઅહમાં પણ આપવામાં આવી છે. નજરાનના ઈસાઈઓને પણ મુબાહલાની દાવત આપવામાં આવી હતી, જેવું કે આલે ઈમરાનમાં છે. પરંતુ, કારણ કે યહૂદીઓ પણ ઈસાઈઓની જેમ ઝૂઠા હતા, તેથી ઈસાઈઓની જેમ જ યહૂદીઓ વિશે પણ અલ્લાહ તઆલાએ ફરમાવ્યું કે, "તેઓ ક્યારેય મૃત્યુની આરઝૂ (એટલે કે મુબાહલા) નહીં કરે."

હાફિઝ ઇબ્ને કસીરે આ જ તફસીરને પ્રાધાન્ય આપ્યું છે (તફસીર ઇબ્ને કસીર).